કચ્છના નલિયામાં ભાજપની કાર્યકર પર ભાજપના જ નેતાઓએ બળાત્કાર કર્યો હોવાનું બહાર આવતાં બીજી અનેક ભાજપની કાર્યકર એવી યુવતીઓ સાથે ભાજપના નેતાઓએ બળાત્કાર ગુજાર્યો હોવાની વિગતો બહાર આવ્યા બાદ ભાજપના નેતા જનરલ સેક્રેટરી શંકર ચૌધરીને તપાસ સોંપાઈ હતી જેના પર ઠંડુ પાણી રેડી દઈને સમગ્ર કાંડ પર પડદો પાડી દેવામાં આવ્યો હતો. ફરી એકવાર ભાજપના નેતાઓના ચરિત્ર સામે સવાલો ઉભા થયાં છે. જયંતી ભાનુશાળી સામે આજ સુધી ત્રણ યુવતીએ ફરિયાદ કરી છે અને અમદાવાદ તથા નલિયા કાંડમાં તેની સામે શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્યારે ભાજપ આવી હીન માનસિકતા ધરાવતાં નેતાને જે રીતે સાચવી રહી છે તે પરથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે, જયંતી ભાનુશાળી પાસે ભાજપના ટોચના નેતાની ચાવી છે. એ ચાવી કઈ છે તે આ બચાવનામા પરથી ખ્લાય આવે છે. વાપી, નડિયાદ, સુરત, નલિયા, અમદાવાદમાં દુષ્કર્મની સળંગ ઘટના બની અને હવે એકની 21 વર્ષની વિદ્યાર્થિની પર ભાજપના ઉપપ્રમુખ જયંતી ભાનુશાળીએ અમદાવાદમાં ગુજારેલા બળાત્કારમાં બની રહ્યું છે. આ પ્રકરણ પણ નલિયાકાંડ કરતાં પણ વધું વ્યાપક નિકળે એવું લાગી રહ્યું છે. ભોગ બનનાર યુવતીના સંકેત અને ભાજપના નેતાઓના ભેદી વલણ તો એવું જ દર્શાવી રહ્યા છે. ભાનુશાળીનું ભાજમાંથી રાજીનામું લઈ લીધા બાદ હવે ભાજપના નેતાઓ તેમને પક્ષમાંથી હાંકી કાઢવા તૈયાર નથી. ભાજપના નેતાઓ પણ કોઈક અજાણ્યા ભયના કારણે ભાનુશાળીને છાવરવાનું શરૂ કર્યું છે. ભાનુશાળીને પક્ષમાંથી હાંકી કાઢવા તૈયાર નથી. તેઓ ભાનુશાળીને પક્ષમાં જ રાખવા માંગે છે. પક્ષમાં રાખીને તેમને અગમ્ય કોરણોસર રક્ષણ આપી રહ્યાં છે. જો ભાજપના નેતાઓમાં સહેજ પણ લાજ શરમ હોય તો તુરંત તેમને ભાજપમાંથી હાંકી કાઢવા જોઈએ, એવું પક્ષના કાર્યકરો અને સરકારના અધિકારીઓ માની રહ્યાં છે. નરેન્દ્ર મોદી અને અમિત શાહે કચ્છી આર્કિટેક્ટ યુવતી માનસી સોનીની જાસૂસી કરાવી હતી. શું ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ, ગુજરાત પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી કચ્છ દરેક સેકસ રેકેટમાં કેમ બચાવવા દોડી જાય છે. શું છે આ નેતાઓની અસલીયત? શું છે ભાજપના નેતાઓનું રહસ્ય ?
બે કાટલા કેમ
‘દરમ્યાન ભાનુશાલીને ભાજપના પ્રાથમિક સભ્યપદેથી દૂર કરવાની કાર્યવાહીના મામલે પક્ષ પોલીસના અહેવાલની રાહ જોઇ રહ્યો છે. પક્ષના પ્રદેશ સ્તરના જવાબદારોએ મીડિયા સમક્ષ એવી કેફિયત આપી છે કે પોલીસના અભિપ્રાય બાદ આ વિશે નિર્ણય લેવામાં આવશે. ચકચારી નલિયાકાંડમાં હજુ ગુનો દાખલ થયો ન હતો અને આરોપી તરીકે ‘વિધિવત ઓળખ પણ થઇ ન હોવા છતાં પક્ષે કોઇ અહેવાલની રાહ જોયા વગર ત્રણ-ત્રણ સભ્યની હકાલપટ્ટી કરી નાખી હતી. જયારે આ કિસ્સામાં બદલાયેલું ધોરણ કેમ ? તહોમતદાર એવા જયંતી ભાનુશાળી હજુ સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડીઆના ડાયરેકટર પદે તો ચાલુ જ છે ત્યાં રાજીનામું અપાયું નથી.
કચ્છ ભાજપના નેતાઓ બળાત્કાર કેસમાં કેમ ફસાઈ રહ્યાં છે
નલિયાકાંડ બાદ કચ્છના વધુ એક ભાજપના નેતા જયંતી ભાનુશાળીનું અન્ય એક દુષ્કર્મ કેસમાં નામ આવતા કચ્છ અને રાજયના રાજકારણમાં ભૂકંપ આવ્યો છે. ભાજપના રાજમાં લૂંટફાટ અને બળાત્કારની ઘટનાઓમાં વધારો થયો છે એવા ઓરોપો વિરોધ પક્ષ ભાજપ પર મૂકી રહ્યો છે. ભાજપના શાસનમાં નલિયાકાંડ થયો અને હવે સુરત કાંડ થયો છે. ગુજરાતમાં બહેન- દીકરીઓ અને મહિલાઓ સલામત નથી એવું કોંગ્રેસે જાહેર નિવેદન પણ કર્યું છે. ભાજપના શાસનમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી છે. એવા આરોપો પણ વિરોધ પક્ષ તરફથી થઈ રહ્યાં છે. ત્યારે કચ્છ ભાજપના નેતાઓ અને ભાજપની કાર્યકર યુવતી પર થયેલાં બળાત્કાર કેસ અને સુરતની યુવતી સાથે ભાજપના ઉપપ્રમુખે કરેલો બળાત્કાર વચ્ચે અને વિધાનસભાની ચૂંટણી વચ્ચે શું સંબંધ હોઈ શકે તેની અહીં સુરતના બળાત્કારની સીલસીલા બંધ વિગતો આપી છે. પોલીસ જો સારી રીતે તપાસ કરે તો તેમાં અનેક નેતાઓના નામ બહાર આવે તેમ છે. પણ જે નલિયા બળાત્કાર કેસમાં થયું એવું સુરત બળાત્કાર કેસમાં થાય છે કે કેમ તે સમય કહેશે. પણ પોલીસ પ્રત્યે પહેલેથી જ શંકાની બીજ રોપાઈ ગયા છે.
