અમરેલીમાં સસ્તા અનાજ આપવા માટે બોગસ રેશનકાર્ડ બનાવાયા હતા. જેમાં ખાંભા તાલુકાની 38 રેશનીંગની દુકાનમાંથી 5 દુકાનોમાં જ તપાસ થઈ હતી. કરોડો રૂપિયાની ગોલમાલ પકડાયેલી હોય એવી બાકીની 33 દુકાનોમાં તપાસ કરવામાં આવી નથી. જેની તપાસ કરવાની માંગણી માહિતી અધિકાર માટે કામ કરતાં લોકો દ્વારા કરવામાં આવી છે.
મહિલાઓનાં નામે ચાલતી દુકાનોનાં બદલે અન્ય લોકો વહીવટ કરે છે તેથી કરનારાઓનાં સહીનાં નમુનાઓ લેવામાં આવે.
વર્ષ 2012થી 2018 સુધી જેટલાં કાર્ડ આપવામાં આવ્યા છે તેના ભરાયેલ કે.વાય.સી. આપનાર કરનાર પુરવઠા મામલતદાર તથા તેના માટે અંગુઠાનાં નિશાન આપનાર પુરવઠા મામલતદારો અને મંજૂરીની મોહોર મારનાર મામલતદારોની તપાસ કરવામાં આવે તો મોટો ગોટાળો બહાર આવી શકે તેમ છે.
સરકારનાં નિયમ મુજબ દુકાનનાં પરવાનેદારનાં નામ સાથેની વિગતોનું બોર્ડ બહાર મૂકવું ફરજિયાત છે. જે મૂકવામાં આવતું નથી.
અમરેલી જીલ્લા કલેકટર દ્વારા 1 – 9 – 2018 થી 31 – 10 – ર018ના સમયગાળામાં ઉપડેલા અનાજના જથ્થો તથા જાન્યુઆરી 2018થી 31 જુલાઈ 2018ના ઉપડેલા અનાજના આંકડાનો જે તફાવત આપે છે તેની તપાસ કરવામાં આવે એવી માંગણી કરવામાં આવી છે. જો આમ થાય તો ગરીબોનું અનાજ ક્યાં ગયું તે શોધી શકાય તેમ છે.
ખાંભા તાલુકામાંથી રેશનીંગ પરવાનેદારોને ત્યાં પાડેલા દરોડા દરમિયાન નકલી રેશનીંગ કાર્ડ જપ્ત કરી દુકાનો સીલ કર્યા બાદ નકલી રેશન કાર્ડ જયાંથી પકડાયા છે, તે દુકાનદારો સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવે. ખાંભા તાલુકાની 38 રેશનીંગ દુકાનોમાંથી 5 દુકાનોમાં જો મોટું કૌભાંડ પકડાયું હોય તો બાકીની 33 દુકાનોમાં પણ એટલું જ કૌભાંડ બહાર આવી શકે તેમ છે.
ખાંભા-રની દુકાનની ફરિયાદ થયા બાદ કાર્ડ ધારકોનાં નામ બદલી નાંખવામાં આવ્યા છે. મૃત વ્યકિતઓનાં નામે આપવામાં આવેલાં રેશન કાર્ડની તપાસ હજુ થઈ નથી તે કરવામાં આવે એવી માંગણી માહિતી અધિકાર માટે લગત ચલાવતાં સંગઠન દ્વારા કરવામાં આવી છે.