કામ કરે સેના જસ લે મોદી, સાર્જન્ટ અનીલ કુમાર કોંગ્રેસમાં જોડાયા

સાર્જન્ટ અનીલ કુમાર કૌશિકે ગુજરાત કોંગ્રેસમાં જોડઈને રાજકીય નિવેદન આપ્યું હતું કે, દેશના વડાપ્રધાન સેનાએ કરેલા કાર્યનો પ્રચાર પોતે કરેલા કાર્યો છે તેમ જણાવી રહ્યા છે તેનાથી શહીદ સૈનિકોના પરિવારો વ્યથિત છે. ભૂતપૂર્વ સાર્જન્ટ અનીલ કુમાર પોતે પણ સર્જીકલ સ્ટ્રાઈકના એક ભાગ તરીકે રહી ચુકેલા છે અને તેઓએ ૧૨૦૦ કલાકથી પણ વધુ ઉડ્ડયન કરેલ છે અને તેમને સાડા સત્તર વર્ષ વાયુસેનામાં સેવા આપેલ છે. આ દરમિયાન તેઓ એચ.એ.એલ. સાથે જગુઆર ઓપરેશનમાં પણ સામેલ હતા. તથા શ્રીલંકા, મિઝોરમ વગેરે સ્થળોએ વાયુસેનાના ઓપરેશનની કામગીરી કરેલ હતી. રાફેલ ભ્રષ્ટાચારના મુદ્દે પુછાયેલ પ્રશ્નમાં એમને જણાવ્યું હતું કે, “જહાં ધુઆઁ ઉઠતા હૈ, વહાં આગ તો હોતી હી હૈ”, સુરક્ષાના નામે સરકાર શા માટે વાસ્તવિકતાને છુપાવી રહી છે ? કેપ્ટન અભિનંદનને પાકિસ્તાન દ્વારા મુક્ત કરવા વિષે જણાવ્યું હતું કે, ભૂતકાળની કોંગ્રેસની સરકારમાં પણ આપણા પાયલોટને પાકિસ્તાનથી બે દિવસમાં પરત લાવવામાં આવ્યા હતા. તે વખતની સરકાર દ્વારા આ બાબતે કોઈ પણ પ્રકારનો શ્રેય લેવામાં આવ્યો ન હતો. સેનાને છૂટ આપવાની બાબતે તેમને જણાવ્યું હતું કે, સેના હંમેશા ખડેપગે જ હોય છે અને તે હંમેશા તેના સુપ્રિમ કમાન્ડરના આદેશથી દેશની સુરક્ષા માટે કાર્ય કરતી રહી છે અને કરતી રહેશે. સર્જીકલ સ્ટ્રાઈકના મુદ્દે જણાવ્યું હતું કે, ભૂતકાળમાં ઘણી સર્જીકલ સ્ટ્રાઈક કોંગ્રેસ શાષિત સરકારમાં કરવામાં આવી હતી, પરંતુ કોંગ્રેસ સરકાર દ્વારા મત માટે સેનાના નામનો કદી દુરુપયોગ કરવામાં આવ્યો ન હતો.