ખંડણી માંગી
ભાજપના ઉપપ્રમુખ અને કચ્છ અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળીએ ફરિયાદ કરી હતી તે તેમના ભત્રિજા પાસેથી એક મહિલાએ રૂ.10 કરોડની ખંડણી માંગી છે. જયંતીના અમદાવાદમાં રહેતા ભત્રીજા અને વેપારી સુનિલ ભાનુશાળીને અમદાવાદના કચ્છી ભુવનમાં બેભાન કરીને એક મહિલાએ અશ્લિલ વિડિયો ઉતારી લીઘો છે. તે વિડિયો ક્લીપ તેના સમાજમાં ફરતી કરી દેવાની ધમકી આપીને સુનિલ ભાનુશાળી પાસેથી રૂ.10 કરોડ માંગીને બ્લેક મેઈલ કરી રહી હોવાનો આરોપ જયંતી ભાનુશાળીએ મૂક્યો હતો. મહિલાએ એવી ધમકી પણ આપી હતી કે સુનિલે અન્ય મહિલા સાથે દુષ્કર્મ આચર્યું છે તેની પણ ફરિયાદ નોંધાવવામાં આવશે. જયંતી ભાનુશાળીના ભત્રીજાની કઢંગી વિડિયો ક્લિપ ઉતારીને રૂપિયા 25 લાખની ખંડણી ઉઘરાવવાના કેસમાં પોલીસે મુખ્ય મહિલા આરોપી મનીષા ગૌસ્વામીની ધરપકડ કરી હતી. કચ્છ ભાજપના પૂર્વ ધારાસભ્ય અને પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ જયંતી ભાનુશાળી સામે મનિષાએ આપેલા બાંહેધરીપત્રમાં એવું જણાવ્યું હતું કે, જયંતી ભાનુશાળી સાથે 10 વર્ષ પહેલાં ઓળખણ થઈ હતી. જ્યારે ભાનુશાળી સાથે સંબંધો બંધાયા હતા. બન્ને વચ્ચે 6 વર્ષ સંબંધ રહ્યાં હતા. છેલ્લાં 4 વર્ષથી તેમની વચ્ચે મનમેળ રહ્યાં ન હોવાનું પણ કહેવામાં આવ્યું હતું. આ મહિલાને રૂપિયાની જરૂર હોવાથી તેમણે જયંતી પાસેથી રૂપિયા માંગ્યા હતા. ભાનુશાળીએ આંગડિયા મારફતે રૂ.25 લાખ મોકલાવ્યા હતા. તે યુવતિને વધું નાણાંની જરૂર પડતાં રૂ.5 લાખ ફરી માંગ્યા હતા. તે આપીને બન્નેએ સમાધાન કરી લીધું હતું. ભવિષ્યમાં જયંતી ભાનુશાળીને હેરાન નહીં કરે એવી બાહેંધરી આ યુવતીએ આપી હતી. જે અંગે પોલીસ દ્વારા મનીષા નામની મહિલાની ધરપકડ પણ કરી હતી. આ મહિલા દ્વારા સુરત ખાતેથી અન્ય કોઈ છોકરી મારફત આ અરજી કરાવી હોવાનું ભાનુશાળી માને છે. તેમને આ અંગે ખબર પડી હોય તેમ ભાનુશાળીએ એકાએક જાહેરાત કરી હતી કે, ત્રણ મહિના અગાઉ મેં પોલીસ મથકોમાં અરજી કરી હતી કે કોઈ મારા વિરુદ્ધ કોઈ ષડયંત્ર રચાઈ રહ્યું છે જેના કારણે મારી વિરુદ્ધ એક ય બીજા પ્રકારની ફરિયાદો થશે. આ પ્રકરણ ભાજપના નેતાઓને જે રીતે નલિયા કાંડ જેવી સંડોવણી કરતું હતું.
નલિયા બળાત્કાર કાંડ
અત્રે ઉલ્લેખનીય છે કે, કચ્છ જિલ્લાના બહુચર્ચિત એવા નલિયા કાંડમાં પણ જયંતિ ભાનુશાળી સામે પણ છાંટા ઉડ્યા હતા. નલિયા સામુહિક બળાત્કાર કાંડમાં ભાજપની અનેક કાર્યકરો ઉપર બળાત્કાર કરવામાં આવ્યા હોવાનું મોટું કૌભાંડ બહાર આવ્યું હતું. કૌભાંડની તપાસ શંકર ચૌધરીને સોંપવામાં આવી હતી અને તપાસ પર ફીંગલું વાળી દેવાયું હતું. તેમાં ભાજપના અનેક નેતાઓ સંડોવાયેલાં હોવાથી પોલીસ પણ તેમાં કંઈ કરવા તૈયાર નથી. પીડીતા આજે પણ ન્યાય માંગી રહી છે. પણ તે સમગ્ર પ્રકરણમાં ભાજપના અનેક નેતાઓ સંડોવાયેલા હોવાતી તેના પર પડદો પાડી દેવામાં આવ્યો છે. આમ જયંતી ભાનુશાળી સામે એક પછી એક વિવાદો ઉભા થઈ રહ્યા છે. જેના કારણે છેલ્લા બે ત્રણ વર્ષથી તેઓ એક યા બીજા કારણોસર સતત વિવાદમાં ઘેરાયેલા રહ્યા છે. ભાજપની કાર્યકરો ઉપર જ ભાજપના નેતાઓએ બળાત્કાર કર્યા હતા.
21 વર્ષની વિદ્યાર્થિનીએ બળાત્કારની ફરિયાદ કરી
સુરતમાં યોગીચોક વિસ્તારમાં રહેતી ગુજરાતના ભાજપના પુર્વ ધારાસભ્ય અને પક્ષના ઉપપ્રમુખ જયંતી ભાનુશાળી પર એક યુવતીએ બળાત્કારની ફરિયાદ કરી હતી. 12 ધોરણ પાસ કરીને આ યુવતી ફેશન ડિઝાઈનીંગનું ભણવા માંગતી હતી તેથી ફેશન ડિઝાઈનીંગનો અભ્યાસ કરાવતી સંસ્થામાં તે પ્રવેશ લેવા માંગતી હતી. તેથી તેના એક સબંધી ભાનુશાળી પાસે આ યુવતિની લઈ ગયો હતો. 2017માં યુવતીની મુલાકાત જયંતિ ભાનુશાળી સાથે થઇ હતી. તેમણે મને ગમે તે કોલેજમાં પ્રવેશ અપાવી દેવાની વાત કરી હતી. પ્રારંભમાં એક બે વખત મને અમદાવાદ બોલાવી હતી. તેના અભ્યાસને લગતા કાગળો માંગ્યા હતા. તે સમયે તેમણે યુવતી સાથે એક પિતા જેવું વર્તન કર્યું હતું. યુવતીએ અરજીમાં જણાવ્યું છે કે, નવેમ્બર, 2017ની આસપાસ જયંતિ ભાનુશાળીએ મને ફોન કરીને મારા ઓરિજિનલ સર્ટિફિકેટ્સ સાથે અમદાવાદ આવવા કહ્યું હતું. આ સમયે તેમણે ગાંધીનગર જવું પડશે તેવું કહીને તેઓ મને એક કાળા રંગની કારમાં બેસાડીને હાઈવે પર લઈ ગયા હતા. પ્રવેશ આપવાની લાલચ આપીને અમદાવાદના એક ખેતરમાં તેના ઉપર બળાત્કાર ભાનુશાળી દ્વારા કરાયો હતો. આવી ગંભીર ફરિયાદ છતાં સુરત પોલિસે બીજા દિવસે બપોર સુધી કોઇ એફઆઇઆર નોંધી ન હતી. કાપોદ્રામાં રહેતી 21 વર્ષની યુવતીએ પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ અને અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળી પર તેની સાથે દુષ્કર્મ આચર્યું હોવાનો આક્ષેપ કરતી અરજી કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં કરી હતી. કોપાદ્રામાં યોગીચોક વિસ્તારમાં રહેતી 21 વર્ષિય વિદ્યાર્થિનીને 10મી જુલાઈના રોજ કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં જયંતી પરષોત્તમ ભાનુશાળી વિરુદ્ધ અરજી આપી હતી.
બંદૂક અણિયે બળાત્કાર
સુરત શહેરના વરાછા વિસ્તારમાં રહેતી ફેશન ડિઝાઈનિંગનો અભ્યાસ કરતી 21 વર્ષની વિદ્યાર્થીનીએ ધોરણ 12 પાસ કર્યા બાદ ફેશન ડિઝાઇનિંગનો કોર્ષ કરવો હતો. આ દરમિયાન 2017માં યુવતીની મુલાકાત જયંતિ ભાનુશાળી સાથે થઇ હતી. જયંતિ ભાનુશાળીએ અમદાવાદમાં કોલેજમાં પ્રવેશ અપાવવાને બહાને તેને ગાંધીનગર બોલાવી હતી. ગાંધીનગર હાઇ વે ઉપર એક ખેતરમાં લઇ જઈને એક વર્ષ પહેલા યુવતીને તેની મહિન્દ્રા કંપનીની ગાડીમાં જયંતી ભાનુશાળીએ યુવતી સાથે રેપ કર્યો હતો. આ સમયે તેનો ડ્રાઇવર અને એક બંદુક ધારી યુવાન ગાડીની આસપાસ ધ્યાન રાખવા માટે ઊભા રહ્યા હતા. આ સમયે જયંતિ ભાનુશાલી પાસે ચપ્પુ હતું તેમજ તેની સાથે રહેલા લોકો પાસે બંદૂક હોવાથી તે ખૂબ ડરી ગઈ હતી. તે સમયે ભાનુશાળીએ યુવતિને કહ્યું હતું કે તારા જેવી અનેક છોકરીએ એડમિશન લેવા માટે આવે છે, એડમિશન એમ જ થોડું મળી જાય.
