૭૨-જસદણ વિધાનસભા પેટા ચૂંટણી-૨૦૧૮
રાજકોટ જિલ્લાની ૭૨-જસદણ વિધાનસભા બેઠક ઉપર કુલ ૦૮ ઉમેદવારોએ
ચૂંટણી જંગમાં હતાં. જેમની મતગણના થતા ભારતીય જનતા પક્ષના શ્રી કુંવરજીભાઇ
બાવળીયાને ૯૦૨૬૨ મતો મળતા ૧૯૯૭૯ મતોની સરસાઈથી વિજેતા થયા હતા.
૭૨-જસદણ બેઠકના કુલ. ૨,૩૨,૧૧૬ મતદારોમાંથી ૧૬૫૩૨૫ મતદાતાઓએ
મતાધિકારનો ઉપયોગ કરતાં હરીફ ઉમેદવારોને નીચે મુજબ મત મળતા ક્રમનં-૩ થી ૮
સુધીના કુલ ૬ ઉમેદવારોએ ડિપોઝીટ ગુમાવી હતી.
ક્રમ ઉમેદવારનું નામ પક્ષ મળેલ મત
૧ અવસરભાઇ નાકીયા ભા.રા.કોં ૭૦૨૮૩
૨ કુંવરજીભાઇ બાવળીયા ભા.જ.પા. ૯૦૨૬૨
૩ ઘાપા ધરમશીભાઇ રામજીભાઇ વી.પી.પી. ૭૫૫
૪ ડો. પટેલ દિનેશભાઇ શનાભાઇ એન.બી.એન.એમ. ૨૧૩
૫ ચિત્રોડા નાથાલાલ પુંજાભાઇ અપક્ષ ૧૪૪
૬ ભેંસજાળીયા મુકેશભાઇ મોહનભાઇ અપક્ષ ૧૯૮
૭ મધુ નિરુપાબેન નટવરલાલ અપક્ષ ૩૩૧
૮ માકડીયા ભરતભાઇ જેશાભાઇ અપક્ષ ૯૯૩
૯ નોટા ૨૧૪૬
તા.૨૦/૧૨/૨૦૧૮નાં રોજ થયેલ ૭૧.૨૭ ટકા મતદાન થયા બાદ આજે મત
ગણતરીનો પ્રારંભ થયો હતો. પેટા ચૂંટણીમાં કુલ ૨,૩૨,૧૧૬ મતદારોમાંથી ૧,૬૫,૩૨૫
મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
મતગણના કેન્દ્રમાં ૧૪ ટેબલ ગોઠવવામાં આવેલ હતા. ૨૮ સ્ટાફની નિયુકતિ
કરવામાં આવી તેમજ ૧૭ માઇક્રો ઓબ્ઝર્વરને ફરજ સોંપવામાં આવી હતી.
રાજકોટ જિલ્લાની ૭૨-જસદણ બેઠક માટે મોડેલ સ્કુલ-જસદણ ખાતે સીમા સુરક્ષા
દળ, પોલીસનાં સઘન સુરક્ષા બંદોબસ્ત વચ્ચે મતગણતરી પ્રકિયાનો શાંતિપુર્ણ રીતે
પ્રારંભ થયો હતો. જિલ્લા ચૂંટણી તંત્રનાં વરિષ્ઠ અધિકારીઓ, કેન્દ્રીય ચૂંટણી નિરીક્ષકો,
ઉમેદવારોની હાજરીમાં સર્વપ્રથમ કાઉન્ટિંગ સ્ટાફનું રેન્ડમાઇઝેશન કરવામાં આવ્યુ હતું.
અને બાદમાં સ્ટાફને ફરજ ફાળવણી કરવામાં આવી હતી.
જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી રાહુલ ગુપ્તા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અનીલ
રાણાવાસીયા, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી બલરામ મીણા,, નિવાસી અધિક કલેકટર
શ્રી પરીમલ પંડયા,, નાયબ ચુંટણી અધિકારી શ્રી ધાધલ, પ્રાંત અધિકારીશ્રી અને રિટર્નીંગ
ઓફિસરશ્રી એ.એચ. ચૌધરી ઉપરાંત કેન્દ્રીય નિરીક્ષકો અને ઉમેદવારોની હાજરીમાં સ્ટ્રોંગ
રૂમનાં સીલ ખોલવામાં આવ્યા હતાં.આમ મતદાન પ્રકિયાનો શાંતિપુર્ણ રીતે પૂર્ણ થઇ હતી
અને આ માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્રારા સઘન વ્યવસ્થા કરવામાં આવી હતી.