કૃષિ પ્રધાન અને મુખ્ય પ્રધાન પોતે મગફળી કૌભાંડને છાવરે છે

બહુ ચર્ચિત મગફળી કૌભાંડમાં વધું એક ઘડો ફુટ્યો છે. કૃષિ પ્રધાન રણછોડ ફળદુ, કેન્દ્રના કૃષિ રાજ્ય પ્રધાન પરસોત્તમ રૂપાલા અને મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને હવે કોભાંડની કોઈ અસર થતી ન હોય તેમ મગર જેવા બની ગયા છે. હરરાજી દ્વારા વેપારીઓને મગફળીનું વેચાણ કરતા ભાંડાફોડ થયો છે. ગુજરાત કીસાન કોંગ્રેસ દ્વારા મગફળીના ગોડાઉન પર ખેડૂતોએ જનતા રેડ કરતા કૌભાંડ સામે આવ્યું છે. સૌરાષ્ટ્ર માર્કેટીંગ યાર્ડ વેપારી એસોસીએશનના પ્રમુખ અતુલ કામાણી અને ખેડુત આગેવાન રતનસીંહ ડોડીયા જનતા રેડમાં સાથે રહયા હતા.

રેડ પડાતા મગફળીના ફોફા, કાકરા અને મોટા પથ્થરાઓ બારદાન માંથી નીકળ્યા છે. જે રીતે સરકાર કૌભાંડમાં ભીનું સંકેલવા પ્રયાસ કરતી હતી એ અને અત્યારે સામે આવેલી હકીકતો પરથી તો એવુ લાગે છે કે સરકાર દ્વારા જ આ કૌભાંડ આચરવામાં આવ્યું છે. હવે સીધી આંગળી કૃષિ પ્રધાન રણછોડ ફળદુ અને મુખ્ય પ્રધાન વિજય રૂપાણી સામે ખેડૂતો ચિંધી રહ્યાં છે. કિસાન કોંગ્રેસના ખેડૂતો કહે છે કે મગફળી કૌભાંડ થયું તેની પાછળ કૃષિ પ્રધાન રણછોડ ફળદુ અને મુખ્ય પ્રધાન વિજય રૂપાણી પોતે છે.

વર્ષ 2016-17માં ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં મોટા કૌભાંડો થયા હતા મગફળી સાથે ધુળ, ઢેફા, કાંકરા, ફોફા કાંધુ વગેરે ભેળવી વેપારીઓએ, સરકારના મળતીયાઓએ ખુબ મલાઈ તારવી લઈ મોટુ કૌભાંડ કર્યાની ફરિયાદ નોંધાઇ હતી કોંગ્રેસ દ્વારા ગોદામ ની બહાર ધરણાના કાર્યક્રમ યોજી વિરોધ કરવામાં આવ્યો હતો સરકાર દ્વારા ભીનું સંકેલવા અને આખા કૌભાંડ પર પળદો પાડી દેવા મગન ઝાલાવાડિયા સહીત કેટલાક લોકો સામે ગુનો નોંધી, તપાસ સમિતિ ની રચના કરી મામલો રફેદફે કરવામા આવ્યો હતો
ત્યારે પણ કોંગ્રેસ માંગ કરી રહી હતી કે જેટલા ગોડાઉન મગફળીના ભરેલા છે તેની તમામની તપાસ થવી જોઈએ પરંતુ રાજ્ય સરકારે તપાસ કરશું કહીને બધા જ ગોડાઉન ને તાળા મારી દીધા હતા પોરબંદરમાં મગફળી ભરેલા ગોડાઉન પર અર્જુનભાઈ મોઢવાડિયા, પાલભાઈ આંબલિયા દ્વારા મીડિયા સાથે રાખી જનતા રેડ કરવામાં આવી હતી તો કોંગ્રેસના આગેવાનો પર પોલીસ કેસ કરવામાં આવ્યો હતો
સરકાર દ્વારા ભીનું સંકેલવા અને કૌભાંડો છુપાવવા ગોડાઉન ને તાળા મારી તપાસનુ નાટક કરવામાં આવ્યુ હતું તે આના પરથી સાબિત થાય છે, સરકાર દ્વારા જ આ કૌભાંડ આચરવામાં આવ્યું હતુ એટલે જ સરકાર દ્વારા ભીનું સંકેલવા પ્રયાસ કરવામાં આવ્યા, કોઈ તપાસ કરવામાં ન આવી જેના કારણે આખુંય કૌભાંડ દબાવી ગયુ હતુ
અત્યારે રાજ્ય સરકાર દ્વારા એ મગફળીની હરરાજી કરી વેપારીઓને વેચી રહ્યા છે ત્યારે એ ગોડાઉન ખોલવાની ફરજ પડી હતી એ ગોડાઉન ખોલતા તેમાંથી ભાજપ સરકાર દ્રારા મગફળી ખરીદી કૌભાંડનો પાપનો ઘડો ફુટ્યો છે
ટેકાના ભાવે ખરીદેલી મગફળી બરેલુ કચ્છ ના ગાંધીધામના ગોડાઉન ખોલવામાં આવ્યુ છે અને તેમાં પડેલી મગફળી જોઈ ત્યારે ખબર પડે કે અત્યાર સુધી બહાર આવેલી વિગતો તો હીમશીલાની ટોચ જેવી હતી
અત્યારે ગાંધીધામના ગોડાઉન ખોલવામાં આવતા જે મગફળી જોવા મળી રહી છે તેમાં મગફળી તો છે જ નહીં ધુળ કે ઢેફા પણ નથી મગફળીના ફોફા અને રેતી, કાકરી, કાકરા અને પથ્થર જ જોવા મળે છે