વિડિયો ઉતાર્યો
ભાજપના નેતા ભાનુશાળી બળાત્કાર કરી રહ્યાં હતા ત્યારે તેની સાથે આવેલો એક વ્યક્તિ વીડીયો પણ ઉતાર્યો હતો. લાઈવ રેકોર્ડીંગ કરી રહ્યો હતો. જેનું શુટીંગ એક મોબાઈલ ફોનમાં કરવામાં આવી રહ્યું હતું. બળાત્કારની ઘટનાનો લાઈવ વીડીયો ઉતારી લીધા પછી જયંતી ભાનુશાળીએ ભોગ બનેલી યુવતીને ધમકી આપી હતી કે એ જ્યાં બોલાવે ત્યાં નહીં આવે તો આ વીડીયો વાઇરલ કરવામાં આવશે. જયંતિ ભાનુશાળીએ યુવતીને અન્ય સાથે સંબંધો રાખવા પણ મજબુર કરી હતી. ગત એપ્રિલ માસમાં આ યુવતીને ગાંધીનગર બોલાવી હતી. તેની પાસે કોરા કાગળમાં સહી પણ ભાજપના નેતાએ કરાવી લીઘી હતી. બંદૂકની અણીએ બળાત્કાર થતો હતો તેની વિડિયો ક્લીપ પેન ડ્રાઇવમાં નાંખીને આ બળાત્કારની ક્લિપીંગ્સ યુવતીને આપી હતી. હાઇવે પર કારમાં દુષ્કર્મ કર્યુ હતુ. કારમાં કુકર્મનો વીડિયો મોબાઇલમાં ઉતારી લેવાયો હતો અને આ વીડિયો થકી ભાનુશાળી પીડિતાને બ્લેકમેલ કરી હોટલમાં લઇ જઇ શોષણ કર્યુ હોવાનો પણ પીડિતાએ આરોપ મૂક્યો હતો.
યુવતીએ ફરિયાદમાં એમ પણ જણાવ્યું છે કે જયંતિ ભાનુશાળી વગદાર માણસ છે અને તેઓ અન્ય સાથે શારિરીક સંબંધો રાખવા તેમને મજબુર કરે છે. આવું ના કરવાથી ઘરે પોલિસ મોકલે છે અને પરિવારને હેરાન કરે છે.
રાજીનામું માંગી લેવાયું
ભાજપના રાષ્ટ્રીય નેતાની સાથે ભાનુશાળીને સારા સંબંધો હોવાથી તેને પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ બનાવાયા હતા. જો કે યુવતી આ ગંભીર આરોપ પછી જયંતિ ભાનુશાળીએ પોતાને નિર્દોષ ગણાવીને પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીને રાજીનામું મોકલી આપ્યું હતું. ખરેખર તો તેનું રાજીનામું માંગી લેવામાં આવ્યું હતું. કારણ કે દેશના તમામ અખબારો અને ટીવીમાં ભાજપના આ નેતાના કાળા કરતુતોની વિગતો આપવામાં આવી રહી હતી અને તેથી દેશભરમાં ભાજપની છાપ ખરડાઈ રહી હતી. આમેય કચ્છમાં અગાઉ ભાજપના નેતાઓ નલિયા બળાત્કાર કાંડથી સમગ્ર વિશ્વમાં બદનામ થઈ ચૂક્યા હતા. આ વધું એક કચ્છના નેતા બળાત્કાર કેસમાં સંડોવાયેલાં બહાર આવ્યા છે. તેથી ભાજપની બદનામી રોકવા માટે તેમનું રાજીનામું માંગી લેવામાં આવ્યું હતું. કચ્છના અબડાસાના પુર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળીએ ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીને મોકલેલ રાજીનામાં લખ્યું હતું કે તેમની વિરૂધ્ધ કાવતરા ઘડાયું છે. વિરોધીઓ દ્વારા ષડયંત્ર રચાયુ છે. હું જ્યાં સુધી મારી નિર્દોશતા સાબિત ના કરું ત્યાં સુધી, હું કોઇ પદ પર રહું નહીં તેવી મારી લાગણી છે. હું પાર્ટીના હોદ્દા પરથી રાજીનામું આપું છું. આ કેસની તટસ્થ તપાસ થાય તે માટે મે મહત્વના પદ પરથી રાજીનામું આપી દીધું હોવાની પણ રાજકીય દલીલ કરી હતી. તેમણે પોતાના બચાવમાં જાહેર કરી દીધું હતું કે, રાજકારણમાં એકબીજાને પતાવવા માટે આવા કાવતરા થયા છે. તેમણે કોઈનું નામ આપવાનો પણ ઈન્કાર કરી લીધો હતો. તેમણે કોઈના પર આક્ષેપ કરતાં નથી એવું કહ્યું હતું. જયંતી ભાનુશાળીએ લાજ નેવે મૂકીને કહ્યું હતું કે , મે કેટલાક લોકોને જેલમાં નંખાવ્યા તેના કારણે મારા પર આવી ખોટી ફરિયાદો કરવામાં આવી હોઈ શકે છે. જયંતી ભાનુશાળીએ તટસ્થ તપાસ થાય તે માટે રાજીનામું આપ્યું છે.
ગૃહ વિભાગને મેઈ કર્યો
સામાન્ય રીતે જ્યારે નેતાઓ ફસાવાના હોય છે ત્યારે તેમાંથી છટકબારી શોધવા માટે અગાઉથી બહાના શોધી કાઢીને છીંડા ઊભા કરતાં હોય છે. પોતાની પર લાગેલાં આરોપો સામે ભાજપના ઉપાધ્યક્ષ જયંતી ભાનુશાળીએ પોતાના પર કાદવ ઉછાળવામાં આવશે તેવું માનીને બાબતે ત્રણ મહિના અગાઉ ગૃહવિભાગ અને પોલીસને મેલ કરીને માહિતી આપી હતી. તેમણે નફ્ફટ થઈને આવું જાહેર કર્યું હતું કે તેમની સામે માત્ર અરજી થઈ છે, નહીં કે FIR. જયંતી ભાનુશાળીએ વધુમાં જણાવ્યું હતું કે ચારેક માસ પહેલા તેમના ભત્રીજાને બ્લેકમેલ કરાયો હતો. ત્યારે બ્લેકમેલ કરનાર મનિષા નામની છોકરી અને તેની ગેંગ વિરૂદ્ધ નરોડામાં ફરિયાદ કરી હતી. આક્ષેપ કરનાર યુવતી આ ગેંગની હોઈ શકે છે અને બદલો લેવા માટે આવી અરજી કરી હોઇ શકે છે.
પોલીસની શંકાસ્પદ ભૂમિકા
કાપોદ્રા પીઆઈ આર.એલ.દવેએ જાહેર કર્યું હતું કે તેમને નનામી અરજી મળી છે. અરજીમાં યુવતીનું જે સરનામું છે ત્યાં આ યુવતી મળી આવી નથી. માટે હાલ તો આ નનામી અરજી છે. તેના આધારે તપાસ કરાઇ રહી છે, માટે અરજીમાં શું છે તે કહી શકાય નહીં. નનામી અરજી હોવાથી આક્ષેપોની સત્યતા બાબતે કાંઈ કહી શકાય નહીં. પહેલાં તો પોલીસે આવી કોઈ અરજી આવી નથી એવું કહ્યું હતું. પછી સુરત પોલીસ કમિશનર સતીષ શર્માએ જાહેર કરવું પડ્યું હતું કે અરજી મળી છે અરજીની તપાસ કાપોદ્રા પોલીસને સોંપી છે. અરજીમાં થયેલા આક્ષેપોના તપાસ બાદ આગળની આગળની કાર્યવાહી થશે. પોલીસે સુરતની યુવતીની ફરિયાદના આધારે ભાજપના ઉપાધ્યક્ષ જયંતિ ભાનુશાળી સામે આખરે અપહરણ, દુષ્કર્મ, ધમકી, કાવરતું સહિત 14 કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. અરજીના આ કેસમાં પાંચ દિવસ વિતી ગયા છતાં પોલીસ તપાસના નામે મોટું મીંડુ હતું. કોઈ અરજી કે ફરિયાદ ના મળી હોવાની વાત કર્યા પછી સુરતના પોલીસ કમિશન સતિશ શર્મા કહે છે કે, તેમને 10 જુલાઈના રોજ અરજી મળી હતી અને તેને કેસને લગતા પોલીસ સ્ટેશનમાં મોકલવાની કાર્યવાહી કરવામાં આવી છે.
