કચ્છ જિલ્લામાથી માલધારીઓ હજારોની સંખ્યામાં માલઢોરને લઈને હિજરત કરી રહ્યા છે. ત્યારે કચ્છના માલધારીઓ રાજકોટના રતનપર ગામ ખાતે આવી પહોચ્યા છે. દસ માલધારીઓના પરિવારો 600થી 700 માલઢોરને લઈને રતનપર ગામ ખાતે આવી પહોચ્યા છે. ત્યારે સરકાર દ્વારા કચ્છ જિલ્લાને સૌ પ્રથમ અસરગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો હતો. તેમ છતાં પણ માલધારી શા માટે હિજરત કરી રહ્યા છે. ? આપણે તેમની પાસેથી જાણીએ
સરકાર દ્વારા સૌ પ્રથમ કચ્છ જિલ્લાને અસરગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો હતો તેમ છતાં પણ મોટી સંખ્યામાં માલધારીઓ કચ્છ માથી કાઠીયાવાડ તરફ હિજરત કરી રહ્યા છે. થોડા સમય પહેલા ન્યારા ગામ ખાતે પણ મોટી સંખ્યામાં માલધારીઓ આવી પહોચ્યા હતા. ત્યારે ફરી એક વખત 10થી વધુ પરિવારના માલધારીઓ 600 થી 700 જેટલા માલઢોરને લઈને રતનપર ગામના રામમંદિર ખાતે આવી પોહચ્યા છે.ત્યારે માલધારી સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું કે સરકાર દ્વારા કચ્છ જિલ્લાને અસરગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે તેમ છતાં પણ કોઈ પ્રકારની સહાય કરવામાં આવતી નથી.
કચ્છના માલધારીઓએ પોતાની વેદના ઠાલવતા કહ્યું કે કચ્છથી હિજરત કરી અહી આવતા રસ્તામાં ભૂખમરાને કારણે 500 જેટલી ગાયોના મોત થઈ ગયા છે. તેમ છતાં સરકાર તરફથી કોઈ પ્રકારની સહાય કરવામાં આવી નથી. તેમ છતાં પણ માલધારીઓ દ્વારા માંગણીઓકરવામાં આવી છે કે સરકાર દ્વારા ઝડપથી સહાય કરવામાં આવે નહીં તો ભુખમરાને કારણે વધુ ગાયોના મોત થશે. તેમજ રાજકોટના લોકો ગાયોં માટે ઘાસચારાની મદદ કરે તેવી અપીલ કચ્છના માલધારીઓએ કરી છે.