કચ્છના રણમાં ભાજપનું મૃગજળ, રૂપણીનું સાત દિવસે પાણી

ભુજ નગરપાલિકા માં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને અહીં પિવાના પાણી માટે રાજ્ય સરકારે 22 કરોડ રૂપિયાના ખર્ચે યોજના બનાવી હતી. પરંતુ આ નાણા યોજના પાછળ વપરાયા છે કે કેમ એ મોટો સવાલ ઉભો થયો છે. કારણકે ભુજના લોકોને સાત દિવસે પિવાનું પાણી મળી રહ્યું છે. દર વર્ષે કરોડો રૂપિયાનું આંધણ પાણી આપવા માટે કરવામાં આવે છે. પરંતુ પીવાનું પાણી તો પૂરતા પ્રમાણમાં લોકોને મળતું નથી. 22 કરોડ રૂપિયાનો જંગી ખર્ચ કરવામાં આવ્યો હતો. પાણી પુરવઠા બોર્ડની આવી યોજનાઓમાં વારંવાર કૌભાંડો થતા હોવાની ઘટનાઓ બહાર આવતી રહે છે. અહીં પણ એવું જ થયું છે ભારાપર પાણી યોજના 22 કરોડ રૂપિયાના ખર્ચે બનાવી હતી. બોર પણ બનાવવામાં આવ્યા હતા મીઠું પાણી ન નીકળતા ખારું પાણી નીકળતાં બોર નિષ્ફળ ગયા હતા. આસપાસના વિસ્તારોમાં ખારું પાણી હોવા છતાં પણ અહીં 22 કરોડ રૂપિયાના ખર્ચે યોજના બનાવી હતી જે નિષ્ફળ ગઈ છે. નગરપાલિકાના વિપક્ષના નેતા રાજેન્દ્ર જાડેજા કહે છે કે તમામ વિસ્તારોમાં શુદ્ધ અને સારું પાણી પિવા મળતું નથી. સાત દિવસે પામી રૂપાણી સરકાર આપી રહી છે. પાણી પુરવઠા પ્રધાન કુંવરજી બાવળીઆ અહીં પાણી પૂરું પાડવામાં સદંતર નિષ્ફળ ગયા છે.  પ્રજા ફરી ટેન્કર રાજમા ધકેલાઈ ગઈ છે. અહીં આઠ બોર આ રીતે નિષ્ફળ ગયા છે. સરકારને કરોડો રૂપિયાનું પાણી થઇ ગયું છે. 12માંથી બનાવેલા છે માટે આઠ બોર્ડ તો હાલ બંધ પડેલા છે. નવો બોર કામ કરે છે તેમાંથી પાણી આપવામાં આવે છે એ પાણી લોકો માટે પૂરતું નથી. અહીં દરિયાનું ખારું પાણી મીઠું કરીને આપવા માટેનો પ્લાંટ નાંખવાની જાહેરાત મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કરી હતી જે કચ્છના રણના મૃગજળ સમાન દેખાઈ રહી છે.