ધમકી મળતા યુવતી ગાયબ થઈ, વિડિયોમાં પોલીસને નિવેદન મોકલાવ્યું
ભોગ બનેલી લાચાર યુવતીની અરજી ઉપર પોલીસ એક સપ્તાહથી કંઈ કરી રહી ન હોવાથી તેણે પોતાના નિવેદનનો એક વીડિયો પોલીસ સુધી પહોંચાડ્યો હતો. જેમાં યુવતીએ શા માટે સામે આવતી ન હતી તે વિશે વાત કરી રહી હતી. તે કહી રહી હતી કે તેને ધમકી મળતાં તે સુરક્ષિત જગ્યાએ જતી રહી હતી. 10 તારીખે યુવતીએ પોલીસને દુષ્કર્મની અરજી આપી હતી. અરજી આપ્યા બાદ યુવતીને ભય લાગતાં તે પોતાનું ઘર છોડીને કુટુંબ સાથે સલામત સ્થળે જતી રહી હતી. પોલીસ માનતી હતી કે તે ગાયબ થઈ હતી. તેથી આ સમગ્ર કેસ ચર્ચાની એરણે ચડ્યો હતો. પોલીસમાં કરવામાં અરજી કાપોદ્રાથી લઈને વરાછા અને આખરે સરથામા પોલીસ સ્ટેશન પહોંચી હતી. ઇન કેમેરા પીડિતાનું નિવેદન લઇ ગુનો નોંધાવાયો હતો. સરથાણા પોલીસ મથકે નોંધાયેલા આ ગુનાની તપાસ ડીસીપી લીના પાટીલ કરશે.જયંતિ ભાનુશાળી વિરૂદ્ધ દુષ્કર્મનો ગુનો દાખલ થયો તે પહેલા યુવતીનો એક વીડિયો વારયલ થયો હતો. વીડિયોમાં યુવતીને ધમકી મળતાં સુરક્ષીત જગ્યાએ જતી રહી હોય તેણે ન્યાયની માગ કરી હતી. વીડિયોમાં યુવતી જણાવે છે કે, કેસ ન કરવા માટે તેને ધમકી મળી રહી છે. તેના પરિવારને પણ જોખમ હોવાથી તેમને પણ ઘર છોડ્યું હતું. સાથે જ પોલીસ અને અમુક લોકો અરજી બાદ સતત તેણીના ઘર પર આવતાં હોવાનું પણ તેણીએ આક્ષેપ કર્યો હતો. અને માત્ર ન્યાયની માંગણી કરતી હોવાનું વીડિયોમાં વધુમાં સાંભળવા મળે છે. પીડિતાનો કોઇ પત્તો નહિ લાગતા વિમાસણમાં મુકાઇ ગયેલી પોલીસે પીડિતાના ઘરે જઇ દરવાજાની બહાર પોલીસમાં નિવેદન નોંધાવવા હાજર થવા અંગેની એક નોટિસ ચોંટાડી હતી.
દબાવવા મારા પર દબાણ, હું હારવાની કે ડરવાની નથી
પીડિતાએ જણાવ્યું હતું કે જયંતી ભાનુશાળી સામેની ફરિયાદ બાદ તે ચોમેરથી ભીંસમાં મુકાઇ હતી. ફરિયાદ દબાવવા માટે અમારા ઘરે ગુંડાઓ, પ્રેસવાળાઓ અને પોલીસવાળા મોકલવામાં આવી રહ્યા છે. ખૂબ પ્રેશર ઊભું કરાઇ રહ્યું છે. પરિવારજનો ડિપ્રેશનમાં આવી ગયા છે. હાલ હું સેફ જગ્યાએ છું. પોલીસ ગુનો નોંધશે એટલે કાર્યવાહી માટે આવીશ. હું હારવાની કે ડરવાની નથી. મને ન્યાય અને માત્ર ન્યાય જ જોઇએ છે.
ફરિયાદ પરત ખેંચી હોવાની અફવા
બાદમાં યુવતીએ ભાનુશાળી સામે કરેલી અરજી પરત ખેંચવા પણ આવી હોવાનું ચર્ચા શરૂ થઈ હતી. પણ આ બધા વળાંક વચ્ચે કોંગ્રેસના કાર્યકરોની સાથે યુવતી પોલીસ કમિશ્નર કચેરી હાજર થઈ હતી. તેને ભય હતો કે ભાજપના નેતા હોવાથી આખી ફરિયાદ રફેદફે કરી નાંખશે અને તેને મારી નાંખશે તેથી તે રાજકીય પક્ષનો સહારો લઈને સુરત ક્રાઈમ બ્રાન્ચમાં પોલીસ સમક્ષ હાજર થઈને નિવેદન નોંધીને ફરીયાદ દાખલ કરી હતી. ભાજપનાં પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળી પર દુષ્કર્મનાં આરોપ મામલે પીડિતાનું નિવેદન નોંધાય તે પહેલાં જ ઘર્ષણનાં દ્રશ્યો સામે આવ્યાં હતા. સુરત પોલીસ કમિશ્નરની કચેરીએ પીડિતા નિવેદન નોંધાવવા માટે પહોંચી હતી ત્યારે પોલીસ કમિશ્નરની કચેરીએ મોટી સંખ્યામાં કોંગ્રેસનાં કાર્યકરો પણ પહોંચ્યાં હતાં. પોલીસે કોંગ્રેસનાં કાર્યકરોને રોકતા ત્યાં ભારે ઘર્ષણ સર્જાયું હતું. આ ઘર્ષણ બાદ પોલીસે 8 કાર્યકરોની અટકાયત પણ કરી હતી. પોતે માનસિક રીતે પરેશાન થઈ ગઈ હોવાથી અરજીની તપાસ અટકાવી દેવી વિગેરે રજૂઆત સાથે ફરતા થયેલા પત્રએ પણ ચક્ચાર મચાવી હતી. પછી તે પત્ર બોગલ રીતે કોઈક દ્વારા જાહેર કરાયો હોવાનું બહાર આવ્યું હતું. આ પત્ર કોણે લખ્યો હતો તે શોધવાની જરૂર પોલીસને આજ સુધી લાગી નથી.
વારંવાર બળાત્કાર થયો, નગ્ન વિડિયો કોલીંગ ભાજપના નેતા કરાવતાં હતા
વીડીયો ઉતાર્યા પછી જયંતિ ભાનુશાળીએ યુવતીને અન્ય સાથે સંબંધો રાખવા પણ મજબુર કરી હતી. 2018ના એપ્રિલ માસમાં આ યુવતીને ગાંધીનગર બોલાવી અને તેની પાસે કોરા કાગળમાં સહી લઇને પેન ડ્રાઇવમાં આ બળાત્કારની ક્લિપીંગ્સ આપી હતી. યુવતીએ ફરિયાદમાં એમ પણ જણાવ્યું છે કે જયંતિ ભાનુશાળી વગદાર માણસ છે અને તેઓ અન્ય સાથે શારિરીક સંબંધો રાખવા તેમને મજબુર કરે છે.આવું ના કરવાથી ઘરે પોલિસ મોકલે છે અને પરિવારને હેરાન કરે છે. નગ્ન કરીને વિડિયો કોલીંગ ભાજપના નેતા કરાવતાં હતા. મોબાઈલમાં વીડિયો બનાવી તેને વાયરલ કરી દેવાની ધમકી આપી યુવતીને નગ્ન હાલતમાં વીડિયો કોલીંગ કરવાની ફરજ પાડી હતી તેમજ અલગ અલગ જગ્યાએ બોલાવી દુષ્કર્મ કર્યું હતું. પોલીસ ફરિયાદ બાદ આજે યુવતીને મેડિકલ પરીક્ષણ માટે સ્મિમેર હોસ્પિટલ ખાતે લાવવામાં આવી હતી. તેમજ તેણે મોબાઈલમાં વીડિયો ઉતાર્યો હતો. ત્યારબાદ જયંતી ભાનુશાળીએ આ વીડિયો વાયરલ કરી દેવાની ધમકી આપી યુવતીને અવાર નવાર નગ્ન હાલતમાં વીડિયો કોલિંગ કરવાની ફરજ પડાવી હતી. તેમજ અલગ અલગ જગ્યાએ બોલાવી બળાત્કાર કર્યો હોવાનો આક્ષેપ પણ ફરિયાદમાં કર્યો છે.
