ઓનલાઈન હાજરી છતાં વિડિયોથી શિક્ષકોની તપાસ કરાશે

અનેક વિદ્યાર્થીઓ અને શિક્ષકોની હાજરી ઓન લાઈન પુરવાની કરોડો રૂપિયાની ટેકનોલોજી નિષ્ફળ ગયા બાદ હવે બીજી એક ટેકનોલોજી લાવીને કરોડો રૂપિયા ખર્ચ કરાશે. ક્લાસરૂમમાં બોલતી હોવા છતાં તેઓ ગેરહાજર રહેતા હોવાનું પણ ધ્યાન આવ્યું છે. વિદ્યાર્થીઓ અને શિક્ષકોની ઓનલાઈન હાજરી  પુરવાનું શરૂ કર્યા બાદ હવે 9 જૂન 2019થી કંટ્રોલરૂમ શરૂં થશે. આ બ્નને ટેકનોલોજી દેશમાં પ્રથમ વખત છે. અગાઉ હાજરી અને શાળાની તપાસ કરવામાં સરકારી અધિકારીઓ નિષ્ફળ ગયા હોવાથી નવી ટેકનોલોજી લાવવી પડી હતી. તે બન્ને પુરેપૂરી સફળ થઈ શકે તેમ નથી.

પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા 50 લાખથી વધુ વિદ્યાર્થીઓ અને 1.50 લાખથી વધુ શિક્ષકો ઉપર રાજ્ય સરકાર સીધી દેખરેખ કેમેરા દ્વારા રાખશે. ગાંધીનગરમાં બની રહેલો કંટ્રોલરૂમ સીધો વિડીયોકોલથી શિક્ષકોનું ધ્યાન રાખશે.

રોજ 2000 વિડીયોકોલ દ્વારા શિક્ષકો અને વિદ્યાર્થીઓની હાજરી ચકાસણી કરાશે. ટેકનોલોજીનો ઉપયોગ કરીને વિદ્યાર્થીને શિક્ષકો ભણાવે છે કે કેમ તે તપાસ કરશે. વિદ્યાર્થીઓ જે વિષયમાં નબળા છે એ વિષયમાં તેમની ગુણવત્તામાં કેટલો સુધારો થયો તેની પર મોનિટરિંગ કરવામાં આવશે.

નવી ટેકનોલોજીથી કંટ્રોલરૂમ મારફતે શક્યતા તપાસી શકાશે. 4000 ટેબલેટ સી.આર.સી.અને બી.આર.સી શિક્ષકોને આપવામાં આવશે. જેના કારણે તેમની સાથે વિડિયો કેમેરાથી વાતચિત કરી શકાશે.

અગાઉ શું થયું હતું  ?

રાજ્યભરની તમામ સરકારી પ્રાથમિક શાળાઓના શિક્ષકો અને વિદ્યાર્થીઓની ઓનલાઈન હાજરી 19 નવેમ્બર 2018થી શરૂ થતાં નવા સત્રથી પુરવાની હતી તેનો ફિયાસ્કો થયો હતો. શિક્ષકોની 58 ટકા અને વિદ્યાર્થીઓની 93 ટકા હાજરી ઓનલાઈન અપલોડ કરી શકાઈ નહોતી. તેના કારણે હાજરી જ રદ કરવામાં આવી હતી.

પ્રાથમિક શિક્ષણ નિયામક દ્વારા તમામ શાળાઓને પરિપત્ર કરીને ઓનલાઈન હાજરી અપલોડ કરવા સૂચના આપવામાં આવી હતી. તમામ શાળાઓએ પોતાના શાળાના આધાર ડાયસ ચાઈલ્ડ ટ્રેકિંગ સિસ્ટમમાં લોગઈન થવાનું હતું. બાદમાં દરેક શાળાએ તમામ શિક્ષકો અને વિદ્યાર્થીઓના નામની સામે નિયમિત રોજેરોજ શાળા ખુલ્યાની 30 મિનિટમાં ઓનલાઈન હાજરી અપલોડ કરવાની હતી.

પરંતુ આ સુવિધા ચાલુ કર્યા પછી પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવો ઘાટ પ્રાથમિક શિક્ષણ  નિયામકની કચેરી માટે સર્જાયો છે. થયું એવું કે ગઈકાલે સર્વર જ ઠપ થઈ ગયા હતા.

પ્રાથમિક શાળામાં ઓનલાઇન હાજરી પુરવા માટે SSA GUJARAT પર અલગથી નવુ પોર્ટલ બાનવેલ છે
આ સ્થિતિ સર્જાયા પછી અધિકારીઓને પણ હાજરી રદ કરવાની ફરજ પડી હતી.

વિદ્યાર્થીને ગણિતના દાખલા કે અંગ્રેજીના સ્પેલિંગ આવડે છે કે નહીં તેની ચકાસણી કરવાના બદલે હાજરીના નવા તૂત સામે નારાજગી હતી. ગ્રામ્ય વિસ્તારની સ્કૂલોમાં ભાગ્યે જ અભ્યાસ યોગ્ય રીતે થાય છે. તેનો કોઈ નિકાલ લાવવામાં આવતો નથી. સારા શિક્ષકોને ગ્રામ્ય વિસ્તારની સ્કૂલોમાં મુકવામાં આવતા નથી. તેના કારણે પણ પરિણામ પર વિપરિત અસર પડે છે. ઓનલાઈન હાજરી ભરવાની વેબસાઈટ જ દિવસભર ઠપ રહે છે અને જેને પરિણામે હાજરી ભરવી મુશ્કેલ બની ગઈ છે.

ઓનલાઈન હાજરી ભરવા માટે વેબસાઈટ ખોલતા હેંગ જતી હતી. મોટી સંખ્યાની હાજરી ભરવાનો પ્રયાસ કરતાં જ સર્વર ડાઉન થઈ જાય છે. પ્રથમ દિવસે માત્ર ૧૩ ટકા જેટલી જ હાજરી ભરી શકાઈ હતી.

અરવલ્લી જિલ્લામાં કેટલાક મુખ્ય શિક્ષકોને હાજરી અપલોડ નહી કરનાર અને બાળકોની હાજરીમાં બેદરકારી દાખવનાર 46 પ્રથમિક શાળાઓના આચાર્યઓને નોટીસ આપી હતી. શાળાના બાળકોની હાજરી પુરવામાં બેદરકારી દાખવનાર મેઘરજ તાલુકાની-૦૯,માલપુર તાલુકાની-૦૭,ભિલોડા-૦૬,બાયડ-૦૪ અને મોડાસા તાલુકાની -૦૧ મળી કુલ ૨૭ શાળાઓના આચાર્યઓને બેદરકારી બદલ નોટીસો અપાઈ હતી.

સાબરકાંઠાના આદિવાસી વિસ્તારમાં શાળાના શિક્ષકોને બાળકોની ઓનલાઈન હાજરી પુરવા માટે 2 થી 3 કિલોમીટર દુર ડુંગરા ઉપર ચડવુ પડતું હતું. પોશીના તાલુકાના 41 જેટલી શાળાના શિક્ષકો ઈન્ટરનેટ નેટવર્ક ન મળતું હોવાના કારણે ઓનલાઈન હાજરી પુરવા માટે ડુંગર ઉપર જવાની ફરજ પડી હતી.

આમ ગુલ્લી મારતા શિક્ષકો અને વિદ્યાર્થીઓને પકડવા માટે અપનાવેલી આ પધ્ધતિથી શિક્ષકોને જ શાળામાંથી બહાર જવા માટે મજબૂર કરી દીધા હતા.