ગુજરાતમાં વીમા કંપનીને ફાયદો કરાવવા માટે રાજ્ય સરકાર ચાલ ચાલી રહી છે. ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો હોવા છતાં ત્યાં અછત જાહેર કરવામાં આવતી નથી. જો અછત જાહેર થાય તો ત્યાં ખેડૂતોને વીમો આવવો પડે. જો આમ થાય તો વીમા કંપનીએ કરોડો રૂપિયા ચૂકવવાના થાય તેમ છે. તેથી એવો આરોપ છે કે, વીમા કંપનીને બચાવવા માટે સરકાર આવું કરી રહી છે. દરેક ગામ દીઠ વરલાદના આંકડા જાહેર કરીને જ વીમો અને અછત જાહેર કરવામાં આવતી હોય છે પણ દરેક ગામમાં વરસાદ માપક સાધનો કે રેકર્ડ રાખવામાં આવતાં નથી.
ઉપરાંત ક્રોપ કટીંગ માટે એક ગામમાં 3 ખેતર પસંદ કરવાના હોય છે. જ્યાં ખેતરમાં જઈને તેના માપ પ્રમાણે પાકને લઈને કેટલો પાક થયો છે તે નક્કી કરેલી સમિતિ અને ખેડૂતની હાજરીમાં તપાસ કરવાની હોય છે. જેમાં મોટા પાયે ગોલમાલ થઈ થઈ રહી છે. જે ખેતરમાં સારો પાક હોય તે પસંદ કરવામાં આવે છે. ખરેખર તો તે માટે ડ્રો થવો જોઈએ. પણ તેમ થતું નથી.
ખેડૂતોએ પોતાના પાકનો વીમો ઉતારેલો છે. જો પાક નિષ્ફળ જાય તો તેને વીમો મંજૂર કરવો પડે છે. પણ ગુજરાતમાં 10 વીમા કંપનીને ફાયદો કરાવવા માટે રાજરમત રમવામાં આવી રહી છે. એવો આરોપ ઠેરઠેર થઈ રહ્યો છે. આમ વીમા કંપનીઓ સાથે મળીને કરોડો રૂપિયાનું કૌભાંડ આકાર લઈ રહ્યું છે. જો વિજય રૂપાણીની સરકાર વહેલી નહીં સમજે તો તેમને આગામી ચૂંટણીમાં સહન કરવું પડશે એવું ખેડૂતો કહી રહ્યાં છે.
જામજોધપુરના ધારાસભ્ય વીમા માટે ખેતર ખૂંદે છે
લાલપુર-જામજોધપૂર વિસ્તારમાં ઓછા વરસાદને કારણે પાક નિષ્ફળ રહ્યો હોય સરકાર તેમજ વીમા કંપની દ્વારા લાલપૂર જામજોધપુર વિસ્તારમાં ખેડુતોને વીમાની સહાય મળે તે માટે આ વિસ્તારમાં ખેતરમાં ક્રોપ કટીંગની પ્રક્રિયા કરવામાં આવી રહી છે. ત્યારે ધારાસભ્ય ચિરાગભાઈ કાલરીયા, દ્વારા ખેડુતોને સંતોષકારક રીતે વિમો મળવાપાત્ર મળે તેમાટે સરકારના અધિકારીઓ સાથે લાલપૂર જામજોધપુરના ગામડામાં ખેડુતોના ખેતરોની ક્રોપ કટીંગ માટે મુલાકાત લીધી હતી.
