ઓનલાઈન જુગાર કેમ રમાય છે ? હાર કે જીતના પૈસા કઈ રીતે અપાય છ?

ક્રિકેટ મેચમાં સટ્ટો રમવા માટે ઓનલાઈન એપ્લીકેશન દ્વારા સટ્ટોડિયાઓ ને આઈ ડી અને પાસવર્ડ આપવામાં આવતો છે…આ આઈ પાસવર્ડ લેવા માટે સટ્ટોડિયાઓ ને મીનીમમ ૨૦ હજારની ડીપોઝીટ કરાવવાની હોય છે. આ સટ્ટો રમવા માટે ગમે તેટલી રકમ જમા કરાવી શકો છો. આ રૂપિયા જમા કરાવ્યા બાદ તમે ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમી શકો છો. આઈ ડી પાસવર્ડ મેળવવા માટે સટ્ટોડીયા દ્વારા જેટલી ડિપોઝિટ જમા કરવામાં આવે છે.  એટલા જ રૂપિયાની તેઓની ક્રેડિટ આપવામાં આવતી હોય છે. એટલે કે જેટલા પૈસા જમા કરાવાયા હોય એટલા જ પૈસાનો ક્રિકેટ સટ્ટો રમી શકતો હોય છે. જે રૂપિયા જમા કરવાના હોય છે તે બુકી પર આધારીત હોય છે જેવો બુકી તેવી રકમ જમા કરાવાની હોય છે… આ બુકીઓ ની નીચે પોતાના વિસ્તારના સટ્ટો રમતા સટ્ટોડિયાઓ જેને ફોલ્ડર તરીકે ઓળખવામાં આવતા હોય છે તેઓ પણ પૈસા અગાઉથી જમા કરાવતા હોય છે.

ક્રિકેટ સટ્ટામાં ક્રિકેટ મેચ પૂર્ણ થાય તે દરમ્યાન અનેક પ્રકારના સટ્ટા રમતા હોય છે. ટોસ કોણ જીતશે ? , વરસાદ પડશે કે નહિ ? , સેશન દરમ્યાન રમતો સટ્ટો અને મેચ કોણ જીતશે તેનો સટ્ટો રમતો હોય છે. મેચ પછી પૈસાની લેવડ દેવળ તેપૈસાની રકમ ઉપર અઢાર રાખે છે. 50 હાજર સુધીની રકમ હોય તો ડિજિટલ માધ્યમ જેવા કે, PAY TM , PHONE PAY , GOOGLE PAY દ્વારા કરવામાં આવતા  હોય છે. જયારે મોટા બુકીઓ જેઓની મોટી રકમ હોય છે તે હવાલા દ્વારા ચુકવણી કરવામાં આવતી હોય છે.