કુંવરજી બાવળિયા પુનઃ 3 જાન્યુઆરીએ શપથ લેશે

ભાજપના વર્તમાન મંત્રી કુંવરજી બાવળિયા પેટાચૂંટણીનો જંગ જીત્યા બાદ વિધિવત રીતે તેઓ તારીખ 3 જાન્યુઆરીએ ફરીથી શપથ લેશે એમ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા અને તાત્કાલિક મંત્રીપદ મેળવનાર કુંવરજી બાવળીયા ઉપર ફરીથી જસદણની જનતા એ વિશ્વાસ રાખીને જંગી બહુમતીથી વિજય પ્રાપ્ત કરાવ્યો છે. ત્યારે તેઓ પોતાનું મંત્રીપદ યથાવત રાખવા વિધાનસભા ના નિયમો અનુસાર ફરીથી શપથ ગ્રહણ કરશે .અને ત્યારબાદ પોતાનો મંત્રી તરીકે નો હોદ્દો ફરીથી સંભાળશે.
આગામી 3 જાન્યુઆરી એ ગુરૂવારના રોજ કુંવરજી બાવળીયાન ગાંધીનગર ગવર્નર હાઉસ ખાતે રાજ્યપાલ ઓ.પી.કહોલી મંત્રી તરીકેના શપથ લેવડાવશે. અત્રે ઉલ્લેખનીય છે કે કુંવરજી બાવળિયાના સાદગીસભર શપથગ્રહણ સમારોહમાં મુખ્યમંત્રી ,નાયબ મુખ્યમંત્રી અને માત્ર પ્રધાન મંડળજ ઉપસ્થિત રહેશે અને તેમની હાજરીમાં શપથ વિધિ, યોજાશે. અને , શપથ વિધિ બાદ કુંવરજી બાવળિયા કેબિનેટ પ્રધાન તરીકેનો ચાર્જ ફરી થી સંભાળશે