પસંદગી કૌભાંડ
જામજોધપુર નજીકના ઉપલેટામાં ધારાસભ્ય લલીત વસોયાએ જણાવ્યું હતુ કે, સમગ્ર ગુજરાતમાં સરકાર અને વિમાકંપનીએ મીલીભગત આચરી છે. ઉપલેટા તાલુકામાં મુખ્યપાક તરીકે ઘઉં ગણાવ્યો છે. ઘઉં શીયાળુ પાક છે. મુખ્ય પાક તરીકે કપાસ મગફળીનો ઉલ્લેખ નથી. ક્રોપકટીંગમાં પસંદ થયેલા 20 સર્વે નંબરો પૈકી 17 સર્વે નંબર પીયતનાં છે. આથી આ રીતે સર્વે થાય તો ઉપલેટા ધોરાજીની ખેડુતોને ઝીરો ટકા પાકવીમો મળશે. ૩ સર્વે નંબરમાં મગફળી હાલમાં ઉભી નથી જો આજ આધારે ક્રોપ કટીંગ કરવામાં આવે
જ્યાં કુવાનું પાણી છે તે ખેતર પસંદ કરાયા
ધોરાજી તાલુકાના ખેડુતોને ૦% પાક વીમો મળે તેમ છે. જ્યાં સાવ વરસાદ થયો નથી અને પાક સાફ થઈ ગયો છે. જેમાં 10 ગામો પસંદ કરવામાં આવ્યા છે. તેમાંથી 4 ગામના 8 સર્વે નંબર તો ભાદર ડેમ અને ભાદર નદીના કાંઠાના સર્વે નંબરો છે. જેમાં ભૂખી,વેગડી, ભોળા અને ભોલગામડા છે. અને જેમાં પીયત થતું હોય તે સામાન્ય બુધ્ધીનો માણસ પણ સમજી શકે તેવી વાત છે. ધોરાજી તાલુકાના મગફળી માટેના ગમો અને સર્વે નંબરો પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાની માર્ગદર્શીકા પ્રમાણે ફરીથી પ્રેપ્રોસેસ કરી ક્રોપ કટીંગ કરવાની માંગણી કરવામાં આવી છે. ધારાસભ્ય લલિત વસોયાએ પ્રધાનમંત્રી પાક વિમા યોજનાની માર્ગદર્શિક પ્રમાણે મગફળીનું ક્રોપ કટિંગ ન થતુ હોવાને લઈને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને પત્ર લખ્યો છે. તેઓએ લખેલા પત્રમાં માર્ગદર્શિકા પાલન કર્યા વગર જ મગફળીના પાકનું ક્રોપ કટિંગ કરવાની પ્રક્રિયા ચાલતી હોવાનો ઉલ્લેખ કર્યો છે
અમરેલીમાં ગોલમાલ
અમરેલી જીલ્લામાં મગફળીની ખેતી થાય છે. ખેડુતોના વાવેલા મોંઘા ભાવના બીયારણ બે વખત ઉગીને સુકાઈ ગયા હતા. ખેડુત ખાતર, બિયારણ, દવા, નિંદામણ, આંતર ખેડ, તમામ કામોપૂર્ણ કરીને વરસાદની રાહ જોતા હતા. પણ વરસાદ ખેંચાતા મગફળીનો 100 % પાક નિષ્ફળ ગયો છે. 10 % ખેડુતો કે જેઓએ પાક પિયત કરેલ છે તેવા ખેડુતોને ખર્ચ 50 % જ મળે તેવી સ્થિતી છે. જેથી અમરેલી જીલ્લા તાત્કાલિક સર્વે કરાવી ખેડૂતો માટે ર018/19નું વર્ષ અસગ્રસ્ત જાહેર કરીને પાક વીમો આપવા ક્રોપ કટીંક કરીને આપવા માટે કહેવામાં આવ્યું હતું.
રિલાયન્સ વીમા કંપનીની દાદાગીરી -ભાજપ
કોટડાસાંગાણી તાલુકાના ખેડુતોના વીમાના સર્વે મામલે તાલુકા ભાજપ પ્રમુખ અરાવિંદભાઈ સીંધવે સરકાર સામે બાયો ચડાવીને રીલાયંસ કંપનીને ફાયદો કરાવવા સામે આરોપો મૂક્યા છે. સાંસદ કુંડારીયાને તાલુકાના 42 ગામના સરપંચોને સાથે રાખીને આવેદન પાઠવ્યું છે, જેમાં જણાવ્યું છે કે રીલાયન્સ કંપનીના કર્મચારીઓ ગામમા ક્રોપ કટીંગ કરવા આવે ત્યારે મનમાની કરે છે. કોઈપણ ખેતરના માલિક કે ગામના સરપંચ કે આગેવાનોને સાથે રાખતા નથી. ખેડૂતોને વાડીમાં ક્રોપ કટીંગ વખતે બહાર કાઢી મૂકવામાં આવે છે. પાણી હોય તે વાડી જ પસંદ કરાય છે. કંપનીના અધિકારીઓ અભદ્ર ભાષાનો ઉપયોગ કરે છે. કોટડાસાંગાણી, લોધીકા, જસદણ અને વિંછિયા તાલુકામાં કપાસનું વાવેતર થતું હોવા છતાં મગફળીનું વાવેતર દર્શાવે છે. અન્યાય છે.