કરારના 45 દિવસમાં 1.66 લાખ કરોડના પ્રોજેક્ટસ શરૂં કરી દેવાયા

સરકાર સાથે કરારના 45 દિવસના જ સમયમાં 7 માર્ચ 2019ના દિવસે એક સાથે રૂ.1,66,347 કરોડના વિવિધ પ્રોજેકટના ઉદ્દઘાટન, કાર્યારંભ, ભૂમિપૂજન કરાવામાં આવ્યા હતા.

વાયબ્રન્ટ સમિટ-ર૦૧૯માં જે વિવિધ ઊદ્યોગો –રોકાણોના MoUs, ઇન્ટેનસન્સ થયા હતા. તેમાંથી 459 ઉદઘાટન, 1030 પ્રોજેકટસના કાર્યારંભ અને 248ના ખાતમૂર્હત મહાત્મા ગાંધીમંદિરથી થયા હતા.

ગિફટસિટીમાં ગેઝિયા અને GIDCના સંયુકત ઉપક્રમે ટેક હબના પ્રારંભના MoU તેમજ ટેક્ષટાઇલ ઇન્ડસ્ટ્રી સેકટરમાં રાજ્ય સરકારની સહાય પ્રોત્સાહનના રૂ. ૪૦૦ કરોડ અને MSME સેકટરમાં રૂ. ૩૮૪ કરોડના લાભો લાભાર્થીઓના બેન્ક એકાઉન્ટમાં સીધા જ RTGSથી જમા કરાવ્યા હતા.

ગુજરાતમાં ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસ, ઓનલાઇન વ્યવસ્થાઓ, ફાસ્ટ એપ્રુવલ દ્વારા સૌ મુકતતાથી વેપાર-ઊદ્યોગ-કામ ધંધાનું મિશન પાર પાડી શકે છે.
સ્થાનિક સ્તરે પોતાના આગવા ઊદ્યોગ-ઉત્પાદનને પ્રેરિત કરવા વન ડીસ્ટ્રીકટ- વન પ્રોડકટ – ODOP વિકસાવી કલસ્ટર ડેવલપ કરવાની દિશામાં પણ સરકાર વિચારાધિન હોવાનું મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું.

મુખ્ય સચિવ ર્ડા. જે. એન. સિંઘે જણાવ્યું હતું કે,  મુખ્ય મંત્રીએ જે ચેલેન્જ આપી હતી તેને તમામ વિભાગના અધિકારીઓએ સ્વીકારીને ખંતથી મહેનત કરી છે. જેના કારણે તમામ પ્રોજેકટો ઝડપથી અમલી બનશે અને ગુજરાતનો વૃદ્ધિદર વધશે અને મોટી રોજગારી ઉપલબ્ધ થશે.
તાજેતરમાં ક્રીસીલ દ્વારા થયેલ અભ્યાસ સર્વેક્ષણના તારણો મુજબ વર્ષ ર૦૧૩-૧૭ દરમ્યાન રાજ્યનો CAGR ૯.૯ ટકા હતો એ વર્ષ ર૦૧૮માં વધીને ૧૧.૧ ટકા થયો છે. સંસ્થાએ એ પણ નોંધ્યું છે કે ગુજરાત માત્ર મૂડીરોકાણ ક્ષેત્રે જ નહીં પણ રોજગારીની ઉપલબ્ધિમાં પણ દેશમાં પ્રથમ ક્રમે છે. રાજ્ય સરકારના હકારાત્મક પ્રયાસોના કારણે આગામી સમયમાં પણ ગુજરાતમાં રોજગારીનું પ્રમાણ ચોક્કસ વધશે એવો વિશ્વાસ તેમણે વ્યકત કર્યો હતો.
ઉદ્યોગ વિભાગના અગ્ર સચિવ શ્રી એમ.કે.દાસે કહ્યું કે, ગુજરાતે પ્રથમવાર આઈટી સેક્ટરને ઉદ્યોગનો દરજ્જો આપી દીધો છે. રાજ્ય સરકારના હકારાત્મક અભિગમને કારણે રાજ્યમાં આ ક્ષેત્રે ૬૦૦૦થી વધુ પ્રોજેક્ટો કાર્યરત છે. સાથે સાથે રાજ્યના વિકાસમાં વધુ વેગ આવે તે માટે સ્ટાર્ટઅપને પ્રાધાન્ય આપ્યું છે ત્યારે આઈ ક્રિએટ દ્વારા ૧૦૮ સ્ટાર્ટઅપ જે મુક્યા છે તેને બીરદાવાશે.

આ વર્ષે ટેક્ષટાઈલ્સ માટે રૂપિયા ૧૩૦૦ કરોડ અને એમ.એસ.એમ.ઈ. માટે રૂપિયા ૧૧૮૨ કરોડના પ્રોત્સાહનો આપવાના છે તે પૈકી આજે ૩૦૦ કરોડના પ્રોત્સાહનો અપાશે. રાજ્ય સરકારના હકારાત્મક પ્રયાસોના કારણે ગત વર્ષે રાજ્યનો વિકાસ દર જે ૧૧ ટકા હતો તે આ વર્ષે વધશે.

મારૂતિ સુઝુકી કંપનીના સી.ઈ.ઓ. કેનિચી આયુકાવાએ જણાવ્યું હતું કે, વર્ષ-૨૦૨૦ સુધીમાં હાંસલપુર ખાતે ત્રીજો
પ્લાન્ટ કાર્યરત થઈ જશે. બેટરી મેન્યુફેકચરિંગ પ્લાન્ટ પણ એડવાન્સ સ્ટેજમાં છે. મારૂતિ કંપનીએ ૧૪ આઈ.ટી.આઈ.ને
દતક લીધી છે.