કલેકટરે રસ્તાની જમીન પવનચક્કી માટે ફાળવી દેતા પ્રજામાં રોષ કલેકટરની મનમાની સામે રાજ્યસરકારનું મૌન
જામનગર જીલ્લામાં કલેકટર દ્વારા જ જાહેરમાર્ગની જમીન પવનચક્કી કંપની ને ફાળવી દેવામાં આવી છે. જીલ્લા વહીવટી તંત્રના અણઘડ વહીવટનું આ એક ઉદાહરણ છે. જેના કારણે પ્રજાને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. અંધેર નગરી જેવું વહીવટી તંત્ર જામનગરમાં ચાલી રહ્યું છે.
મળતી માહિતી મુજબ જામનગરના ધ્રોલ તાલુકાના માણેકપર ગામની જમીન જાહેર માર્ગ માટે મંજુર થયેલી હતી. પરંતુ આ જમીન કોઈ કારણસર કલેકટર દ્વારા પવનચક્કીના માલિકો ને ભેટ સ્વરૂપે આપી દેવાયી છે. આની પાછળ કોઈ કારણ જવાબદાર હોવાની શંકા સેવાઈ રહી છે. સરકાર દ્વારા સ્વચ્છ અને સુઘડ ડામરના રસ્તાની મંજુરી હોવા છતા પવનચક્કી માટે જમીન આપી દેવાતા પ્રજામાં ભારે જનાક્રોષ જોવા મળ્યો હતો. આના કારણે પવનચક્કીના કેટલાક માથાભારે તત્વોની દાદાગીરી વધી છે. લોકોની સાથે નું તેમનું વર્તન અશોભનીય છે.
મળતી માહિતી મુજબ આ જગ્યામાં રોડ માટેનો નકશો તથા તેની કામગીરી પણ ચાલુ થયી ગયી હતી . પરંતુ આ જમીન કલેકટરે પવનચક્કી માટે આપી દેવાતા આ સમગ્ર છબરડો સામે આવ્યો હતો.