ઓમ માથુરને ગુજરાતના ફરી એક વખત પ્રભારી કેમ બનાવાયા, શું કારણ ?

(દિલીપ પટેલ)

ઓમ પ્રકાશ માથુર એક એવા રાજનેતા છે, કે જેને ભાજપના નેતાઓએ હંમેશ ગુજરાતમાં મહત્વની જવાબદારી સોંપી છે. જ્યારે જવાબદારી આપી છે ત્યારે ગુજરાતમાં ભાજપનો વિજય થયો છે. તેમના પર નરેન્દ્ર મોદી અને અમિત શાહ ભરપૂર વિશ્વાસ રાખે છે. માથુર ગુજરાત વિભાનસભાની છેલ્લી ત્રણ ચૂંટણીથી પ્રભારી રહેતા આવ્યા છે અને દરેક વખતે ભાજપ સત્તા મેળવતો રહ્યો છે. હવે લોકસભાની ચૂંટણીમાં ભાજપે 50 ટકા બેઠક ગુમાવવી પડે તેમ હોવાથી તેમને ફરી એક વખત ક્રાઈસીસ મેનેજમેન્ટ માટે જવાબદારી સોંપવામાં આવી છે. તેઓ ઉત્તર પ્રદેશમાં ભલે નિષ્ફળ રહ્યાં હોય પણ ગુજરાતમાં તેઓ સફળ થતાં જોવા મળ્યા છે.

તેઓ ભાજપના મહચત્વના રાજનેતા રહ્યાં છે. સંસદ સભ્ય હતા. તેઓ ગુજરાતમાં બે વખત ચૂંટણીની જવાબદારી સંભાળી ચૂક્યા છે. ઉપરાંત તેઓ ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રમાં પણ પ્રભારી રહી ચૂક્યા છે. તેઓ નરેન્દ્ર મોદી અને અમિત શાહ જે ટાર્ગેટ હાંસલ કરવાની જવાબદારી સોંપે છે તે ચૂપચાપ પુરી કરે છે. તેઓ ક્યારેય જાહેર વિવાદમાં પડતાં નથી.

જ્યારે રાજસ્થાનના મુખ્ય પ્રધાન વસુંધરા રાજે સામે લલિત મોદીને મદદ કરવાનો આરોપ મુકેલો ત્યારે તેમને મુખ્ય પ્રદાન તરીકે પડતાં મૂકવાની શક્યતા ઊભી થઈ તે સમયે ઓમ માથુરને મુખ્ય પ્રધાન બનાવવાની સંભાવના ઊભી થઈ હતી.

1952માં જન્મેના માથુર 2008થી 2004 સુધી રાજ્ય સભામાં સભ્ય હતા. તેઓ રસાયણ અંગેની સમિતિમાં કામ કરી ચૂક્યા છે. 1972થી તેઓ સંઘના પ્રચારક રહી ચૂકયા છે. રાજસ્થાનના પાલી જિલ્લામાં બાલી તાલુકાના બેદલ ગામના વતની છે. રક્ષા અને ગૃહ સબંધી સંસદીય સમિતિમાં સભ્ય છે.

તેમને ભાજપે અનેક જવાબદારી આપી છે. જેમાં રાજસ્થાન ભાજપના મહાસચિવ, મધ્ય ઉત્તરાખંડ, મધ્યપ્રદેશ તથા ગુજરાતના પ્રભારી તરીકે જવાબદારી આપી છે. મદ્ય ભારતીય જનતા પક્ષના અખિલ ભારતીય મહાસચીવ રહ્યાં હતા. રાજસ્થાન ભાજપના પ્રદેશ પ્રમુખ રહ્યાં હતા. રાષ્ટ્રીય ભાજપના મહાસચીવ રહ્યાં છે.