જાનથી મારી નાખવાની ધમકી આપી હતી
યુવતીએ અરજીમાં જણાવ્યું છે કે, માર્ચ-2018માં જયંતિભાઈએ મને ફોન કરીને અમદાવાદ આવવા જણાવ્યું હતું. આ સમયે હું સુરતથી બસમાં બેસીને અમદાવાદ આવી ત્યારે મને તેનો ડ્રાઇવર એરપોર્ટ ખાતે આવેલી એક હોટલમાં લઈ ગયો હતો. આ હોટલમાં આ સમયે તેમણે મારી સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો અને મને બીજા પુરુષ પાસે જવાનું પણ કહ્યું હતું. પરંતુ તે સમયે મેં આ વાત માનવાનો ઇન્કાર કરી દીધો હતો, જેના કારણે તેમણે મને ગાળો ભાંડી હતી અને મને જીવથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.
અરજી પર સહી કરાવી લીધી હતી
યુવતીએ અરજીમાં વધુમાં જણાવ્યું હતું કે, તા. 24-04-2018ના રોજ જયંતિ ભાનુશાળીના માણસો મારા ઘરે આવ્યા હતા. અને તેમના માણસોએ મારી પાસેથી એક અરજી પર બળજબરીથી સહી કરાવી લીધી હતી. આ અરજીમાં લખ્યું હતું કે, હું જયંતિ ભાનુશાળીને ઓળખતી નથી. બાદમાં તેમના માણસો પૈકીના એક વ્યક્તિએ મને એક પેન ડ્રાઇવ આપી હતી, આ પેન ડ્રાઇવમાં રહેલા વીડિઓ જોઈને મને જયંતિ ભાનુશાળીને ફોન કરવાનું કહ્યું હતું. આ પેન ડ્રાઇવમાં મારા અને જયંતિ ભાનુશાળીનો વીડિઓ હતો.
અન્ય પુરુષ સાથે સંબંધ બાંધવા દબાણ
યુવતીએ અરજીમાં જણાવ્યું છે કે, તેઓ પૈસાના જોરે અવાર નવાર મારા ઘરે પોલીસ મોકલીને અમને ધમકાવતા હતા. એટલું જ નહીં, ભાનુશાળી મને અન્ય પુરુષો સાથે સંબંધ બાંધવા માટે પણ દબાણ કરતા હતા. જેના કારણે આ તમામ વાતોથી કંટાળીને છેવટે મારે આ મામલે પોલીસ ફરિયાદ કરવાની ફરજ પડી હતી. હું તેમજ મારો પરિવાર ખૂબ જ માનસિક તણાવમાં છીએ. જો અમને કંઈ થશે તો તેની જવાબદારી જયંતિ ભાનુશાળીની રહેશે
બોગસ આધાર કાર્ડ બનાવાયું
ગુજરાત ભાજપમાં મોટાગજાના નેતા જયંતી ભાનુશાળી સામે યુવતીએ દુષ્કર્મની અરજી તા.10-7-18ના રોજ આપી હતી. જયંતી ભાનુશાળી, તેનો ડ્રાઈવર, બંદુકધારી અને અરજી પાછી ખેંચી લેવા માટે ધમકી આપનાર અજાણ્યા સામે પોલીસે બળાત્કાર, આર્મસ અને આઈટી એક્ટ સહિતની કુલ 14 કલમ મુજબ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. 14 કલમ મુજબ નોંધાયા ગુના નોંધ્યા છે. પરિવારને જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવતી હતી. ધમકી આપનારાઓએ યુવતીના ઘરે આવી તેના ફાટોવાળું આધાર કાર્ડ બનાવી તથા હું કોઈ જયંતી ભાનુશાળીને ઓળખતી નથી. તેવી અરજીમાં તેમના માણસો બળજબરીથી સહી કરાવી ગયા હતા અને પરિવારને ગમે તેમ ફસાવી દેવાની તેમજ જાનથી મારી દેવાની ધમકી આપી હતી.
સ્મિમેરમાં મેડિકલ તપાસ
સરથાણા પોલીસમાં નોંધાયેલી પોલીસ ફરિયાદ બાદ આજે યુવતીને તબીબી પરીક્ષણ માટે સ્મીમેર હોસ્પિટલમાં લઈ આવવામાં આવી હતી. જ્યાં યુવતીની સાથે અન્ય મહિલાને પણ ઓળખ ન થાય તે માટે બુકાની પહેરાવવામાં આવી હતી. મહિલા પોલીસના કાફલા સાથે મહિલાને ગાયનેક વોર્ડમાં પરીક્ષણ અર્થે લઈ જવામાં આવી હતી
છબિલદાસ પટેલ કેમ હાર્યા
ડિસેમ્બર 2017મા ગુજરાત વિધાનસભાની ચૂંટણી થઈ તેમાં અબડાસા બેઠક પરથી ભાજપ ઉમેદવાર છબિલદાસ પટેલની હાર થઈ તેમાં ‘દુશ્મનો કો ઢીંચકિયાંઉ..’ વિડિયો છબીલ પટેલે 2 જાન્યુઆરી, 2018ના રોજ પોસ્ટના કરવાના પગલે ભાજપમાં દબાઈ રહેલો જુથવાદ સામે આવી ગયો હતો. છે. તેમની હાર માટે આ જુથવાદને મુખ્ય કારણ ગણાવાય છે. પટેલના જવાબમાં ભાજપના નરેન્દ્રસિંહ અને અનુપસિંહ નામના બે કાર્યકરો હાથમાં પિસ્તોલ લઈ ઐસે ઢીસુમ ઢીસુમ નહીં હોતા હૈ..જો સાધન મેરે હાથ મેં ઉસી સે ઢીસુમ હોતા હૈ, દુશ્મન ઈસી સે મરતા હૈ..’ વિડિયો મૂક્યો હતો. આ બંને કાર્યકરો ભાજપ પ્રદેશ ઉપપ્રમુખ જયંતિ ભાનુશાળીની નિકટના છે. હોવાથી અંદાજ લગાવી શકાય છે કે પટેલને હરાવવા માટે કેટલી અને કેવી મહેનત કરવામાં આવી હશે તો બીજી તરફ છબીલ પટેલ સામે ભાજપના વિરોધી જુથમાં કેટલુ ખુન્નસ છે તે પણ બહાર આવ્યુ છે. ચૂંટણી પૂર્વે જયંતી ભાનુશાળી અને છબીલ બંને મજબુત દાવેદાર ગણાતા હતા. પરંતુ ભાજપે ભાનુશાળીને પ્રદેશ ઉપાધ્યક્ષ બનાવીને પટેલની ટિકીટ માટેનો રસ્તો સરળ બનાવી દીધો હતો. ભુતકાળમાં પણ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાઈને પેટા ચુંટણી લડનારા છબીલ પટેલ હતા તેમને ખતમ કરવા માટે ભાનુશાળી કાયમ આગળ પડતાં હતા.
2007ની ચૂંટણી અને ભાનુશાળી
2007માં અબડાસામાં તેઓ ચૂંટણી લડ્યા હતા. ત્યારે તેની સંપત્તિ માત્ર રૂ.97.41 લાખ જ હતી. અને બેંકનું દેવું રૂ.1.61 કરોડ હતું. ત્યારે તેની સામે કોઈ ફોજદારી ગુના ન હતા. તેના હાથ પરની રોકડ રકમ રૂ.50 હજાર હતી. બેંકમાં એક પણ રૂપિયાના બાંધી મૂતની થાપણો ન હતી. 25 હજારના શેર હતા. રૂ.89 હજારની વિમાની પોલીસી હતી. ઈનોવા, આન્ડિગો અને એક્ટિવા મળીને રૂ.10 લાખના વાહનો હતો. રૂ.3.25 લાખના ઘરેણા હતા. રૂ.48 લાખની ખેતીની જમીન હતી. રૂ.4.81 લાખની બિનખેતીની જમીન હતી. રૂ.26 લાખનું એક મકાન હતું. રૂ.4 લાખનું એક ઘર હતું.
