વિજયનગર, તા.04
વિજયનગર તાલુકાના કણાદર ગામના 48 વર્ષિય મનોજભાઈ વાલજીભાઈ ડામોર બુધવારે નદીમાં ઢોર ચરાવવા ગયા હતા. જ્યાંથી સાંજે હાથમતી નદીમાં ઉતરીને ઘરે પરત આવતા હતા. જ્યાં નદીના ઊંડા પાણીમાંથી નીકળતા હતા ત્યારે અચાનક જ પાણીનો પ્રવાહ વધી જતા તેઓ નદીમાં તણાઈ ગયા હતા. ગામ લોકોને આ સમાચાર ગુરુવારે સવારે મળતાં ગામલોકોએ મનોજભાઈની લાશને નદીમાં શોધખોળ કરતા સવારે 7વાગ્યે લાશ મળી આવતા લાશ નું પોસ્ટમોર્ટમ કરી પરિવારજનોને સોંપવામાં આવી હતી.