પોષકતત્ત્વોના યોગ્ય ઉપયોગ બાબતે વૈજ્ઞાાનિક સમજ તથા સાચું માર્ગદર્શન મેળવવું જરૃરી છે. નાઈટ્રોજન, પોટાશ, ફોસ્ફરસ ઉપરાંત કેલ્શિયમ, મેગ્નેશિયમ, સલ્ફરની જરૃરિયાત રહેતી હોય છે. બોરોન, ક્લોરિન, કોપર, આર્યન, મેંગેનીઝ, ઝીંક અને મોલિબ્લેડેનમ તત્ત્વની જરૃરિયાત સૂક્ષ્મ હોય છે. આમાંની કોઈ પણ એક તત્ત્વની ઉણપ છોડની વૃદ્ધિ અને ઉત્પાદનક્ષમતા તેમજ ગુણવત્તા ઉપર અસર કરે છે. ગંધક જેવા ગૌણ તત્ત્વની જરૃરિયાત મધ્યમ રહે છે. આર્યન, મેંગેનીઝ, ઝીંક, જસત, કોપર-તાંબુ, બોરોન અને મોલિબ્લેડેનમ જેવાં તત્ત્વની જરૃરિયાત વનસ્પતિને તદ્દન ઓછી કે નહીંવત્ હોવાથી તે સૂક્ષ્મ તત્ત્વ તરીકે ઓળખાય છે. આ સૂક્ષ્મ તત્ત્વોની ખામીથી છોડની વૃદ્ધિ રૃંધાઈને ઉત્પાદન ઘટે છે.
સારાં બિયારણને કારણે છોડની ઉત્પાદન ક્ષમતા વધુ હોય છે. મુખ્ય તત્ત્વોનો ઉપાડ વધુ થાય છે તેની સામે સૂક્ષ્મ તત્ત્વની જરૃરિયાત ઓછી રહે છે જે પૂરતા પ્રમાણમાં ન હોય તો ઉણપ જણાય છે. વનસ્પતિને-છોડને જરૃરિયાત હોય તે પોષકતત્ત્વો મળી રહે તે માટે સેન્દ્રિય ખાતર (છાણિયું ખાતર) રાસાયણિક ખાતર અને જૈવિક ખાતરનો સંકલિત ઉપયોગ થવો જરૃરી છે. છોડને જે પ્રકારનાં પોષકતત્ત્વોની જરૃરિયાત છે તે મુજબ છોડને આપવાં જરૃરી છે. જમીનમાં છોડનો ખોરાક કેટલો ઉપલબ્ધ છે અને કેટલો મેળવી શકાય છે. કેટલો બહારથી આપવાનો થાય છે તે જાણવું ખેડૂતોને માટે જરૃરી છે. આવો સામાન્ય ખ્યાલ ખેડૂતોને સમજાઈ જતાં ખેડૂતો પોષકતત્ત્વ સપ્રમાણ વાપરી શકે તે માટે પોતાની જમીનની ચકાસણી કરાવતા થઈ ગયા છે.
જમીનમાં ભલામણ મુજબ સૂક્ષ્મ તત્ત્વો આપવાથી ઉત્પાદનમાં વધારો મેળવી શકાય છે અને પાકની ગુણવત્તામાં પણ સાથે સાથે સુધારો થાય છે. જુદા જુદા અખતરાનાં પરિણામો ઉપરથી જોવા મળેલ છે કે લોહ અને જસતની ર્પૂિત કરવાથી જુદા જુદા પાકોમાં ૧૦થી ૨૫ ટકા સરેરાશ ઉત્પાદન વધારી શકાય છે. ધાન્ય પાકો જેવા કે ઘઉં, ડાંગર, બાજરી, જુવાર અને મકાઈમાં સરેરાશ ૪૨૫ કિગ્રા પ્રતિ હેક્ટર અને ૧૫.૫ ટકા જેટલું વધુ ઉત્પાદન મળી શકે છે. આ વધારો ફક્ત ૨૫ કિગ્રા. ઝિંક સલ્ફેટ આપવાથી મળે છે. જેનો ખર્ચ ૫૦૦ રૃપિયા થાય છે જ્યારે તેલીબિયાંમાં ૨૧ ટકા અને કઠોળ વર્ગના પાકમાં ૨૩ ટકા ઉત્પાદન વધુ મળી શકે છે. તેનાથી થતી આવક ઘણી વધારે થાય છે. આ જ રીતે ૫૦ કિગ્રા. ફેરસ સલ્ફેટ પ્રતિ હેક્ટર જેની કિંમત ૪૫૦ રૃપિયા જેટલી થાય છે તે આપવાથી ઘઉં અને ડાંગરનું ઉત્પાદન સરેરાશ એક ટન (૨૫.૪ ટકા) વધુ મળે છે. લોહની ર્પૂિતથી તેલીબિયાંના ઉત્પાદનમાં વિશેષ ફાયદો જોવા મળે છે.
