ગુજરાત વિધાનસભામાં ખેડૂતોના પાક વીમાના મુદ્દે સત્તાધારી ભાજપ અને કોંગ્રેસના સભ્યો આમને-સામને આવી ગયા હતા. વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ સરકાર પર વળતો પ્રહાર કરતાં જણાવ્યુ છે કે, પાક વીમા યોજના હેઠળ ખેડૂતોને પૂરતો લાભ મળતો નથી. વીમા કંપનીઓ સરકારની યોજનાની નફો કરે છે. ગુજરાતના ખેડૂતોને વીમો નથી જોઈતો તો, પ્રીમિયમ જેટલી રકમ ધિરાણ લેતા ખેડૂતોને સીધી ચૂકવવી જોઈએ. પરેશ ધાનાણીએ એમ પણ જણાવ્યુ હતું કે, વીમા કંપનીઓ 2 વર્ષમાં કુલ રૂ. 3279 કરોડનો નફો કર્યો છે
ગૃહમાં કોંગ્રેસના ઉપનેતા શૈલેષ પરમારે જણાવ્યું હતું કે ખેડૂતોએ રવિ પાક માટે બે વર્ષમાં 5400 કરોડનું પ્રીમિયમ વીમા કંપનીને ભર્યુ હતું જ્યારે તેની સામે માત્ર3149 કરોડ જ ચુકવવામાં આવ્યા હતા. આમ વળતર બાદ 2480 કરોડનો ફાયદો વીમા કંપનીઓને થયો હતો. રાજ્ય સરકાર ખેડૂતો પાસેથી પ્રીમિયમ લઈને વીમા કંપનીને ચુકવે છે પરંતુ વીમા માટે સરકારે ખાસ બજેટ ફાળવું જોઈએ તેવું સૂચન તેમણે કર્યું હતું. પાક વીમાના મુદ્દે કોંગ્રેસ અને ભાજપના સભ્યો વચ્ચેઆક્ષેપ અને પ્રતિ આક્ષેપોનો મારો શરૂ થયો હતો પરંતુ અધ્યક્ષની દરમ્યાનગીરીથી મામલો શાંત પડ્યો હતો.
દાણીલીમડાના ધારાસભ્ય શૈલેષ પરમાર પાક વીમાના પ્રશ્નના જવાબમાં સરકારે જવાબ આપતા જણાવ્યુ હતું કે, પાક વીમા મુદ્દે પહેલી વાર ખેડૂતોને રૂ. 3000 કરોડના પ્રીમિયમ સામે રૂ.2700-2800 કરોડની ચુકવણી થશે. સરકારના આ જવાબ સામે કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરાયો હતો કે, છેલ્લા 2 વર્ષમાં કુલ રૂ.5600 કરોડનું પ્રીમિયમ વીમા કંપનીઓને મળ્યું છે, જ્યારે તેની સામે ખેડૂતોને માત્ર રૂ.3104 કરોડની ચુકવણી કરવામાં આવી છે.
જે અંગે નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ દ્વારા ગૃહમાં પ્રીમિયમ અને વળતરની સરખામણી ન હોય. વળતર નુકસાનના આધારે મળતું હોય છે. જેટલું પ્રીમિયમ ચૂકવાયું હોય એટલું વળતર મળવું જરૂરી હોતું નથી. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના આરોપને લઈને કોંગ્રેસના ધારાસભ્યોએ હોબાળો મચાવ્યો હતો.
આ દરમિયાનમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઊભા થઈને જવાબ આપતા જણાવ્યુ હતું કે, ખે, આ વર્ષે જો વરસાદ સારો પડશે તો કંપનીઓને પ્રીમિયમ ચૂકવ્યાં છતાં ખેડૂતોને કોઈ ચુકવણી નહીં થાય, પણ જો વરસાદ સારો ન થાય તો રૂ. 3000 કરોડના પ્રીમિયમ સામે વીમા પેટે રૂ 12 હજાર કરોડની ચુકવણી વીમા કંપનીઓએ કરવાની રહેશે.