કપાસની ખેતી ગુજરાતની મંદી દૂર કરશે

નોટબંધી, ટ્રક હડતાલ, જીએસટી અને બીજા કેટલાંક ખોટા નિર્ણયોને લઈને ગુજરાતમાં મંદી શરૂ થઈ છે. તેમાંથી બહાર આવવા માટે હાલ તો રૂપાણી સરકાર પાસે કોઈ આયોજન દેખાતું નથી. પણ તેમના ભવિષ્યનો આધાર હવે માત્ર કપાસ પકવતાં ખેડૂતો છે. કપાસ પકવતાં ખેડૂતો ગુજરાતને આર્થિક મંદીમાંથી બહાર લાવી શકે તેમ છે. ગયા વર્ષે કપાસના 20 કિલોના ભાવ 850થી વધીને માલ વેપારીઓ પાસે આવ્યો ત્યારે તે રૂ.1150 સુધી પહોંચ્યા હતા. જેના કારણે શ્રીમંત ખેડૂતો અને વેપારીઓ પાસે સારા એવા નાણાં આવ્યા હતા. પરંતુ આ વખતે વિદેશથી ગુજરાતનાં સારા એવા નાણાં આવી શકે તેમ છે. કારણ કે અમેરિકા અને ચીન વચ્ચે શરુ થયેલાં ટ્રેડ વોરના પગલે તેનો સીધો ફાયદો ગુજરાતના શ્રેષ્ઠ જાતના કપાસને થઈ શકે છે. ચીને અમેરિકા પર  ડ્યુટી લાગુ કરતાં ભારતમાંથી મોટા પાયે રૂની આયાત કરશે, તેથી મંદીની અસર ગુજરાતમાં જોવા મળે છે તે દૂર થઈ શકે છે. ચીન હવે ભારતમાંથી કપાસ આયાત કરશે.

આમેય સુરેન્દ્રનગરનો કપાસ કાયમ ચીન આયાત કરતું રહ્યું છે. કારણ કે સુરેન્દ્રનગરના કપાસના રૂમાંથી સારી જાતનું જીન્સ પેન્ટનું કાપડ બને છે. તે નેચરલ પ્રોડક્ટ પણ છે. ગયા વર્ષે 360 લાખ ગાંસડી કપાસ થયો હતો જે આ વર્ષે સમયસર વરસાદ પડશે તો વધે તેવી ધારણા છે. ગુજરાતમાં 105 લાખ ગાંસડી કપાસ થયો હતો. આ વર્ષે કપાસનું વાવેતર વધ્યું છે. તેમ છતાં મહારાષ્ટ્રમાં ગુજરાતથી 40 ટકા વધારે કપાસનો વિસ્તાર છે પણ ઉત્પાદન ગુજરાતમાં દેશમાં સૌથી વધું છે તેનું કારણ ગુલાબી ઈયળ છે. ગુલાબી ઈયળના કારણે દેશના 80 લખ ખેડૂતોને પારાવાર નુકસાન થયું હતું. પણ ગુજરાતના ખેડૂતોને ઓછું નુકસાન થયું હતું. ગયા વર્ષે ગુલાબી ઈયળની સાયકલ ગુજરાતમાં જોવા મળી ન હતી. જો આ વર્ષે પણ ગુલાબી ઈયળ ન રહે તો સારું ઉત્પાદન થવાની ઘારણા છે. જો આમ થશે તો કપાસનો ભાવ રૂ.50,000 ઉપર પહોંચી શકે છે. ગુજરાતનો કપાસ નિકાસનો ફાળો દેશમાં 50 ટકાથી વધું રહ્યો છે. દેશમાંથી 70 લાખ ગાંસડી નિકાસ થઈ શકે તેવી શક્યતા છે. તેથી તેમાં 30થી 40 લાખ ગાંસડી ગુજરાતની પણ હશે. આમ ગુજરાતના ખેડૂતો આર્થિક મંદીમાંથી બહાર લાવી શકે એવી બજાર વ્યવસ્થા જોવામાં આવી રહી છે. જો સરકાર કપાસની નિકાસ બંધી ન કરે અને અમેરિકાના દબાણમાં ન આવે તો ગુજરાત આર્થિક મંદીમાંથી ચોમસા પછી બહાર આવી શકે છે. આખા દેશમાં કપાસનું વાવેતર ઘટ્યું છે પણ ગુજરાતમાં તે વધ્યું છે. જો નર્મદા બંધનું સિંચાઈ માટે પાણી મળશે અને 10 કલા વીજળી ખેડૂતોને મળશે તો કપાસનું મબલખ ઉત્પાદન થશે. તેથી ખેડૂતોએ માલ વેચવામાં ઉતાવળ ન કરવી એવું ખેડૂત આગેવાનો માની રહ્યાં છે. જો કપાસનો ભાવ રૂ.1400 મળતો હોય તો જ વેચાણ કરવું એવું તેઓ માને છે.