જમીનનો પીએચ આંક ૭.૦ કરતાં નીચો હોય ત્યારે સૂક્ષ્મ તત્ત્વો જેવાં કે, લોહ, જસત, મેંગેનીઝ, તાંબુની લભ્યતા વધારે હોય છે. જ્યારે ગંધકની લભ્યતા પી.એચ. આંક ૭.૦ કરતાં ઊંચો હોય ત્યારે વધુ જોવા મળે છે. જમીનનો પીએચ આંક ૪.૦થી ૬.૦ હોય ત્યારે જમીન સુધારક તરીકે લાઇમ (ચૂનો) અને જો ૮.૩ કરતાં ઊંચો હોય તો જિપ્સમ (ચિરોડી) જમીન
જમીન ચકાસણી કરી તેનો ર્ફિટલિટી મેપ બનાવવાના સરકારના પાઈલોટ પ્રોજેક્ટમાં લગભગ ૩૦૦૦ ગામડાંઓનો મેપ લગભગ તૈયાર થવામાં છે. સરકારના આ પાઈલટ પ્રોજેક્ટ બાબતે આણંદ જિલ્લા ખેતી અધિકારી એમ બી. ધોરાજિયાએ જણાવ્યું હતું કે, હાલ આણંદ જિલ્લામાં ખેડૂતો પોતાની જમીનમાં સૂક્ષ્મ તત્ત્વો,ગૌણ તત્ત્વની જાણકારી મેળવવા જમીનની ચકાસણી કરાવી રહ્યા છે. સરકાર તરફથી વ્યાપક પ્રમાણમાં ઝુંબેશ ધરવામાં આવેલ છે અને દરેક ખેડૂત પોતાની જમીનમાં સલ્ફર, જસત, મેંગેનીઝ, લોહતત્ત્વની માહિતી મેળવી શકે છે. તે માટે જમીનના નમૂના લેવામાં આવેલા અને જમીનનું પૃથક્કરણ કરાવી જમીનમાં રહેલ ઉપલબ્ધ તત્ત્વોની પરિસ્થિતિ અને છોડની જરૃરિયાતને ધ્યાને રાખી સર્વે નંબર વાઈઝ પરિણામના આધારે આણંદ જિલ્લાનાં ૩૬૫ ગામના જમીન ફળદ્રુપતાના નકશા તૈયાર કરવામાં આવી રહ્યા છે. કુલ ૧૧૭ ગામના નકશા તૈયાર કરીને દરેક ગ્રામ પંચાયત અથવા સહકારી મંડળીના વિક્રેતાને ત્યાં મૂકવામાં આવી રહ્યા છે. પેટલાદ -૧૯, તારાપુર ૧૦, ખંભાત ૧૮, બોરસદ-૫૦, ઉમરેઠ -૮, આંકલાવ-૯, આણંદ -૩ એમ કુલ ૧૧૭ નકશા તૈયાર થઈ ચૂક્યા છે. દરેક ગામના નકશા તૈયાર કરવાનું આયોજન કરેલ છે. આ નકશા ઉપરથી સર્વેનંબરમાં સલ્ફર, ગંધક, જસત, મેંગેનીઝ, લોહતત્ત્વની ઉપલબ્ધ ક્ષમતાનો ખ્યાલ આવે છે. પીળો કલર મધ્યમસર ઉપલબ્ધ છે. લાલ કલર ઉણપની અસર દર્શાવે છે અને લીલો કલર વધુ પ્રમાણમાં ઉપલબ્ધ હોવાનું જણાવે છે. – કરણ રાજપુત
 ગુજરાતી
 English
		


