કચ્છમાં ટ્રક,રિક્ષા અને બાઇક વચ્ચેના  અકસ્માતમાં 12 લોકના કમકમાટીભર્યા મોત

કચ્છ – કચ્છમા ટ્રક, બાઈક અને છકડા વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં દસ  લોકોના મોત થયા છે. તેમજ અન્ય છ  લોકો ઘાયલ થયા છે. અને તમામ ઘાયલોનને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ,કચ્છના માનકુવા અને સામત્રા વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. ટ્રક, બાઈક અને છકડા વચ્ચે અકસ્માત થયો હતો. બંને ગાડીઓ વચ્ચેની ટક્કર  એટલી જોરદાર હતી કે, છકડાનો કચ્ચરધાણ નીકળી ગયો હતો. આ અકસ્માતમાં દસ લોકોના કમકમાટીભર્યા  મોત થયા છે. મૃતકોમાં ત્રણ મહિલાઓ, ત્રણ બાળકો અને ચાર પુરૂષોનો સમાવેશ થાય છે. ઇજાગ્રસ્તોમાંથી બે લોકોની સ્થિતિ ખુબ જ ગંભીર બતાવવામાં આવી રહી છે. અકસ્માત થયો તે સમયે છકડામાં 13 મુસાફરોઅને  બાઈક પર 3 મુસાફરો સવાર હતા. તો ઘાયલોને તાત્કાલિક સારવાર પહોંચાડવામાં આવી હતી. આ અકસ્માત નજરે જોનારાઓમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી, તો ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા.મૃતકો માતાના મઢે દર્શન કરીને પરત ફરી રહ્યાં હતાં ત્યારે આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. તમામ મૃતકો રોજીરોટી મેળવવા મધ્યપ્રદેશથી અંજારના રતલામ પાસે રહેતો પરિવાર કચ્છના દેશ દેવી માતા આશાપુરાના દર્શને જઈને પરત ફરતો હતો ત્યારે કાળમુખા ટ્રકે તેમની રીક્ષાને અડફેટે લીધી હતી. તેની સાથે અન્ય એક બાઈક પણ આવી ગયું હતું. જેમાં 10 લોકોએ લોકોએ જીવ ગુમાવ્યો હતો.
અકસ્માતમાં ભોગ બનનારા લોકોનાં નામ 
ભૂમિ રાધેશ્યામ
બબુડી ઇશ્વરલાલ રણછોડ લાલ
ખુશી ઇશ્વરલાલ રણછોડ
રોહિત પપુ રતનજી
માધુ લાલુ ચમાર

મુકેશ રણછોડ
પપ્પુ રતનલાલ
રાધેશ્યામ શંકરલાલ
રિના રતનલાલ
વસુંધરા રણછોડ
અકસ્માતને પગલે વાહનોની લાઈનો લાગી હતી. ઘટનાની જાણ થતાં માનકુવાના લોકો ઘટના સ્થળે દોડી ગયા હતા અને ઈજાગ્રસ્તોને બહાર કાઢ્યા હતા. અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામ થતા વાહનચાલકો ધીમી ગતિએ વાહન આગળ વધારવું પડ્યું હતું.