કેજરીવાલની ભાજપે નકલ કરી, નકલમાં અકલ ન હોય

ભાજપ દ્વારા ચલાવાયેલી ઝુંબેશ અંતર્ગત દિલ્હીવાસીઓ પાસેથી 11 લાખ, 65 હજાર સુચનો દિલ્હી ભાજપ પ્રદેશને મળ્યા હોવાનો દાવો કર્યો છે. આ પદ્ધતિ આમ આદમી પક્ષના વડા કેજરીવાલ દ્વારા અપનાવવામાં આવી હતી. જેનો ભાજપે નકલખોરી કરી છે. દિલ્હીમાં ભાજપ કેજરીવાલે નક્કી કરેલી પધ્ધતીની સીધી ઉઠાંતર કરી રહ્યો છે.
આકાશવાણીદિલ્હી વિધાનસભાની આગામી ચૂંટણી માટેના ભાજપના ચૂંટણી ઢંઢેરામાં કયાં મુદ્દાઓનો સમાવેશ કરવો તે ઝુંબેશ અંતર્ગત દિલ્હીવાસીઓ પાસેથી 11 લાખ, 65 હજાર સુચનો દિલ્હી ભાજપ પ્રદેશને મળ્યા હતા.

પણ આ નકલ કરેલી પદ્ધતિનું હવે શું કરવું તે ભાજપની સુઝ પડતી નથી. કારણ કે મોટા ભાગના સૂચનો તો કેન્દ્ર સરકાર અંગેના છે જેનો અમલ તો તુરંત કરવો પડે તેમ છે એમ પક્ષના આંતરિક સૂત્રોએ જણાવ્યું હતું.

દિલ્હીમાં પત્રકારોસાથેની વાતચીતમાં દિલ્હી પ્રદેશ અધ્યક્ષ મનોજ તિવારીએ જણાવ્યું કે, નાગરિકો તરફથી મળેલા સૂચનોમાં મુખ્યત્વે વરસાદીપાણીનો ભરાવો, રોડ-રસ્તાપરના ભુવાઓ, ઉબડ-ખાબડરસ્તાઓ, ગંદુ પાણી, પ્રદુષણ અને બેરોજગારી જેવા મુદ્દાઓ કેન્દ્રમાં રહ્યા હતા. આ તમામ પ્રતિભાવો મહિના અગાઉથી ભાજપ દ્વારા ચલાવાયેલી ઝુંબેશ ‘મારી દિલ્હી, મારા સુઝાવ’ અંતર્ગત મળ્યા હતા.