ગાંધીનગર, 27 જાન્યુઆરી 2020
ગુજરાતના રામ કથાકાર મોરારી દાસ હરિયાણવીને 60 વર્ષ પછી બુદ્ધિ નાઠી હોય તેમ ધર્મ અને કાયદા વિરુદ્ધ હમણાં વર્તન કરી રહ્યાં છે. તેમણે અમિત શાહને સરદાર પટેલ તરીકે ગણાવી દીધા ત્યારે તેઓ એ ભૂલી ગયા હતા કે, અમિત શાહને ગુજરાતમાંથી અદાલતે તડિપાર કર્યા હતા. અમિત શાહ પોતે એક વિવાદાસ્પદ વ્યક્તિ છે. ધાર્મિક નેતાની બીજી મોટી ભૂલ એ છે કે, સરદાર પટેલે દેશમાંથી રાજા શાહી ખતમ કરી હતી. સૌરાષ્ટ્રના 222 રાજાઓને ખતમ કર્યા અને બાબા આંબેડરને બંધારણમાં રાજા શાહીના બદલે લોકશાહી લાવી દીધી છતાં સૌરાષ્ટ્રમાં રાજતિલક કરવામાં આવી રહ્યું છે તેમાં તેઓ હાજર રહ્યાં હતા. રાજકોટના વીરપુરમાં રામકથાની વ્યાસ પીઠ પરથી તેઓ બોલી રહ્યાં હતા અને રાજતિલક માટે મોરારી બાપુ રાજકોટ રાજવી પેલેસમાં ગયા હતા.
મોરારી દાસના આ વર્તન સામે ગુજરાભરના લોકો આંચકો અનુભવી રહ્યાં છે. મોરારિએ નિવેદનમાં જણાવ્યું હતું કે, અમિત શાહ સંસદમાં જે રીતે બોલે છે, તે પ્રમાણે મને સરદાર પટેલ જેવું લાગે છે. મને એવું લાગે છે કે, અમિત શાહ સરદાર પટેલના રસ્તે ચાલી રહ્યા છે. દેશનું હિત થઇ રહ્યું છે. ગમે તે થાય રાષ્ટ્રનું હિત થવું જોઇએ. તે મને ક્યારેક ફોન પણ કરે છે. રાજવીઓ આજે પણ અમને યાદ કરે છે. લોકોમાં દાદા મનોહરસિંહ જાડેજાનું અલગ જ સ્થાન હતું. રાજાશાહી નથી રહી પરંતુ ખાનદાની નથી ગઇ.
""કથા ની રામાયણ""
'રાવણ' પણ શીવભક્ત, શૂરવીર અને ખૂબ
વિદ્વાન હતો, પરંતુ એના કાળા કરતૂતો થી
"કલંકિત રાજ" ને મુક્તિ અપાવવા માટે જ
રામાયણ રચાઈ હતી..,'રાવણ'ના પાત્રને નમ્ર પણે ન્યાય આપવાના
પ્રયાસમા ક્યાંક 'વાનર' અને 'ખિસકોલી'ના
યોગદાનની ઉપેક્ષા ન થાય ઈ 'રામ રાજ્ય'.!જય સીયારામ.
— Paresh Dhanani (@paresh_dhanani) January 26, 2020
પરેશ ધાનાણીનાં પ્રહાર
વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ મોરારિબાપુને આડકતરો જવાબ આપ્યો છે.
ધાનાણીએ ટ્વિટમાં લખ્યું કે, રાવણ પણ શીવભક્ત, શૂરવીર અને વિદ્ધાન હતો. રાવણની કરતૂતોથી મુક્તિ માટે જ રામાયણ રચાઇ હતી. રાવણના પાત્રને નમ્ર પણે ન્યાયનો પ્રયાસ. ન્યાયના પ્રયાસમાં વાનર-ખિસકોલીની ઉપેક્ષા ન થાય. વાનર-ખિસકોલીની ઉપેક્ષા ન થાય એ જ રામરાજ્ય.
ભાજપે પણ કેટલાંક ટ્વીટ કર્યા હતા.