કુંવરજી બાવળીયાનું મંત્રી પદ ટકશે ? 

સૌરાષ્ટ્રના જસદણની  આવી રહેલી પેટાચૂંટણીનો જંગ જીતવા  ભાજપે આજથી જ  15થી વધુ દિગ્ગજ નેતાઓની ટીમ મેદાનમાં ઉતારવાની જાહેરાત કરી છે. તો બીજી તરફ કુવરજી બાવરીયા માટે કપરા ચઢાણ બનતી જસદણ બેઠક માટે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ખરાખરીનો જંગ જામશે.
 એક સમયે કોંગ્રેસમાં જેનો દબદબો હતો તેવા નેતા કુંવરજી બાવળીયા એ ભાજપ સાથે હાથમિલાવી મંત્રીપદ તો મેળવી લીધું છે. પરંતુ આ પદ તેમનું ટકશે કે કેમ તે યક્ષ પ્રશ્ન છે.
આજે ભાજપ  પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી દ્વારા જસદણની પેટા ચૂંટણી  જાહેર થાય તે પહેલા ભાજપના દિગ્ગજ નેતાઓની ફોજ કુંવરજી બાવળીયા માટે તૈયાર કરી દીધી છે. આજે કરેલી જાહેરાત મુજબ કુવરજી બાવળિયાની જસદણ પેટાચૂંટણી જીતવા માટે બે સાંસદો બે કેબિનેટ મંત્રીઓ સહિત નેતાઓની ટીમને જસદણ બેઠક જીતવા અંગેની રણનીતિ તૈયાર કરી દેવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
 તો બીજી તરફ ભાજપ હવે તેની શાખ બચાવવા સાંસદ મોહન કુંડારિયા ,સાંસદ હીરાભાઈ સોલંકી ઉર્જાપ્રધાન સૌરભભાઇ, પટેલ અને જયેશ રાદડિયા,, ઉપરાંત પૂર્વ રાજ્યકક્ષાના મંત્રી જયંતિભાઇ કવાડીયા ,ગોવિંદભાઈ પટેલ, તેમજ કિરીટસિંહ રાણા, આર.સી મકવાણા ,બાબુભાઇ જેબલીયા નીતિન ભારદ્વાજ ,રમેશ મગર, અમોદ શાહ, જયંતિ ઢોલ ,ભરત બોઘરા, અને ભરત સોની જેવા નેતાઓની ફોજ પેટા ચૂંટણી જીતવા માટે ઉતારી હોવાનું પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી જાહેરાત કરી હતી .
તો બીજી તરફ કોંગ્રેસથી નારાજ બનેલા કુવરજી બાવળીયા એ ભાજપનો ભગવો પહેર્યા બાદ તુરત જ ગણતરીના કલાકોમાં તેમને ભાજપે કેબિનેટ મંત્રી બનાવ્યા હતા. તો બીજી તરફ ભાજપ હાઈ કમાન્ડે કુંવરજી બાવળીયા ને તાત્કાલિક મંત્રીપદ આપી દેતા કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા કેટલાક દિગ્ગજ નેતાઓ ના મનમાં હાઈ કમાન્ડો આ નિર્ણય અયોગ્ય લાગતો હતો .અને ખૂંચતો હતો .પરંતુ કોરાણે મુકાયેલા ભાજપમાંથી કોંગ્રેસમાં આવેલા નેતાઓ તેમજ ભાજપમાં હાલ હાંસિયામાં ધકેલાઇ ગયા છે. તેવા કેટલાક નેતાઓના પેટમાં તેલ રેડાયું હતું .ત્યારે જસદણની પેટા ચૂંટણીમાં પ્રદેશ અધ્યક્ષ એ જાહેર કરેલી ટીમ કેવો રંગ લાવશે તે જોવું રહ્યું .
અત્રે ઉલ્લેખનીય છે કે કોળી સમાજના આગેવાનો પણ કુંવરજી બાવળીયા થી ખાસ્સા નારાજ છે. તો બીજી તરફ જસદણમાં પણ પીવાના અને સિંચાઇના પાણીની વિકટ સમસ્યા ઉભી થવા છતાં પણ કુંવરજીભાઇ તેમની આ બેઠક માટે મતદારોના મન રાજી થાય તેવા કોઈ કામ નહીં કર્યા હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. પરિણામે જસદણની પેટા ચૂંટણી જીતીવી એ કુવરજી માટે કપરા ચઢાણ છે.
મનાઈ રહ્યું છે કે કુવરજી બાવળીયા ને ભાજપમાં જે રીતે ઝડપથી સ્થાન મળ્યું હતું તેના કારણે ભાજપનું જ એક જૂથ કુવરજી ને હરાવવા પ્રયત્નશીલ બની રહ્યું છે. ત્યારે આવી રહેલી પેટા ચૂંટણી દરમિયાન જસદણ ની બેઠક કોણ જીતશે મતદારોનું મન કોણ જીતશે તે હાલ યક્ષપ્રશ્ન છે.