કાશ્મિરમાં 19 હજાર ગુજરાતીઓ કાયમી વસવાટ કરે છે

ગુજરાતમાં 1111 કાશ્મિરી લોકો રહે છે. જેમાં મુસ્લિમ અને હીજરતી બ્રાહ્મણ પંડિતો પણ છે. તેઓ હવે ફરીથી કાશ્મિર જઈને પોતાની મિલકતોનો ફરીથી કબજો લેવા માંગે છે. કાશ્મિરના જે લોકો ગુજરાતમાં રહે છે તેમાં 670 પૂરૂષો અને 441 મહિલાઓ છે. આનંદજનક એ બાબત છે કે કાશ્મિરમાં ગુજરાતીઓ વધું છે.

કેટલાંક તો કાશ્મિરની વસ્તુઓ ખાસ કરીને કાશ્મિરની પુશ્ન શોલ વેચવાનો ધંધો કરવા માટે આવે છે. તેઓ દેશી દવા વેચવા માટે અહીં કાયમી સ્થિર થયા છે.

જોકે કાશ્મિરીઓને ગુજરાત પર બહું ઓછો ભરોશો છે. તેઓ મહારાષ્ટ્રમાં 8274 લોકો રહે છે. સૌથી વધું કાશ્મિરીઓ કાશ્મિર પછી હીમાચર પ્રદેશમાં 57 હજાર લોકો રહે છે. ઉપરાંત દિલ્હી, હરિયાણા, કર્ણાટકા, ઉત્તર પ્રદેશમા રહે છે.

ગુજરાત એવું રાજ્ય છે કે જે કાશ્મિરીઓમાં ભારતમાં 11મું સ્થાન ધરાવે છે. કાશ્મિરી પ્રજા 59 લોકો ગામડામાં રહે છે. જેમાં 48 પુરૂષો અને 11 મહિલાઓ છે. 1052 કાશ્મિરીઓ તો ગુજરાતનાં શહેરો ખાસ કરીને અમદાવાદ, વડોદરા અને સુરતમાં રહે છે.

19261 લોકો રહે છે. જેમાં 11808 પૂરૂષો છે અને 7453 મહિલાઓ છે. આમ કાશ્મિરનો સૌથી વધું ફાયદો કાશ્મિરીઓ ગુજરાતનો નથી લેતા પણ ગુજરાતીઓએ કાશ્મિરનો સૌથી વધું ફાયદો લીધો છે. ગુજરાતીઓ કાશ્મિરમાં ધંધો કરવા રહે છે.

પણ કાશ્મિરમાં જેવી મિકતો લઈ શકવાનો ઠરાવ કાશ્મિર સરકાર બહાર પાડશે તેની સાથે જ ગુજરાતી પ્રજા મુંબઈ અને અમેરિકાની જેમ મિલકતો ખરીદવા પડાપડી કરશે. મોટેલ અને હોટેલમાં ગુજરાતીઓ સૌથી આગળ રહેશે એવું કાશ્મિરમાં રહેતા ગુજરાતી પ્રજા માની રહી છે. હાલ તો સફરજન અને કેસરનો ધંધો ગુજરાતીઓ કરે છે.
ગુજરાતમાં કયા સ્થળે કેટલા કાશ્મિરી

અમદાવાદ જિલ્લો 355, અમદાવાદ સિટી 324 પાટણ 04, સિદ્ધપુર 04, મહેસાણા 05,  ગાંધીનગર 14, કલોલ, માંડલ, વિરમગામ, સાણંદ,  01, ધાંગધ્રા 4, રાજકોટ 38, જામનગર 24, દ્વારકા 14, પોરબંદર 26, વડોદરા 232, ભરૂચ 39, પારડી 12, સુરત જિલ્લો 370 જેમાંથી સુરત શહેરમાં 124.

ભારતનો મુકુટ કાશ્મિર અપાવ્યો તેનો આનંદ, હવે અમારી મિકલક પરત અપાવો

લાંબા સમય પછી સારો નિર્ણય ભારત સરકારે કર્યો છે. ભારતના મુકુટ સમાન કાશ્મિર પરત કરાવ્યું હવે અમારું ઘર અને સંપત્તિ પરત કરાયો ત્યારે કાશ્મિરની સાચી આઝાદી મળી ગણાશે. આવું અમદાવાદના વસ્ત્રાપુરમાં રહેતાં વિના કોલ કાચરૂ કહે છે કે, અમે અમારા બગીચાઓ છોડીને આવ્યા છીએ, કરોડો રૂપિયાનાની સંપત્તિ છોડીને આવ્યા છીએ. કાશ્મિરી પંડીતોને પરત કાશ્મિરમાં વસાવો.

ભારે પિડા ભોગવીને 1100 કાશ્મિરીઓ ગુજરાતમાં આવીને રહ્યાં છે. તેઓ હવે આનંદીત છે પણ હવે પોતાનો હક્ક પરત માંગી રહ્યાં છે.

વિના કોલ કાચરૂ સાથે વાત કરતાં તે કહે છે કે, કાશ્મિરમાં ભાજપ સરકારે જે કર્યું તે પહેલાં કરવાની જરૂર હતી. ભલે મોડું થયું પણ જે થયું તે શારૂ થયું છે. ભારતનો તાજ કાશ્મિર પરત ભારતને મળ્યું છે. તેનો બધાને આનંદ છે. પણ 30-31 વર્ષથી અમે કાશ્મિર બહાર છીએ. અમે અમારી કરોડો રૂપિયાની સંપત્તિ ત્યાં છોડીને ભાગી આવવું પડ્યું છે. અમારા બગીચાઓ છોડી દેવા પડ્યા છે. અમારી જમીન છોડી છે. અમારી સંપત્તિ છોડી છે. તે અમરે હવે પરત અપાવો.

કાશ્મિરી મુસ્લિમો ભારતને પોતાનો દેશ માનતાં ન હતા. હવે તે ભારતનો એક ભાગ બન્યા છે. કોલ કહે છે કે, કાશ્મિરમાં ભારતના લોકો જમીન લઈ શકતા ન હતા. હવે જમીન લઈ શકશે.