મને જ આરોપી માની રહ્યાં છે, યુવતી
ભાજપના ઉપપ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય જયન્તી ભાનુશાળી સામે બળાત્કારની ફરિયાદ કરનાર યુવતીએ એક વિડિયો વાઇરલ કર્યો છે. જેમાં તે કહે છે કે, મારા પર બળાત્કાર થઈ ચૂક્યો છે. પણ તે ભૂલી જવા પ્રયાસ કરું છું પણ ફરી હવે માનસિક બળાત્કાર મારા પર થઈ રહ્યો છે. છેલ્લા ત્રણ દિવસથી મને એવું લાગી રહ્યું છે કે હું ફરિયાદીને બદલે આરોપી બની છું. પોલીસ મારી સાથે ખરાબ વર્તન કરી રહી છે. મને રોજ હોસ્પિટલમાં ધક્કા ખવડાવવામાં આવી રહ્યા છે. આ બધી હરકતોથી તેના પર ફરી એકવાર માનસિક બળાત્કાર થઈ રહ્યો છે. યુવતીના નિવેદન બતાવે છે કે ગુજરાતમાં કાયદો વ્યવસ્થા અધિકારીઓના હાથમાં નહિ પણ રાજકારણીઓના ઈશારે થઈ રહ્યું છે. એવું સ્પષ્ટપણે જણાય છે. યુવતીએ પોતાના શબ્દોમાં જાહેર કરેલા વીડિયોમાં કહ્યું છે કે, જયંતીભાઇ ભાનુશાલીએ મને એડમિશન માટે કહ્યું હતું કે મેં તો ઘણી છોને એડમીશન અપાવ્યું છે. તેમણે મને ત્યારે કહ્યું હતું કે તુ તો મારી દીકરી જેવી છે. અને તેમણે મારી સાથે આવું ખરાબ કામ કર્યું છે. મારી પર બળાત્કાર કરીને જયંતિ ભાનુશાળીએ બે વીડિયો ક્લિપ અલગ અલગ સ્થળે ઉતારી હતી જેની. જેની પેન ડ્રાઈવ મોકલીને મને કહેવામાં આવ્યું કે આ વીડિયો ક્લિપ જોઈ લે પછી ફરિયાદ કરવાનું વિચારજે. જયંતિના માણસો મારી પાસે આવ્યા હતા અને હું જયંતિભાઇ ભાનુશાળીને ઓળથી પણ નથી એવા લખાણ પર સહી કરાવી ગયા છે. હું ત્યારે ડિપ્રેશનમાં હતી, એટલે મેં સહી કરી આપી હતી. હું ગભરાયેલી હતી. હવે જ્યારે ફરિયાદ કરી છે ત્યારે મારા પર દબાણ વધી રહ્યું છે. અને મારા પર માનસિક બળાત્કાર થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. મારા ઘરે પોલીસ વારંવાર આવી રહી છે. તેથી અમે એમને વિનંતી કરી હતી કે હવે જ્યારે મારા ઘરે પૂછપરછ કરવા માટે આવો ત્યારે સિવિલ ડ્રેસમાં આવો. પણ પોલીસ ડ્રેસમાં જ પૂછપરછ કરવા આવે છે. જેના કારણે હું બદનામ થઇ રહી છું. હું મારા ઘરે રહી ન શકું એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. સુરતની યુવતી વીડિયોમાં જયંતિની સુરતમાં ફરિયાદ કરનાર યુવતી જેવી જ દેખાતી હતી આ બાબતે ભોગ બનનાર યુવતી કઈ છે કે હું જ તે છું. હું સાચી હતી તેથી મેં હિંમત બતાવી છે. જયંતી ભાનુશાલીએ હવે સામે આવવું જોઈએ. આમ યુવતી પણ ભાનુશાલી ને પડકાર ફેંકી રહી છે. સૌથી મોટી બીના એ છે કે તેમણે ફરિયાદ કર્યા પછી એમની બદનામી થઇ રહી છે નજીકના મિત્રોને એવું પૂછી રહ્યા છે કે જેના કારણે મને સુસાઇડ કરવાનું મન થાય છે મારી જે બદનામી થઇ રહી છે. પોલીસ દ્વારા થઈ ગઈ છે. પોલીસ મારી બદનામી કરી રહ્યા છે. યુવતીએ જણાવ્યું હતું કે, ત્યારે તો મારા પર દુષ્કર્મ થયું હતું પણ અત્યારે મારા પર દુષ્કર્મ થઈ રહ્યું હોવાનું લાગી રહ્યું છે. પરંતુ પોલીસ દ્વારા પણ પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે તેની સામેનો આક્રોશ ઠાલવી રહી છે પોલીસ પર એવો આરોપ મૂક્યો હતો. જોકે પોલીસ એવું કહે છે કે તપાસ માટે અમે એમને બોલાવીએ છીએ. યુવતીના ભાઈનું અને પિતાનું નિવેદન પોલીસે લીધું છે. સુરતના સરથાણા પોલીસ સ્ટેશનમાં આ ગુનાની તપાસ ચાલી રહી છે એટલે એમના ભાઈ અને પિતાના નિવેદન પણ સરથાણા પોલીસ સ્ટેશન દ્વારા લેવામાં આવ્યાં છે. પિડિતાના ઘરનું ત્રણ કલાક સુધી પોલીસે પંચનામું કર્યું હતું.
સુરત પોલીસ અમદાવાદમાં
ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ ઉપાધ્યક્ષ કચ્છના અબડાસાના પૂર્વ ધારાસભ્ય ભાનુશાળી સામે સુરતની 21 વર્ષની ફેશન ડિઝાઈનીંગનો અભ્યાસ કરી રહી છે તેણે વિડિયો જાહેર કર્યો છે તેમાં યુવતી સ્પષ્ટપણે કહે છે કે, ભાનુશાળીએ મને કહ્યું હતું કે તુ તો મારી દીકરી જેવી છે, એડમીશન અપાવી દઈશ. તેના કારણે હું અમદાવાદ ખાતે મારા અભ્યાસના તમામ ડોક્યુમેન્ટ લઈને ગઈ હતી. મારા પર અમદાવાદમાં બળાત્કાર કર્યો હતો. ભાનુશાળીએ બે વિડિયો ક્લિપ ઉતારી હતી. અમદાવાદના વસ્ત્રાપુરમાં આવેલી હોટેલમાં એક વિડિયો ઉતારી હતી. હોટલના સીસીટીવી કેમેરાના ફૂટેજ પોલીસે તાત્કાલિક મેળવવા જોઈએ એવી માંગણી યુવતિએ કરી હતી. જેની તપાસ કરવી જોઈએ એવી માંગણી કરી છે. આ યુવતીનું આઈપીસી 164 હેઠળનું નિવેદન પોલીસે લેવા માંગણી કરી છે. સુરતની પોલીસ અમદાવાદમાં તપાસ માટે આવી છે. યુવતી સાથે જ્યાં કરૂણ ઘટનાઓ બની હતી, ત્યાં તપાસ કરશે. તપાસ માટેના નિવેદનો લેશે અને પૂરાવા પણ મેળવશે. ઉપરાંત હોટેલ ઉમેદમાં જે સીસીટીવી કેમેરા છે, એનું રેકોર્ડિંગ ચેક કરશે અને રેકોર્ડિંગ મેળવશે.
