કિડની હોસ્પિટલના બે માળ દેરકાયદે, દેશની મોટી હોસ્પિટલ સિવિલ બની

એક સમયે અમદાવાદની સિવિલ હોસ્પિટલ એશિયાની મોટી હોસ્પિટલ ગણાતી હતી. પણ 15 વર્ષથી તે પદ ગમાવી દીધું હતું. હવે તે ફરી એક વખત ભારતની સૌથી મોટી સરકારી હોસ્પિટલ બનવા સજજ થઈ ગઈ છે. એક જ કેમ્પસમાં 6600 પથારી સાથે દેશનું પ્રથમ કેમ્પસ બની જશે. આગામી બે મહિના બાદ સમયાંતરે કેમ્પસમાં એક પછી એક અદ્યતન હોસ્પિટલનો આરંભ થશે. આ તમામ સુપરસ્પેશિયાલિટી હોસ્પિટલમાં દર્દીઓને આધુનિક સાધનો સારવાર માટે કામ કરતાં થઈ જશે. સિવિલ હોસ્પિટલના એક્સપાન્શન બાદ યુ.એન. મહેતા હ્રદયની હોસ્પિટલની હાલની 450 બેડ વધીને 1251 થઈ જશે. કેન્સર હોસ્પિટલની બેડની સંખ્યા 650થી વધીને 1000 થશે, કિડની હોસ્પિટલની બેડ સંખ્યા 400થી વધી 1000 થશે, આંખની હોસ્પિટલની બેડ સંખ્યા 250 તેમજ સિવિલ જનરલ હોસ્પિટલની બેડ સંખ્યા હાલ 2000ના સ્થાને 1200 બેડના વધારા સાથે 3200 થશે. સ્પાઈન ઈન્સ્ટિટ્યૂટમાં 80 બેડ, ડેન્ટલ હોસ્પિટલમાં કૂલ 22 પથારી સાથે 12 સંસ્થાઓનો સિવિલ કેમ્પસમાં સમાવેશ થયો છે. જોકે કિડની આન્સ્ટિટ્યુટ હોસ્પિટલનું ગેરકાયદે બાંધકામ થઈ ગયું હોવાથી હાલ તેનું બાંધકામ એરપોર્ટ ઓથોરિટીએ અટકાવી દીધું છે. તેના બે માળ તોડવા પડે તેમ છે. અહીં કેન્સર, કિડની, હ્રદય, સ્પાઈન જેવી બિમારીઓની સારવાર કરાવવા દેશના અન્ય રાજ્યોના દર્દીઓ આવે છે. જેમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રથી ર્દીઓ આવે છે. જનરલ સિવિલ હોસ્પિટલમાં જ વાર્ષિક 10 લાખથી વધુ દર્દી ઓપીડીમાં સારવાર લેવા આવે છે. 17 સપ્ટેમ્બર 2018માં ત્રણ હોસ્પિટલના નવિનિકરણનું ઉદઘાટન કરશે. એક બેડ પ્રમાણે લગભગ 2 કરોડનું ખર્ચ સરકાર અને દાતાઓ તરફથી કરાયું છે. નવી સિવિલ હોસ્પિટલમાં આધુનિક 24 ઓપરેશન થિયેટર છે. આંખ અને કિડની હોસ્પિટલનું કામ પૂરું થઈ શકે તેમ નથી. પણ ઉદઘાટન કરી દેવામાં આવશે. કેન્સર હોસ્પિટલમાં હજુ એક આખો બ્લોક તૈયાર કરવામો બાકી છે. કિડની હોસ્પિટલના નિર્માણ કાર્ય અટકાવી દેવાયું છે. તેના બે માળ ગેરકાયદે હોવાથી ઉતારી દીધા બાદ જ તેનું કામ પૂરું થશે. હજુ એક વર્ષ જેટલો સમય લાગી શકે છે.