કાશ્મિરના મુદ્દે ટાકો આપનાર રશિયા પાસેથી મિસાઈલ ખરીદાશે

રશિયાના ડેપ્યુટી ચીફ ઓફ મિશન રોમાન બકસ્કીને જણાવ્યું હતું કે, ભારતને ૨૦૨૫ સુધીમાં તમામ જી-૪૦૦ ડિફેન્સ મિસાઇલ્સ સિસ્ટમ્સ પૂરી પાડવામાં આવશે. ભારતને સમયસર ડિલિવરી કરવા S-૪૦૦ મિસાઇલ્સનું ઉત્પાદન શરૂ કરી દેવામાં આવ્યું છે. ભારતના વિદેશપ્રધાન એસ. જયશંકર ૨૨ અને ૨૩ માર્ચે રશિયા-ભારત અને ચીનની ત્રિપક્ષીય મંત્રણામાં હાજરી આપવાના છે ત્યારે આ મુદ્દો ચર્ચાઈ શકે છે. S-૪૦૦ મિસાઇલ્સ અત્યાર સુધી રશિયન દળો પાસે જ હતી જે હવે ભારતના આર્મીના કાફલામાં સ્થાન પામશે.

સૌથી સક્ષમ અને ખતરનાક મિસાઇલ્સ સિસ્ટમ દ્વારા ભારત પાકિસ્તાન અને ચીનનો મુકાબલો કરી શકશે. S-૪૦૦નું ઉત્પાદન આલ્માઝ- એન્ટિ દ્વારા કરવામાં આવે છે. શું છે S-૪૦૦ મિસાઇલ્સ ડિફેન્સ સિસ્ટમ્સની ખાસિયતો S- ૪૦૦ ટ્રાયમ્ફ એર ડિફેન્સ સિસ્ટમ એક જ વખતે ૩૬ નિશાન તાકી શકે છે. આ સિસ્ટમથી એક સાથે ૭૨ મિસાઇલ્સ છોડી શકાય છે. S-૪૦૦ મિસાઇલ્સ ખાસ કરીને S-૩૦૦ અન એર ડિફેન્સ મિસાઇલ્સ આધારિત છે.

આ મિસાઇલ્સ સિસ્ટમમાં એક સૈનિક નિયંત્રણ ચોકી, લક્ષ્યની જાણકારી મેળવવા ૩ કોઓર્ડિનેટ જામ રેઝિસ્ટન્ટ રડાર, ૬થી ૮ એર ડિફેન્સ મિસાઇલ્સ કોમ્પ્લેકસ ૧૨ ટ્રન્સપોર્ટર લોન્ચર, તેમજ ફોર કોઓર્ડિનેટ ઇલ્યૂમિનેશન ડિટેકશન રડાર અને એક ટેકનિકલ સહાયક સિસ્ટમ રહેશે. દરેક ઊંચાઈમાં કામ આવી શકે તેવા રડાર અને એન્ટેના માટે મૂવેબલ ટાવર. આ મિસાઇલ્સ સિસ્ટમ ૬૦૦ કિ.મી. દૂર સુધી ટાર્ગેટને શોધી શકે છે.

આ સિસ્ટમ સાથેની બેલેસ્ટિક મિસાઇલ્સ ૫થી ૬૦ કિ.મી. સુધી ટાર્ગેટને તોડી શકે છે. રશિયાએ ફરી એકવાર કાશ્મીર મુદ્દે ભારતને ટેકો આપ્યો હતો. રશિયાના રાજદૂત નિકોલ સુદશેવે કહ્યું હતું કે કાશ્મીર એ ભારતનો આંતરિક મામલો છે અને તે ભારતનાં બંધારણના દાયરામાં આવે છે. આથી તે મુજબ જ નિર્ણયો લેવા જોઈએ. ત્યાં સ્થિતિની સમીક્ષા કરવા મારે કાશ્મીરની મુલાકાત લેવાની જરૂર નથી. કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવવાનો નિર્ણય ભારત સરકારનો છે અને તે ભારતનો આંતરિક મામલો છે. અમે કયારેય કાશ્મીર મુદ્દે શંકા વ્યકત કરી નથી.