ભાજપના નેતા સામે બીજી એક યુવતી બહાર આવી
આ બધાની વચ્ચે જયંતિ ભાનુશાલી સામે કુકર્મની કથા નો એક બીજો કિસ્સો બહાર આવ્યો છે. નડિયાદની 31 વર્ષની એક વિધવા સાથે પણ જયંતિ ભાનુશાલીના શારીરિક સંબંધો હોવાની વાત યુવતિએ જ જાહેર કરી છે. એ મહિલા એવું સ્વીકારે છે કે જયંતિ મારી આર્થિક જરૂરિયાત પૂરી કરતો હતો એટલે તેની જરૂરિયાત હું પણ પૂરું કરતી હતી. આ અંગે તેણે એક ઓડિયો ક્લિપ જાહેર કરી છે. જેમાં તે મહિલા પોતાની સ્પષ્ટ ઓળખ આપે છે. તે જયંતી ભાનુશાલા સામે ફરિયાદ કરવા માટે પોલીસ પાસે પણ ગઈ હોવાનું કહી રહી છે. પરંતુ નડિયાદ પોલીસે ભાજપના નેતાની સામે ફરિયાદ લેવાનો ઈન્કાર કરીને ગભરાવીને કાઢી મૂકી હતી. જયંતીએ પોતાની સાથે વર્ષો સુધી શારીરિક સંબંધો રાખ્યા હોવાનો પણ આરોપ 32 વર્ષની વિધવા યુવતી મૂકી રહી છે. તે કહે છે કે મારી પાસે પુરતા પુરાવા છે. જેમાં મોબાઈલ ફોન પર જયંતી ભાનુશાળીના આવેલાં મેસેજ તથા તેના મોબાઈલ પરના સ્ક્રીનશોટ છે. ભાનુશાળી સાથે વાત કરતી હતી તેના ફોન કોલ રેકોર્ડિંગ છે. હું પોલીસ પાસે પણ ગઈ હતી, ફરિયાદ નોધાવવા માંગતી હતી, પોલીસે કહ્યું કે આવું કંઇ ન કરાય, માહોલ ખોટો બગડશે. નડિયાદની યુવતીએ એવું કહ્યું હતું કે એક ઇવેન્ટમાં હું જઈને મળી હતી પછી અમારા બંને વચ્ચે પ્રેમ થઈ ગયો હતો એ મારી આર્થિક જરૂરિયાત પૂરી કરતા હતા અને હું એમની સારી જગ્યા પૂરી કરતી હતી મને ફોન કરીને બોલતા ત્યારે હું જતી હતી પણ પછી ધીમે ધીમે મારું શોષણ શરૂ કર્યું હતું અને પૈસા પણ એ આપતા ન હતા અને ઘરમાં તકલીફ પડે તો પણ કામ ન કરવા દે અને પોતાની જરૂરિયાત સંતોષી લેતા હતા
ભાનુશાળીને બચાવતો ભાજપ
ફરી એક વખત ભાજપના નેતા જયંતી ભાનુશાળી સામે આંગળી ચિંધાઈ રહી છે. અગાઉ પણ કચ્છના નલિયા બળાત્કાર કાંડમાં પણ ભાનુશાળી સામે આંગળી ચિંધાઈ હતી. આમ જયંતિ ભાનુશાલી સામે આવા ગંભીર આક્ષેપો થયા હોવા છતાં પણ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એવું કહી રહ્યા છે કે જયંતિ ભાનુશાલી ભાજપમાં જ રહેશે. ભલે એમણે રાજીનામું આપ્યું. પરંતુ એ ભાજપના સભ્ય છે. જ્યાં સુધી એ દોષિત સાબિત થાય ત્યાં સુધી તે ભાજપમાં રહેશે. જો દોષિત સાબિત થશે તો ભાજપમાં નહી હોય. આમ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પણ સીધી રીતે ભાનુશાલીને મદદ કરી રહ્યા હોય એવું સ્પષ્ટ પણે જણાઇ રહ્યું છે. બે યુવતીઓ, એક 21 વર્ષની અને બીજી બત્રીસ વર્ષની યુવતીએ સ્પષ્ટ પણે ભાનુશાલી સામે આરોપો મૂક્યા છે. તો તેમ છતાં પણ ભાજપના ટોચના નેતાઓ ભાનુશાળીને ભાજપના સભ્યપદેથી સસ્પેન્ડ કરવાના બદલે પક્ષની સાથે જ રાખી રહ્યા છે. જે ભારતીય જનતા પાર્ટીના ટોચના નેતાઓની માનસિકતા બતાવી રહી છે. જયંતિ ભાનુશાળીનો ભાંડો ફૂટી ગયો હોવા છતાં પણ ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના નેતાઓ તેમને છાવરી રહ્યા છે. યુવતી પાસે તમામ પુરાવા હોવા છતાં પણ ભાજપનું આવું વલણ સમજી શકાતું નથી. ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ એવું કહ્યું છે કે જયંતિ ભાનુશાળી દોષિત પુરવાર ન થાય ત્યાં સુધી ભાજપમાં જ રહેશે. તેમની સામે પોલીસ ફરિયાદ થઈ છે કોઈ ગુનો લાગુ પડ્યો છે. હાલ તપાસનો વિષય છે. સમગ્ર મામલામાં તપાસના અંતે જે કરવું પડે તે ભાજપ નિર્ણય લેશે. અત્યારે ભાજપમાં ભાનુશાલીની કોઇ જવાબદારી નથી. તેમ કહીને ભાજપ છટકવાનો અને બચાવવાનો પ્રયાસ કરી રહ્યો હોવાનું સ્પષ્ટ થાય છે.
અન્ય એક યુવતીને ભાજપમાં હોદ્દો આપવાની લાલચ પણ આપી
વાપીની યુવતી કેટલાંક વાંધા ઉઠાવતાં તેમને જયંતી ભાનુશાળીએ ભાજપમાં સારો હોદ્દો આપવાની ઓફર આપી હતી. આ યુવતીને રાજકારણમાં આગળ વધવા માટે તે તમામ મદદ કરવા માટે તૈયાર હતો. વાપીમાં રહેતી એક યુવતીએ નખાત્રાણા પોલીસ મથકે 15 એપ્રિલ 2018ના રોજ બળાત્કારની ફરિયાદ નોંધઆવવા અરજી આપી હતી. જેના પર પોલીસે કોઈ જ કાર્યવાહી કરી નથી. આ યુવતિએ જયંતી ભાનુશાળી સામે લેખિતમાં ફરિયાદ કરી હોવા છતાં પોલીસે કોઈ કાર્યવાહી કરી ન હતી. 2008માં ભાજપના આગેવાન જયંતી સાથે આ યુવતીને ઓળખ થઈ હતી. એક વર્ષ પછી જયંતીએ ફોન કરીને યુવતિને કહ્યું હતું કે તે ભાજપમાં તેને સારો હોદ્દો અપાવશે. આમ કહીને એ યુવતિને ભુજ બોલાવી હતી. પોતાના ભુજ સ્થિત પ્રમુખ સ્વામીનગરમાં આવેલાં તેમના મકાનમાં બોલાવી હતી. જ્યાં જયંતી ભાનુશાળીના માણસો દ્વારા ચા નાસ્તામાં ઘેનયુક્ત પ્રવાહી મેળવી અર્ધ બેભાન કરી દીધી હતી. ત્યાર બાદ બે હાથ પલંગ સાથે બાંધીને બળજબરીથી દુષ્કર્મ ગુજાર્યું હતું. યુવતી ભાનમાં આવતાં જ જયંતીને પેટ પર લાત મારી દૂર ફગાવી દીધો હતો. યુવતીની વિડિયો ક્લીપ ઉતારી વેબસાઈટ પર અપલોડ કરવાની ધમકી આપી હતી. તથા યુવતીના પરિવારને મરાવી નાંખવા માટે ધમકી આપી હતી. દરમિયાન એક માસ બાદ ફરીથી ધમકી આપી અમદાવાદ તથા ભુજના ભાગોળે આવેલાં એક રિસોર્ટમાં બોલાવીને અવાર નવાર જયંતી ભાનુશાળીએ બળાત્કાર કર્યો હતો. આ ઘટના ક્રમ 2015 સુધી ચાલ્યો હતો. યુવતીએ આરોપ મૂક્યો છે કે, જયંતી પોતે તેના વેપારીઓ અને રાજકારણીઓ પાસે શારીરિક સંબંધ બાંધવા મજબૂર કરી વેપારીઓ પાસેથી ભાજપનું ફંડ માંગતો હતો. વેપારીઓ સાથે યુવતીના વિડિયો ઉતારતો હતો. આ વિડિયો ક્લીપના સહારે વેપારીઓને બ્લેકમેલ કરી કરોડો રૂપિયા મેળવતો હોવાનું આ યુવતીએ અરજીમાં જણાવ્યું હતું. જોકે આ યુવતી એક કેસમાં જેલમાં છે. તે જેલની બહાર આવે એટલે ફરિયાદ કરશે એવું માનવામાં આવી રહ્યું છે.
જયંતીએ શોદો કર્યો
વાપીની આ યુવતી ફરિયાદ પરત ખેંચી લે તે માટે તથા પોતાની સામે ફરિયાદ ન કરે એ માટે જયંતી ભાનુશાળીએ સમાધાન કરવા માટે તૈયારી કરી હતી. 11 એપ્રિલ 2018માં નરોડા પોલીસમાં જયંતી ભાનુશાળીના ભત્રીજા સુનિલે કરેલી ફરિયાદ પરત ખેંચવા વચન આપ્યું હતું. અને એક કાગળ પર પીડીયાની સહી કરાવી નખત્રાણા પોલીમાં જયંતીએ મોકલી હતી.
