કચ્છ ભાજપમાં સેક્સ બોંબ ફેંકીને કોણ યુદ્ધ ખેલી રહ્યું છે  ?

કચ્છમાં સેક્સ યુદ્ધ ફાટી નિકળ્યું છે. ભાજપના બે નેતાઓ એક બીજા પર સેક્સ બોંમ ફેંકી રહ્યાં છે. ભાજપના નેતા છબીલ પટેલે પહેલાં ભાજપના નેતા જંયતિ ભાનુશાળી પર આ હથિયાર અજમાવ્યું હતું. જેમાં તેમને સફળતા મળી હતી. જ્યારે હવે સેક્સ બોંબનું હથિયાર છબીલ પટેલ સામે તેમની સામેના દુશ્મન જૂથ દ્વારા અજમાવવામાં આવી રહ્યું છે. છબીલ પટેલ સામે દિલ્હીમાં એક મહિલાએ દુષ્કર્મની ફરિયાદ કર્યા બાદ તેની ધરપકડ પોલીસે ન કરતાં ભાજપના એક જૂથે છબીલ પટેલના અમદાવાદના નિવાસ સ્થાને વિધવા મહિલાને મોકલીને દેખાવો કરવાની રાજકીય ચાલ ચાલી હોવાનું ભાજપના ગાંધીનગર ખાતેના સૂત્રો કહી રહ્યાં છે. આ અગાઉ પણ કચ્છમાં બે વખત સેક્સ બોંબ ફૂટ્યા હતા જેમાં ભાજપના પ્રદેશ કક્ષા સુધીના અનેક નેતાઓ દાઝી ગયા હતા. આમ કચ્છમાં પાંચ સેક્સ રેકેટ કે બોંબ ફેંકાયા છતાં પ્રદેશ ભાજપ તરફથી કોઈ જૂથને શાંત રહેવા કે પગલાં ભરવા માટે કોઈ કાર્યવાહી આજ સુધી કરી નથી. તેમને પક્ષમાંથી હાંકી કાઢવાના બદલે સેક્સ બોંબ ફેંકનારા અનેક નેતાઓને સાચવી લેવામાં આવી રહ્યા છે.

પક્ષની આબરૂના ધજાગરા

કચ્છ ભાજપના નેતાઓ પાંચ સેક્સ રેકેટમાં પકડાયા હોવા છતાં કચ્છ ભાજપે કોઈની સામે પગલાં ભર્યા નથી એ તો ઠીક પણ પ્રદેશ ભાજપના નેતાઓએ પણ આ સેક્સ યુદ્ધમાં કોઈની સામે આજ સુધી આકરાં પગલાં ભર્યા નથી તેથી કચ્છના સંનિષ્ઠ કાર્યકરો હવે પ્રદેશના નેતાઓની નીયત સામે આંગળી ચીંધી રહ્યાં છે. પાંચ સેક્સ કાંડ થયાં હોવા છતાં કોઈ પગલાં ન ભરાતાં ભાજપની રહીસહી આબરૂનું ધોવાણ થઈ ગયું છે. સેક્સ લડાઈનો અંત આવે એવું પક્ષના કાર્યકરો ઈચ્છી રહ્યાં છે. હવે ભાજપમાં અવિશ્વાસનું વાતાવરણ છે. કોણ ભુંડી ભૂમિકા ભજવી રહ્યું છે તે જાહેર કરાતું નથી.

અબડાસાના પૂર્વ ધારાસભ્ય અને ભાજપના પૂર્વ ઉપપ્રમુખ જયંતી ભાનુશાળી સામે બળાત્કારની ફરિયાદ નોંધવામાં આવી હતી જે પછી સમાધાનમાં પરીણમી ત્યારે ભાનુશાળી અને છબીલ પટેલ વચ્ચે સમાધાન થઈ ગયું હોવાનું માનવામાં આવતું હતું. પણ દિલ્હીમાં છબીલ પટેલ સામે એક મહિલાએ બઙાત્કારની ફરિયાદ નોંધાવી અને ત્યાર બાદ અમદાવાદમાં તેમના નિવાસ સ્થાન સામે વિધવા મહિલાઓને દેખાવો કરવા માટે ભાજપના જ જેમની દુશ્મન જૂથ દ્વારા મોકલવામાં આવતાં સમાધાન થયું તે તો ભારેલા અગ્નિ જેવો સાબિત થયો છે. આગ હજુ નિકળી રહી છે. ભાજપના આ બે જૂથો ગુજરાતના રાજકારણમાં આટલી હલકી કક્ષાએ કોઈ ગયું ન હોય એવું સેક્સ યુદ્ધ ખેલી રહ્યાં છે. છતાં ભાજપની ટોચની નેતાગીરી મૌન છે.