ગુજરાત અને દેશભરમાં ગ્રીન-લીડર તરીકે અમદાવાદ સ્થિત કિરીટભાઈ ભીમાણીએ અત્યાર સુધીમાં સ્થાનિક નગરપાલિકાઓની પરવાનગીથી લોહાણા મહાજનવાડીઓ, જાહેર સ્થળો, શાળાઓ અને ખાનગી કમ્પાઉન્ડ સહિત ૨૫૦ થી વધુ જગ્યાઓએ પ્લાન્ટેશન વૃક્ષોની રોપણીના કાર્યક્રમો કર્યા છે. વિવિધ રાજકીય પક્ષોના અગ્રણીઓ, સામાજિક કર્મશીલો, સાધુ-સંતો, શાળાના વિદ્યાર્થીઓ, માનસિક દિવ્યાંગો તથા લોહાણા સમાજના મહાનુભાવો દ્વારા આ પ્લાન્ટેશન કાર્યક્રમો યોજાયા હતા. પર્યાવરણની જાગૃતિ લાવવાના શુભ હેતુથી લોહાણા મહાપરિષદની વિવિધ બેઠકો તથા સામાજિક કાર્યક્રમોમાં ફૂલોના બુકે આપવાની બદલે, છોડ આપવાની પરંપરા શરૂ કરી છે.
વાઈલ્ડ લાઈફ વીકની (૨જી ઓક્ટોબર, ૮મી ઓક્ટોબર) ૨૦૧૬ થી અમારા ઊજવણી કરવામાં આવે છે. ખાસ રઘુવંશી સમાજ માટે, અમે ‘રાષ્ટ્રીય વનજીવન ફોટોગ્રાફી – નેશનલ વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફી – ૨૦૧૬’ સ્પર્ધા દેશભરમાં શરૂ કરી છે. આ માટે અમને ૭૦૦ અરજીઓ મળી હતી.
આ સ્પર્ધાના ૧૫ વિજેતાઓને સર્ટિફીકેટ તથા ગીફ્ટ ચેક આપીને સન્માનિત કરાયા હતા. એ જ રીતે ૨૦૧૭માં પ્લાન્ટેશન, વર્લ્ડ લાઈફ જાગૃતિ સેમિનારો શાળાઓમાં અમે યોજયા હતા અને પક્ષીઓ માટે માળા(બોક્સ)નું વિતરણ કરીને પર્યાવરણ સંલગ્ન જાગૃતિ લાવવાનો પ્રયાસ કરાયો હતો. અમે સતતપણે વન્યજીવન સંવર્ધન માટે લોકોમાં જાગૃતિ આવે તે માટે પ્રયત્નશીલ છીએ.
૧૦ જાન્યુઆરી, ૨૦૧૭ના રોજ કિરીટભાઈએ દિલ્હી સ્થિતઃઅહિંસા ફાઉન્ડેશનના પરમ પૂજ્ય લોકેશમુનીજી મહારાજની હાજરીમાં પાણી બચાવો – જીવન બચાવો (સેવ વોટર… સેવ લાઈફ) કાર્યક્રમ ખુલ્લો મૂક્યો હતો. આ અભિયાનથી પ્રજામાં પાણીની મહત્તા વધે અને તેનું સંવર્ધન થાય તે અંગે જાગૃતિ લાવવાનો હેતુ હતો. પ્રથમ અમે વિવિધ સામાજિક કર્મશીલો, ધાર્મિક અગ્રણીઓ તથા સમાજના આગેવાનો દ્વારા જળ બચાવવાની વીડીયો અપીલ પ્રસારિત કરાવી હતી. આ પછી અમે જળ સંવર્ધન માટે ‘તિલક હોલી’ની ઊજવણી કરી હતી. ૨૦૧૭માં અમદાવાદમાં શહેરના મેયર શ્રી ગૌતમભાઈ શાહ, પરમ પૂજ્ય લોકેશમુનીજી મહારાજ તથા વિવિધ લોહાણા અગ્રણીઓની હાજરીમાં ‘તિલક હોલી’ ઊજવવામાં આવી હતી. દેશભરમાં વિવિધ સ્થળોએ તિલક હોલીની ઊજવણી કરવામાં આવી હતી. ખાસ રઘુવંશી સમાજ માટે ‘સેવ વોટર – સેવ લાઈફ’ના વિષય પર ઈન્ટરનેશનલ ચેશ કોમ્પીટિશન-૨૦૧૭ (આંતરરાષ્ટ્રીય નિબંધ સ્પર્ધા – ૨૦૧૭) યોજી હતી. વૈશ્વિક રીતે જળ સંવર્ધન અંગે સમાજના લોકોમાં જાગૃતિ સર્જાય તે શુભહેતુથી આ સ્પર્ધા યોજાઈ હતી. સમાજના સભ્યોથી ભવ્ય પ્રતિસાદ મળ્યો હતો અને વિશ્વભરમાંથી ૧૦૦૦ એન્ટ્રીઓ મળી હતી. ૧૫ વિજેતાઓને સર્ટિફીકેટ અને ગીફ્ટ ચેક આપવામાં આવ્યા હતા. ૨૦૧૮માં તિલક હોલી દેશના ૧૫થી વધુ સ્થળોએ ઊજવવામાં આવી હતી.
૧લી ડિસેમ્બર, ૨૦૧૭ થી ‘અન્ન બચાવો.. જીવન બચાવો’ના નેજા હેઠળ અમે દેશભરમાં બગડેલા અનાજનો ફરી ઉપયોગ કરવાની ઝુંબેશ શરૂ કરી છે, દેશભરમાં બગડેલા અનાજનો ફરી ઉપયોગ કરીને અનાજની મહત્તા વધારવાનો હેતુ છે. પ્રિન્ટ મીડિયા, ઈલેક્ટ્રોનિક મીડિયા અને સોશ્યલ મીડિયા દ્વારા અમે વ્યાપકપણે અભિયાન ચલાવીને, પર્યાવરણ અને બચાવવા માટે કાર્બન પ્રિન્ટ ઘટાડવા કાર્ય કરી રહ્યા છે.
‘વૃક્ષો વાવો, ધરતી બચાવો.. પાણી બચાવો.. જીવન બચાવો, અર્થ અવર, સે નો ટુ પ્લાસ્ટીક’ જેવા થીમ પર તેઓ સતતપણે કામ કરે છે.અર્થ અવર-૨૦૧૬નો પ્રારંભ કર્યો હતો. અમે ભારતભરમાં અર્થ અવર ઊજવણી કરવા માટે પ્રજાને જાગૃત કરવા માટેનું અભિયાન ચલાવ્યું હતું અને ભારતમાં ૧૯-૦૩-૨૦૧૬ના રોજ સવારના ૮-૩૦ થી ૯-૩૦ સુધી વીજળીનો પ્રવાહ (લાઈટ ઓફ) બંધ રાખવા સમાજને પ્રોત્સાહિત કર્યો હતો.