તેઓ ઉત્તર પ્રદેશના પ્રભારી હતા ત્યારે ભાજપને સફળતા મળી હતી. ગુજરાતમાં તેઓ લાંબો સમય સુધી પ્રભારી રહ્યાં હતા. તેઓએ ગુજરાતની ત્રણ ચૂંટણી જીતાડવા માટે અત્યંત મહત્વની ભૂમિકા ભજવી હતી. તેઓ જે રીતે વર્ષો સુધી રાજસ્થાનના રાજકારણમાં કેન્દ્ર સ્થાને રહ્યાં હતા તે રીતે ગુજરાતની ચૂંટણીમાં તેઓ હંમેશ કેન્દ્ર સ્થાને રહેતા આવ્યા છે. નરેન્દ્ર મોદી અને અમિત શાહ સાથે તેમને વર્ષો જુના રાજકીય સંબંધ રહ્યાં છે. સુંદરસિંહ ભંડારીએ તેમની શોધ કરી હતી. પછી તેઓ સંઘમાંથી ભાજપમાં આવ્યા હતા. તેમની રાજનીતિ ચાર રાજ્યોમાં કામ કરી ગઈ છે. માથુર રાજસ્થાનમાં જોઈએ એટલા સફળ થયા નથી. તેઓ જ્યારે રાજસ્થાનની જવાબદારી સંભાળતાં ત્યારે ભાજપની હાર થતી આવી છે. ગેહલોત સરકાર બની અને તેમણે રાજીનામું આપવું પડ્યું હતું. જોકે, તેઓ કેન્દ્રીય નેતા અને વસુંધરા વચ્ચે સેતુનું કામ કરતાં રહ્યાં હતા તેમ છતાં હારનો સામનો કરવો પડ્યો હતો.

2017ની ગુજરાત વિભાનસભાની ચૂંટણીમાં તેઓ પ્રભારી હતી. સતત એક વર્ષ સુધી તેઓ કાર્યકર્તાઓ સાથે બેઠક યોજીને જમીન પરના અહેવાલો મેળવતાં રહ્યાં હતા. તેઓ સતત કાર્યકરોને માર્ગદર્શન આપતાં રહ્યાં હતા. ગુજરાતમાં જો તેમણે આ કામ કર્યું ન હોત અને દેન્દ્રીય ભાજપના નેતાઓને સાચો અહેવાલ આપ્યો ન હોત તો ગુજરાતમાં ભાજપની હાર નક્કી હતી. તેમણે જ કાર્યકર્તાઓને ગ્રામ્ય વિસ્તારમાં ખાટલા પરિષદ શરૂ કરવા માટે સૂચના આપી હતી.

જ્યારે મોદીને દેશના વડાપ્રધાન તરીકે આગળ કરવામાં આવ્યા ત્યારે તેમના વોર રૂમના તેઓ સભ્ય રહ્યાં હતા. તેઓ મોદી સમક્ષ એકદમ સ્પષ્ટ વાત કહેતા આવ્યા છે. તેથી મોદીએ તેમનો સાથ ક્યારેય છોડ્યો નથી. જોકે, સૌરાબુદ્દીન કેસમાં તેમની સામે જ્યારે આરોપો મૂક્યા ત્યારે તેઓ આફતમાં આવી પડ્યા હતા.

યોગી આદિત્યનાથની સરકાર અને ઉત્તર પ્રદેશ પક્ષના નેતૃત્વના સંગઠનાત્મક નિર્ણયોથી ઓમ પ્રકાશ માથુર નારાજ રહેતા આવ્યા છે. 13 માસમાં ઓમપ્રકાશ માથુર એકપણ વખત ભાજપના કોઈપણ ઔપચારીક કાર્યક્રમમાં સામેલ થયા નથી. તેમણે ભાજપના ટોચના બે નેતાઓને પણ પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. તેઓ લાંબો સમયથી યોગીથી દૂર રહેતાં હોવાથી હવે તેમને ગુજરાતનો હવાલો સોંપવામાં આવ્યો છે.

ગુજરાત ભાજપના સુત્રો કહે છે કે, ઓમ માથુરે ઉત્તર પ્રદેશના ભાજપના પ્રભારી પદેથી મુક્ત થવાની માંગણી કરી હતી. ત્યાર બાદ કર્ણાટકની વિધાનસભાની ચૂંટણીમાં દરિયા કાંઠાની જવાબદારી સોંપી હતી. હવે તેમને ઉત્તર પ્રદેશના બદલે ગુજરાતમાં મૂકવામાં આવી રહ્યાં છે.

