આમ તો કહેવાય છે કે આસ્થા હોય ત્યાં પુરાવાની જરૂર નથી. તેમ છતાં સંતો મહંતો દેવોની આરાધના હઠ યોગથી કરી જાણે છે. ત્યારે મહેસાણાના કડી તાલુકાના નાના ખોબા જેવડા બાવલું ગામમાં એક યોગીએ હઠયોગ કર્યો છે. અને તે યોગમાં તેઓ પોતાની જિંદગીના 12 વર્ષ અને 9 મહિના 21 દિવસ સુધી સતત ઊભા રહ્યા છે. આ બાપુને તેમના ભક્તો ખડેશ્વરી બાપુ તરીકે ઓળખે છે. આજે આ બાપુ હઠ મૂકીને બેસવના છે જે અવસરને આખા ગામે વધાવી લીધો છે.
આ સંત છે હઠીલા. તેમણે લીધી છે એક હઠ. હઠ એવી કે લોકો આજે પણ તેમને કહે છે હઠયોગી આ સંતને તેમના ભક્તો ખડેશ્વર બાબા તરીકે ઓળખે છે. આમ તો આખા વિશ્વમાં બાળ હઠ, સ્ત્રી હઠ, અને સાધુ હઠનો કોઈ વિકલ્પ નથી. ખડેશ્વર બાબા તરીકે જાણીતા આ સંત પણ એવા જ હઠીલા સંત તરીકે જાણીતા છે. જી હા આ સંત છેલ્લા 12 વર્ષથી બેઠા નથી કડી તાલુકાના બાવલું ગામમાં વસતા આ સંતે 12 વર્ષ પહેલા એક ટેક લીધી હતી. અને આ ટેક આ સંતે 12 વર્ષ સુધી ન છોડી. આજે 12 વર્ષે આ સાધુ પોતાની નહીં બેસવાની ટેક છોડવા જઈ રહ્યા છે. અને ગામલોકો માટે પણ આ પ્રસંગ રૂડો અવસર બની ગયો છે.
જીવનભર અથવા પછી એક નિશ્ચિત સમય સુધી સળંગ ઊભા રહેવાનો જેણે સંકલ્પ કર્યો છે, તેવા આ સાધુને આજે આસપાસના તમામ ગામના લોકો ખડેશ્વરીનાં હુલામણા નામથી ઓળખે છે. ખડેશ્વરી થવાનો સંકલ્પ ખુબ મુશ્કેલ હઠ સાધનાને અતિ કઠિન સાધના માનવામાં આવે છે. ત્યારે આ સંતે વિશ્વ કલ્યાણ અર્થે 12 વર્ષ અને 9 મહિના 21 દિવસથી સળંગ એક પગ પર ઊભા રહેલા આ ખડેશ્વરી બાબા પણ એમાંના એક છે. ખડેશ્વરી બાબા છેલ્લા 12 વર્ષથી પોતાની દિનચર્યા ઊભા રહી ને જ કરી છે અને તેઓ 12 વર્ષથી કદાપિ બેઠા નથી અને ઊંઘ્યા છે તો પણ ઊભા ઊભા અને ખડેશ્વરી બાબાનો સંકલ્પ આજે ભક્તો દ્વારા કહેવાથી છોડી રહ્યા છે.
આ સંકલ્પને ખડેશ્વરી બાબા 12 વર્ષથી નિભાવી રહ્યા હતા અને 24 કલાક તે માત્ર એક હીંચકા જેવા સ્ટેન્ડનો સહારો લઈને ઊભા જ રહ્યા છે. અહીં ઊભા રહીને જ તે ઈશ્વરની આરાધના કરી છે. ઊભા રહીને જ તે ફળાહાર પણ લે છે અને ઊભા રહીને જ ઊંઘ પણ પૂરી કરી લે છે. એટલું જ નહી પોતાનું નિત્યક્રમ પણ તે ઊભા રહીને જ કરી લે છે. હઠયોગી રૂપગિરીજી મહારાજ સંન્યાસીઓના અખાડા સાથે જોડાયેલા છે.
ધર્મગ્રંથો અનુસાર, જીવનભર અથવા પછી એક નિશ્ચિત સમય સુધી સળંગ ઊભા રહેવાનો સંકલ્પ કરનારા સાધુઓને ખડેશ્વરી કહેવામાં આવે છે. ખડેશ્વરી થવાનો સંકલ્પ ખુબ મુશ્કેલ સાધના માનવામાં આવે છે. હવે મહંત ખડેશ્વરી લોકો ભક્તોના કહેવાથી આજે 10.39 વાગ્યે સ્થાન ગ્રહણ કરશે અને આ ગુરૂ ગાદી ફરીવાર નવા વાઈબ્રેશન આપી જાણીને ભક્તોના દુઃખ જાણશે તેમ કહીએ તો નવાઈ નહિં.
ગુજરાતી
English



