કેજરીવાલની જાહેરાત:દિલ્હીમાં હવે માત્ર ૨૩૧૦ રૂપિયામાં મળશે નવુ પાણી કનેક્શન

ન્યુ દિલ્હી,તા.23
દિલ્હીમાં પાણીને લઇને રમાઇ રહેલા રાજકારણ વચ્ચે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મોટી જાહેરાત કરી છે. કેજરીવાલે જાહેરાત કરી છે કે દિલ્હીમાં હવે પાણી અને સીવરના નવા કનેક્શન માટે માત્ર ૨૩૧૦ રૂપિયા જ આપવા પડશે. કેજરીવાલે કહ્યું કે ડેવલપમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ચાર્જ પણ હવે દિલ્હીના લોકો પાસેથી નહી લેવામાં આવે.

કેજરીવાલે કહ્યું કે દિલ્હીમાં પહેલા પાણી અને સીવરના નવા કનેક્શન માટે ૨૦૦ મીટરના પ્લાટ પર ૧,૧૪,૧૧૦ રૂપિયા આપવા પડતા હતા જ્યારે ૩૦૦ મીટરના પ્લાન્ટ માટે ૧,૨૪,૧૧૦ રૂપિયા આપવા પડતા હતા. આ રકમ ઘણી વધુ હતી પરંતુ હવે આટલી મોટી રકમથી છુટકારો મળતા દિલ્હીના લોકોને રાહત મળશે. કેજરીવાલે કહ્યું કે હવે ગમે તેટલો પ્લોટ હોય, તમામને માત્ર ૨,૩૧૦ રૂપિયા ચાર્જ આપવો પડશે.

કેજરીવાલ અનુસાર, સીવેજ કનેક્શન ના લેવા પાછળ એક મોટુ કારણ અલગ-અલગ રીતની રકમ હતી.જાકે, સરકારે વિકાસ શુલ્ક ૫૦૦ રૂપિયા પ્રતિ મીટરથી ઘટાડીને ૧૦૦ રૂપિયા કરી દીધો હતો. છતા પણ લોકો આગળ નહતા આવ્યા પરંતુ હવે આ રકમ માફ કરવાથી લોકો કનેક્શન લેશે.

મુખ્યમંત્રી કેજરીવાલે કહ્યું , દિલ્હીમાં પાણીને લઇને ગંદુ રાજકારણ રમાઇ રહ્યું છે. કેટલાક લોકો પાણીને લઇને રાજકારણ રમી રહ્યાં છે પરંતુ હું આ રાજકારણમાં પડવા માંગતો નથી. મારો ઉદ્દેશ્ય દિલ્હીના લોકોને સારૂ પાણી પહોચાડવાનું છે.જા કોઇ ફરિયાદ છે કે અમને ગંદુ પાણી મળી રહ્યુ છે તો અમને જણાવો.