રાજકોટના ગોંડલના શરીફભાઈની મીરા નામની જર્મન શેફર્ડ પ્રજાતિની માદા કુતરી 12 દિવસથી કમળાની બીમારીથી પીડાઇ રહી હતી. જેની સારવાર પશુ તબિબ જયદીપએ પીપળીયા કરી હતી. હિમોગ્લોબીન 5 ટકા થઈ ગયુ હતું. ગોંડલના જયદીપ જાડેજા પાસે જિમ્મી નામનો નર કુતરો જિમ્મી હતો જેનું બ્લડ ગ્રુપ મીરા સાથે મેચ થતા બ્લડ ટ્રાન્સયુઝન કરવામાં આવ્યું હતું. જેમાં મીરાને નવજીવન મળ્યું હતું.
કુતરામાં 13 પ્રકારના બ્લડ ગ્રુપ હોય છે, કુતરાના બ્લડ ગ્રુપ જાણવાની ભારતમાં પૂરતી સુવિધા નથી. લુધિયાણા અને ચેન્નઈ ખાતે બ્લડ બેંકની સુવિધા છે. ગુજરાતમાં નથી. બીમાર શ્ર્વાનોને તેના વજન પ્રમાણે કેલ્ક્યુલેશન કરી લોહી ચડાવવું પડતું હોય છે. જિમ્મીએ 100 એમ.એલ રક્તદૃાન કર્યું હતું.
સુરતમાં તો એક એવી હોસ્પિટલ છે જ્યાં ડોગ, કેટ સહિતના પેટ્સના હેર ટ્રીમ કરવા, નખ ટ્રીમ કરવા, કાન સાફ કરવા ઉપરાંત એન્ટિ ટેક્સ બા આપવામાં આવે છે. શોખીનો દર રવિવારે કે રજાના દિવસોમાં પોતાના પેટ્સના બ્યુટીફિકેશન માટે પાર્લરમાં લાઇન લગાવે છે.વેટરનિટી હોસ્પિટલમાં ડોગ બિહેવિયર સેન્ટર પણ કાર્યરત છે. અહીં ડોગને માનવીય વિવિધ વર્તણૂકો જેવી કે સેલ્યુટ મારવી, શેક હેન્ડ, ક્રિકેટ જેવી રમતોની ટ્રેનિંગ આપવામાં આવે છે. પરિવારના સભ્યો જે વર્તન કરે તેવું વર્તન ડોગ કરતો હોય છે.
ડોગની 7 પ્રકારની જાત છે. જેમાં ટેરીપર્સ, ફાઉન્ડ, વરકીંગ ડોગ, ગન ડોગ, યુટીલીટી છે. 300 પ્રકારની ડોગની પ્રજાતિઓ છે. તેમાં ભારતમાં 160 ડોગની પ્રજાતી છે. ગુજરાતમાં
જેમાં પણ મુખ્યત્વે લેબ્રાડોર, રોડ વીલર, જર્મન શેફર્ડ, બ્રીડ આવેલી છે. જેમાં ભારતમાં વધુ પડતુ વેચાણ લેબ્રાડોર કે પોમેરીયન જેવી નાની પ્રજાતીના ડોગ છે. ફેકટીઅલ, જર્મન સેફર્ડ અને રોડ વિલર્સ જેવી લાર્જ શ્રીફ પ્રીફર કરતા હોય છે. શેરી કુતરાની એક જ પ્રજાતિ ગુજરાતમાં છે.