પોલીસ કોને શોધીને નિવેદન લઈ રહી છે
જયંતી ભાનુશાળી સાથે ઓળખાણ કરાનરાની એક યુવતી અને સબંધી. વિડિયો ઉતારનાર. ડ્રાઈવર. બંદૂકધારી શખ્સ, બળાત્કાર કરેલી કાર, અમદાવાદ હવાઈ મથક પામેની હોટેલ ઉમેદનો સ્ટાફ, સીસીટીવી ઓપરેટર, યુવતિને ઘરે લખાણ લઈ જનાર વ્યક્તિ, વિડિયો ક્લિપ પહોંચાડનાર વ્યક્તિ, યુવતિનું બોગસ આધાર કાર્ડ તૈયાર કરનાર વ્યક્તિ વગેરે.
‘મહાનગર સુરતથી સત્તાવાર સાધનો પાસેથી મળેલી માહિતી મુજબ અબડાસાના માજી ધારાસભ્ય અને પ્રદેશ ભાજપના માજી ઉપાઘ્યક્ષ જયંતી ભાનુશાલી સામે બળાત્કાર સહિતની વિવિધ 18 કલમો તળે ગુનો દાખલ કરાવનારી નાના વરાછા સુરતની 21 વર્ષીય યુવતીનું પોલીસે ન્યાયાધીશ સમક્ષ સી.આર.પી.સી. 164 મુજબ નિવેદન લેવડાવવાની કાર્યવાહી સંપન્ન કરાવી હતી. આ નિવેદનને કાયદાની ભાષામાં બહુ મજબૂત અને મોટો પુરાવો માનવામાં આવે છે. તપાસનીશ ટુકડીએ સતર્કતા અને ગુપ્તતા સાથે યુવતીને ન્યાયાધીશ પાસે રજૂ કરાવી `ઇનકેમેરા’ આ પ્રક્રિયા પૂર્ણ કરાવી હતી. બીજીબાજુ પીડિતા યુવતી દ્વારા પ્રચાર માધ્યમો સમક્ષ અપાયેલા નિવેદન અને ઇન્ટરવ્યૂમાં એવી ફરિયાદ કરી હતી કે આરોપી સત્તાપક્ષનો વગદાર રાજકારણી હોવાથી પોલીસ તંત્ર તેની સાથે જાણે તે આરોપી હોય તેવું વર્તન અખત્યાર કરે છે. આ નીતિરીતિ કેસને નબળો પાડવા કે રફેદફે કરવા માટે અજમાવાતી હોવાનો આરોપ પણ આ પીડિતાએ મૂકયો હતો.
કોંગ્રેસ પાસે પુરાવા પહોંચ્યા
દરમ્યાન મળતી માહિતી મુજબ નાના વરાછાની આ પીડિતાએ તેની પાસે ઉપલબ્ધ પુરાવા અને આધારો સહિતનું અમુક સાહિત્ય કોંગ્રેસના આગેવાનોને સુપરત કર્યું હતું. આ પુરાવાઓને લઇને કોંગ્રેસ આ દુષ્કર્મકાંડને સમગ્ર રાજ્યમાં ફેલાવી દેવાની સોગઠીઓ ગોઠવી રહી છે. હવે કોંગ્રેસ આ વિગતોના આધારે જો સરકાર કંઈ નહીં કરે અને ભાનુશાળીના પક્ષમાં જ રાખશે તો તેમની સામે આ પુરાવા જાહેર કરે એવી શક્યતા છે.
બીજો એક ગુનો નોંધવો પડશે.
ભાનુશાળી સામે પડતર પડેલી કચ્છના નખત્રાણા પોલીસ અને કચ્છ જિલ્લા પોલીસ અધીક્ષકને અપાયેલી ફરિયાદ-અરજી બાબતે વિધિવત ગુનો દાખલ કરવા માટેના પ્રયાસો તેજ બનાવાયા છે. સંલગ્ન સૂત્રોના જણાવ્યા અનુસાર હાલે જયુડીશીયલ કસ્ટડીમાં રહેલી મૂળ મોટા ધાવડાની મનીષાબેન ગોસ્વામી દ્વારા જેલરને અપાયેલી અરજી મંજૂર થઇ ચૂકી છે. આવતીકાલે સોમવારે આ મહિલાના વકીલ આ માટે રાજ્યની હાઇકોર્ટના દ્વાર ખખડાવશે. એપ્રિલ મહિનામાં થયેલી આ અરજીમાં પણ દુષ્કર્મ અને જાતીય સતામણી તથા બ્લેકમેઇલિંગ સહિતના આરોપ મુકાયા હતા. અલબત બાદમાં પોલીસ સમક્ષ મનીષાબેનનું એક સોગંદનામું રજૂ કરીને આ અરજી વિશેની આગળની કાર્યવાહી થંભાવી દેવાઇ હતી. હવે આ જ ગંભીર આરોપોવાળો મામલો પુન: સળવળીને સામે આવતાં આગામી બે-ચાર દિવસમાં ગુનો નોંધાવાની સંભાવના જોવાઇ રહી છે. ‘બે દિવસ પહેલા વાયરલ થયેલી અને ધીરેધીરે કચ્છથી મુંબઇ સુધી ફેલાઇ રહેલી મુળ પોરબંદરની અને હાલે નડિયાદ રહેતી 32 વર્ષની વયની વિધવા યુવતિની વાતચીતવાળી કલીપએ એ બાબતની સાબિતી આપી છે કે રાજકીય પ્રતિનિધિએ સોશ્યલ મિડિયા દ્વારા છોડેલી ગોળી હવે સાત મહિને હરિફને લાગી છે. ‘અત્રે ઉલ્લેખનીય છે કે રાજકીય લડાઇમાં અનેક જણે પોતાના રોટલા બેશક શેકી લીધા છે તો અનેક સબંધિતોએ વહેતી ગંગામાં હાથ પણ ધોઇ લીધા છે. આગળ જતા હજુ આવી અનેક પ્રતિભાઓ પાધરી થાય તેમ હોવાની શકયતાઓ પણ દેખાઇ રહી છે.
જામીન મેળવવા પ્રયાસ
ફોજદારી ગુનો દાખલ થયા બાદ આરોપી જયંતી ભાનુશાળી કે જે રાજકીય ‘આગેવાન છે તેના માટે આગોતરા જામીન મેળવવા સલાહ લેવામાં આવી રહી છે. તો ભાજપના આ આગેવાન ચોકકસ વ્યકિતઓ સિવાય કોઇને રૂબરૂ કે ફોન ઉપર ઉપલબ્ધ થતા નથી. ફરિયાદ દાખલ થયા બાદ તેઓ દિલ્હી પણ જઈ આવ્યા હતા. કચ્છના કેટલાંક સમર્થકો સુરત અને નરોડા પહેંચી ચૂકયા હોવાની વિગતો પણ બહાર આવી રહી છે.
ભાજપના મુંબઈ સ્થિત નેતા મદદ કરે છે
મૂળ કચ્છના અને હાલ મુંબઈમાં રહેતાં વિધાનસભાની ચૂંટણી હારી ચૂકેલાં કોંગ્રેસમાંથી આયાત કરેલાં એક નેતાને ખરાબ રીતે ભાનુશાળીએ હરાવ્યા હતા અને એક વિડિયો તેના ટેકેદારો મારફતે જાહેર કર્યો હતો. વર્ષ 2014ની વિધાનસભાની ચૂંટણી બાદ અબડાસાથી શરૂ થયેલી બે રાજકીય માથાની લડાઇ અને ચૂંટણીની હાર વિશે અન્ય એક રાજકીય માથાએ મોવડી મંડળને લખેલા ધગધગતા પત્રએ આગને હવા દેવાનું કામ કર્યા બાદ અંદરોઅંદરનો આ રાજકીય ધુંધવાટ તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી સમયે ઉછાળો મારી બહાર આવ્યો હતો. અને છેલ્લે ડિસેમ્બર-2017ની વિધાનસભા ચૂંટણીમાં 2014નું પુનરાવર્તન થયા પછી બન્ને પક્ષે જાણે મ્યાનમાંથી તલવાર રીતસરની ખેંચી લીધી હતી. જેનું પરિણામ હવે ચર્ચાસ્પદ તથા પક્ષની પ્રતિષ્ઠાને દાવ ઉપર લગાડનારા દૂષ્કર્મકાંડ સુધી પંહોચ્યું હોવાનું રાજકીય પંડિતો જણાવી રહયા છે.
તમામ તસવીરો mla jayantibhanusali. facebook