ગુજરાતનાં ખેડૂતોનાં આંદોલન સંદર્ભે કૃષિ પ્રધાન રણછોડ ફળદુએ કબૂલાત કરી હતી કે, રીંગણા, કોબીજ, ટામેટાં, દૂધી, કાકડી, ભીંડા જેવા શાકભાજીના 20 કિલોના ભાવ રૂ.100 થી રૂ.700 સુધીના રહયા છે. જે કિલોએ રૂ.5 પણ થયા છે. પણ તેમણે એવું કહ્યું નથી કે ટામટા અને કોબીના એક કિલોએ પણ કોઈ લેવા તૈયાર થયું ન હતું. ગુજરાતમાં જ્યારથી ખેડૂતોએ ભાજપને મત આપવાનું બંધ કરી દીધું છે ત્યારથી તેમને સારા તો ઠીક પણ પોષણ ક્ષમ ભાવ મળવાનું બંધ થઈ ગયું છે. તેથી ગુજરાતના ખેડૂતો વધારે ગરીબ બની રહ્યાં છે.
ખેડૂતોના આંદોલનથી હચમચી ગયેલા કૃષિ પ્રધાન રણછોડ ફળદુ ફરી એક વખત લોકોને ગેરમાર્ગે દોરી રહ્યાં છે. તેમણે એવું કહ્યું હતું કે, ગુજરાતમાં પશુપાલકોને દૂધ ઉત્પાદકોને રૂા.૧૦ જેવી સબસીડી સરકાર આપે છે. એટલું જ નહીં પણ ગુજરાત સરકાર શૂન્ય ટકા વ્યાજે કૃષિ લોન-પાક વીમો અને ખેડૂતોનો માલ ટેકાના ભાવે ખરીદીથી ખેડૂતોની પડખે સતત ઊભી છે. રણછોડ ફળદુએ કબુલાત કરી હતી કે, કોંગ્રેસ ગુજરાતની પ્રજાની નજરોમાં રહેવા માટે તેના કાર્યકરો દ્વારા આંદોલન ચલાવી રહી છે. પરંતુ ખેડૂત વર્ગો- પ્રજાનું કોઇ સમર્થન નથી. કૃષિ મંત્રી આર.સી.ફળદુએ વિપક્ષ કોંગ્રેસ દ્વારા રાજયમાં ખેડૂતોના નામે ચલાવાઇ રહેલા આંદોલન અને માર્ગો પર દૂધ ઢોળી દેવા, શાકભાજી ફેંકવા જેવી ઘટનાઓની આકરી આલોચના કરી છે. કૃષિમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે મુખ્ય મંત્રી વિજયભાઇ રૂપાણીની સરકારે ખેડૂતોના હિતોને હંમેશા અગ્રતા આપી છે. તેમણે સરકારની સત્તાવાર યાદી આપવાના બદલે નંબર વગરની બેજવાબદાર સમાચાર યાદી જાહેર કરીને કહ્યું કે, પશુપાલકોને ગાય અને ભેંસના દૂધની સરકાર દ્વારા ખરીદીમાં રૂા.૧૦ ની સબસીડી અપાય છે. ખેડૂતોને મગફળી, તુવેર, ચણા, રાયડામાં ટેકાના ભાવ ખેડૂતોને આપ્યા છે. શાકભાજીના ભાવો પણ રોજેરોજ એ.પી.એમ.સી. મારફતે નિયમીત પણે નિયંત્રિત થતાં હોવાથી રાજયના પ્રજાજનોને વ્યાજબી ભાવે શાકભાજી મળી રહે છે તેમ તેમણે ઉમેર્યુ હતું. ગુજરાતમાં ખેડૂતોને શૂન્ય ટકા વ્યાજે લોન, પ્રધાનમંત્રી કૃષિ વીમા યોજના અન્વયે પાક વીમો જેવા કિસાન હિતકારી પગલાંઓથી ખેડૂતોની પડખે ઉભી રહેનારી સરકાર છે. july