વર્ષ 2007, 2012, 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી જીતવાની તેમને જવાબદારી સોંપવામાં આવી હતી. 2014માં લોસભાની જીત બાદ ઉત્તર પ્રદેશના પ્રભારી તેમને બનાવાયા હતા. યોગી સાથે ત્યાં બનતું  ન હતું પણ ગુજરાતમાં તેમની સામે કોઈ અવાજ પણ કરી શકતું નથી. તેથી હવે ફરીથી 2019ની લોકસભાની ચૂંટણીમાં તેમને ઉત્તર પ્રદેશ નહીં પણ ગુજરાતના પ્રભારી બનાવાયા તે ઘણું સૂચક માનવામાં આવે છે. કારણ કે ગુજરાતમાં રૂપાણી સરકાર પ્રજાને આકર્ષવામાં સફળ નથી. તેથી ગુજરાતની 26માંથી 50 ટકા બેઠકો ગુમવવી પડે એવો અહેવાલ કેન્દ્રીય ભાજપ પાસે છે. તેથી ગુજરાતમાં વધું બેઠક મળે તો જ કેન્દ્રમાં ભાજપની સરકાર બની શકે તેમ છે. આ કામ બીજા કોઈ કેન્દ્રીય નેતાઓ કરી શકે તેમ નથી. તેથી ઓમ માથુરને જવાબદારી આપવામાં આવી છે.

ગુજરાતમાં દિનેશ શર્મા હજુ પણ નેતાઓ સાથે ભળી જતાં હતા. પણ તેઓ હવે ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યપ્રધાન છે. હવે ગુજરાતમાં જુથવાદને અને અસંતોષને અંકૂશમાં રાખી શકે તેવા એક માત્ર માથુર છે. આનંદીબેન પટેલનું ભ્રષ્ટાચાર અને પાટીદારો પર અત્યાચાર કરવા બદલ રાજીનમું આપવું પડ્યું ત્યારે પણ ઓમ માથુરને કેટલીક જવાબદારી સોંપવામાં આવી હતી. તેમણે આનંદીબેન પટેલ અંગે એક અહેવાલ તૈયાર કરીને દિલ્હી મોકલાવ્યો હતો.

2017માં ગુજરાત વિધાનસભાનો તેમણે ગુજરાતની વર્તમાન રાજકીય સ્થિતિ અંગેનો અહેવાલ બનાવડાવ્યો હતો, તેમાં ગ્રામ્ય વિસ્તારમાં ભાજપને વધારે મુશ્કેલી છે એવું સ્પષ્ટ કહ્યું હતું. હવે ફરીથી પક્ષે તેમને આ જવાબદારી સોંપી છે. કાર્યકરોને ઓમ માથુર સાથે સીધો સંપર્ક કરવા પણ કહેવામાં આવ્યું છે. ગુજરાતના સુપર પ્રભારી બનાવીને તેમની સ્ટ્રેટેજીનો ચૂંટણીમાં ઉપયોગ કરાશે. ઓમ સતત ત્રણ વખત હાંસલ કરી શકયું છે. માથુર પણ ગુજરાત ભાજપથી વાકેફ છે. હવે તેમને 2019 માટે બુક કરી દેવામાં આવ્યા છે. પ્રદેશના નેતાઓ અને મુખ્યમંત્રી આનંદીબેન પટેલને સીધા તેમના સંપર્કમાં રહેવાનું પણ કરીદેવામાં આવ્યું છે. ઓમ માથુર અલગ રીતે પાર્ટીના પ્રદેશ પ્રમુખ વિજય રૂપાણીને પણ મળ્યા છે અને ચૂંટણીમાં ભાજપ માટે જે નકારાત્મક પવન પવન છે તેને ભાજપની તરફેણમાં કરવાની યુક્તિ તેમની પાસે મળતી રહી છે. લોસભાની ચૂંટણીમાં પણ એવું જ થશે.