કૂંજ પક્ષીમાં વાયરસ, લાખો પક્ષીઓ પર જોખમ

“કલ્પાંત કરીલે કુંજલડી” કરુણ ભજન ગુજરાતમાં જાણીતી છે. કારણ કે તેનો શિકાર કરી રહેલાં પારઘીને મોતથી બચાવવા કલ્પાંત કરે છે. આવા મોત ગુજરાતના અનેક સ્થળે કુંજ પક્ષના થઈ રહ્યાં છે. જેમાં હજારો કુંજોનો શિકાર તો થાય છે પણ હવે વાયરસના કારણે કૂંજ મોતને ભેટી રહ્યાં છે. સિંહોમાં વાયરસ દેખાયા બાદ વિદેશથી આવતાં લાખો કુંજ પક્ષીઓ પૈકી કેટલાંક સ્થળે વાયરસ જોવા મળ્યો છે. નળ સરોવરમાં 1.80 લાખ અને થોળ તળાવમાં 1.20 લાખ પક્ષીઓ આવે છે જેમાં 50 ટકા કુંજ હોય છે.

ગુજરાતમાં શિયાળામાં 60 જાતના પક્ષીઓ સાઈબરિયા અને મધ્ય યુરોપના મંગોલિયા સહિતના દેશોમાંથી અહીં 4 મહિના સુધી ખોરાક અને બચ્ચા પેદા કરવા માટે આવે છે. જે પક્ષીઓમાં પેલીગન, ફ્લેમિન્ગો, કુંજ, કોમન ક્રુ અને સોલવર મોટાભાગે હોય છે.

પોરબંરમાં વાયરસ

સાઈબરિયાથી આવતાં પક્ષીઓ પહેલાં સૌરાષ્ટ્રના દરિયા કાંઠે ખાસ કરીને પોરબંરની આસપાસ પહેલો મુકામ કરે છે. જ્યાં પોરબંદર-દ્વારકા હાઇવે પર કુછડી ગામની નજીક 13 કુંજ પક્ષીઓના મોત વાયરસથી 10 ડિસેમ્બર અને 9 ડિસેમ્બરે થયા છે. પહેલા એવું માનવામાં આવતું હતું કે તેના મોત ઠંડી લાગવાથી થયા છે. પણ વન વિભાગે તપાસ કરી તો તે કોઈક અજાણ્યા વાયરસથી મોત થયા છે. પોરબંદરના 32 જળવિસ્તારોમાં પક્ષીઓના શિકાર થાય છે.

ટોળામાં રહે છે તેથી જોખમ વધું

ગુજરાતીમાં કુંજડી પણ કહેવાય છે, જે મોટા સમૂહમાં રહે છે અને ટોળામાં ઉડે છે તેથી જોખમ વધી જાય છે. ઉડતી વખતે તે કાયમ અંગરેસી V આકારથી ઉડે છે. જેમાં સૌથી આગળ નેતા કે નેત્રી હોય છે. તે સતત ક્રુરક્રુર અવાજ કરીને બોલે છે.

પોરબંદરની જેમ સાયલામાં મોત

15 માર્ચ 2018માં સાયલા તાલુકાના માનસરોવરમાં અચાનક કુંજ પક્ષીઓ આકાશમાં ઉડતાં હતા ત્યારે ટપોટપ પડી નીચે પડી રહ્યા હતા. તેથી પશુ ડોક્ટર, વન અધિકારીઓ અને પક્ષી નિષ્ણાંત ત્યાં જઈને જોયું તો તેના મોત કોઈ ભેદી રોગના કારણે મોત થયા હોવાનું જણાયું હતું. પશુ ડોક્ટર દ્વારા કુંજ પક્ષીઓને મેલોક્ઝીકેમના ટીપા તથા ડેકઝોનના વેકસીન આપવામાં આવી હતી. તળાવમાં આવા 12 કૂંજ પક્ષી જીવીત  જણાયા હતા. બાર જેટલા કુંજ પક્ષીઓને ખાસ સારવાર આપી લીંબડી નર્સરી ખાતે ખસેડમાં આવ્યા હતા.  પાંચ જેટલા કુંજપક્ષી બચી જવા પામ્યા હતા. ખોરાકી ઝેરના કારણે આમ થયું હોવાનું ત્યારે જણાયું હતું. સાઇબેરીયન કુંજ (કોમનફેન) આ વર્ષે એક હજારથી વધુની સંખ્યામાં આવેલા છે. તેના અંશ લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવ્યા છે.

દ્વારકામાં પણ મોત

ગાંધીનગર વન વિભાગના સૂત્રોએ કહ્યું હતું કે, 4 ડિસેમ્બર 2018માં દ્વારકા નજીક રણજીતપર ગામ પાસે 8 વિદેશી પક્ષી કૂંજના ઝેરી ખોરાકથી મોત થયા હતા. પણ તેને વન વિભાગે કોઈ ગંભીરતાથી લીધું નથી.

શિકાર

5 નવેમ્બર 2018ના દિવસે જૂનાગઢ માંગરોળના સામરડા ગામે પોલીસ દ્વારા 14 કુંજ પંખીના શિકારી ઈસા સુલેમાન સમા સાથે કેટલાંક લોકોને પકડવામાં આવ્યા હતા. જે અગાઉ પણ કૂંજના શિકાર કરતાં પકડાયો હતો.

નળ અને થોળ જોખમી

અમદાવાદથી 62 કિ.મી. દૂર આવેલાં નળ સરોવર અને 20 કિ.મી. દૂર આવેલાં થોળ સરોવરમાં 3 લાખ પક્ષીઓ આવે છે. જેમાં કૂંજ પક્ષી 50 ટકા જેવા હોય છે. જો અહીં પોરબંદર જેવો વાયરસ દેખાય તો જોખમ ઉભું થઈ શકે છે. જેમાં બીજા પક્ષી ડૂબકીઓ, પેણ, કાજિયા, બગલી, પાનબગલી, ઢોંક, કાંકણસાર અને ચમચા, હંસ, સપુરખાબ, બતક, સંતાકુકડી, આડ, જલમાંજર, કાદલકિડચ ખૂંદનાર, ધોમડો, વાબગલી, કલકલિયો, પીળકીયા બાજ સહિતના પક્ષીઓ ઝપેટમાં આવી શકે છે.

14 મે 2018માં કચ્છમાં 1.16 લાખ પક્ષીઓમાંથી 40,282 કૂંજ પક્ષી હતા. નખત્રાણા પશ્ચિમ રેન્જમાં સૌથી વધુ પક્ષીઓ હતા.