કચ્છમાં દાડમના ફુલ ખરી જતાં 60 ટકા પાક ઘટી જશે

કચ્છમાં દાડમની ખેતી સમગ્ર ગુજરાતમાં સૌથી વધારે થાય છે પરંતુ આ વર્ષે દાડમના છોડ પર દાડમના વૃક્ષો ઉપર બેઠેલા ફુલો ખરી પડતા 60 ટકા જેટલો પાક ઘટી જશે સામાન્ય રીતે એક વૃક્ષ 40 થી 60 આવતા હોય છે પરંતુ તેના બદલે માત્ર 12 થી 15 અત્યારે લાગેલા છે ફુલ કેમ કરી રહ્યા છે એ અંગે હજુ કશી જ જાણકારી મળી નથી પરંતુ એક એવું અનુમાન છે કે જે થઈ રહ્યું છે તે પણ ભોગ બની રહ્યું છે અને અત્યાર સુધી ખેતી થતી હતી કે હવે આવતા વર્ષે ઘટાડો થાય એવી પણ શક્યતા છે અત્યારે દસ હજાર જેટલા વાવેતર થાય છે જેને પણ ભૂખ લાગી જતાં પણ મોટી નુકસાની આવે છે અને દારૂ જોઈએ એના બદલે ખેડૂતોને ઉત્પાદન મળી રહ્યું છે જેથી ખેડૂતોને મોટો ફટકો પડી રહ્યો છે ખાસ કરીને ત્યારે ખેડૂતોને મળતું નથી અને બીજા પાકોમાં પણ મળતું નથી ખેડૂતો બાગાયતી પાકો એમને કોઈ સહાય કરવામાં આવતી નથી જે ગંભીર બાબત છે

120 રૂપિયા એક કિલો દાડમનો ખેડૂતોને ભાવ મળે છે રૂ.15

દાડમની ખેતી ગયા વર્ષ સુધી નફાકારક હતી. આ વર્ષે દાડમના ભાવ હવે તૂટી રહ્યાં છે. બજારમાં છુટક રૂ.120 સુધી દાડમ મળે છે પણ ગુજરાતમાં જ્યાં સૌથી વધું દાડમ પાકે છે તે 23 ઓગસ્ટ 2018માં કચ્છમાં દાડમમા ભાવ એક કિલોના રૂ.15 થઈ ગયા હતા. ગુજરાતમાં પણ આવી જ સ્થિતી છે. 24,000 હેક્ટરમાં વાવેતર થયું હતું. જેમાં 3.50 થી 3.45 લાખ મેટ્રિક ટન ઉત્પાદન થતું હોય છે.

કચ્છ એક એવો જિલ્લો છે કે જ્યાં રાજ્યનું સૌથી વધું દાડમનું વાવેતર અને ઉત્પાદન થાય છે. આ વર્ષે 8,023 હેક્ટર વાવેતરનો અંદાજ છે અને ઉત્પાદન 1.25થી 1.30 લાખ મેટ્રિક ટન થવાનો અંદાજ છે. બીજા નંબર પર બનાસકાંઠા જિલ્લો આવે છે. જ્યાં 6,800 હેક્ટરના વાવેતરનો અંદાજ છે અને ઉત્પાદન 1.08થી 1.12 લાખ ટન જેવું થવાની ધારણા છે. આ બન્ને જિલ્લાની સામે કોઈ ટકી શકે તેમ નથી. મોટા ભાગના જિલ્લાઓમાં 500 હેક્ટર વાવેતર જોવા મળે છે.

કચ્છમાં 2014-15માં 3337 હેક્ટર વિસ્તારમાં 46,718 મેટ્રિક ટન દાડમનું ઉત્પાદન થયું હતું, જે 2012-13 કરતાં ડબલ છે. કચ્છના ખેડૂતો અત્યાર સુધી કહેતા આવ્યા છે કે, જમીન નહીં દાડમ વેચો, પણ આવા જ ભાવ મળશે તો જમીન પણ વેચવી પડશે.

સારા ખેડૂતો એકરે રૂા.15,77,950ના દાડમ પકાવે છે. જતિન ધનજી સોરઠીયાએ દાબડા વિસ્તારમાં 100 એકર જમીનમાં ચાર પાંચ વર્ષ પૂર્વ અમદાવાદથી 23 હજાર દાડમના રોપા મેળવી દાડમની ખેતી શરૂ કરી હતી. ઓછી માવજત અને ઓછા ખર્ચે વધુ આવક મેળવી આપતા દાડમની ખેતીમાં ગયા વર્ષે તેઓએ 70થી 80 ટન દાડમનું ઉત્પાદન મેળવ્યું હતું.

રાજ્યમાં બાગાયત પાકનો વિસ્તાર 4.20 લાખ હેક્ટર છે. જેમાંથી કચ્છમાં 45 હજાર હેક્ટરમાં બાગાયત પાકોની ખેતી થઈ રહી છે. વર્ષે 8 લાખ ટન ફળનું ઉત્પાદન પણ કચ્છ મેળવી રહ્યું છે. રાજ્યની સરખામણીમાં કચ્છમાં 10 ટકા ઉત્પાદન ખારેક, કેરી અને દાડમ બાદ હવે પપૈયાએ પણ મોખરાનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. 3200 હેક્ટરના વાવેતરમાં 2.70 લાખ ટન પપૈયાની થઈ ઉપજ થઈ હતી.

એ પ્લસ કવોલિટીના દાડમની નીકાસ રશિયા, દુબઈ, સાઉદી અરેબીયા, ઓસ્ટ્રેલિયા સહીતના દેશોમાં થઈ હતી. દેશમાં કેવી હાલત છે

દેશમાં દાડમના કુલ ઉત્પાદનમાં મહારાષ્ટ્રમાં 1,75,000 હેક્ટરમાં વાવેતર સાથે 90 ટકા હિસ્સો રહ્યો છે. ગુજરાત સહિત બીજા 30,000થી 40,000 હેક્ટરમાં વાવેતર થાય છે. દેશના રાજ્યો દાડમની ખેતી તરફ વળતાં આ સિઝનમાં તેનું વાવેતર બે લાખ હેક્ટર સુધી કદકો મારી ગયું છે. 15-17 લાખ ટન ઉત્પાદનની સામે આ વર્ષે 22થી 25 લાખ ટનના બમ્પર પાક થવાથી ભાવ ઘટીને પ્રતિ કિલોએ 60-70 થયા હતા. હવે તે સાવ તળિયે ગયા છે. ગયા વર્ષે તો ખેડૂતોને કિલો દીઠ રૂા. 150-200નો ભાવ મળતાં હતા.

ભારતીય ખેડૂતોને નિકાસનો વિકલ્પ મળ્યો, યુરોપની બજારમાં સ્પેનથી આવતાં દાડમ વધું છે. સ્પેનના દાડમ કદમાં મોટા તથા સસ્તાં હોય છે. દાડમની નિકાસ ડિસેમ્બરથી શરૂ થઇને મધ્ય માર્ચ સુધી થતી હોય છે. જોકે 2016-17માં 51,000 ટન દાડમની યુરોપ સહિત વિદેશની બજારમાં નિકાસ થઇ હતી, જે સામાન્ય રીતે 20,000 ટનની નિકાસ કરાય છે.