ગુજરાતમાં છેલ્લાં ત્રણ વર્ષમાં 1,177 ખેતમજૂરો અને 132 ખેડૂતોએ આત્મહત્યા કરી છે.
સંસદના ચોમાસું સત્રમાં રજૂ કરાયેલા અહેવાલ અનુસાર ત્રણ વર્ષમાં કુલ 1,309 ખેડૂતો અને ખેતમજૂરોએ આત્મહત્યા કરી છે. ખેડૂતો અને ખેત મજૂરોની સૌથી વધુ આત્મહત્યાના મામલે ગુજરાત ભારતમાં ચોથા ક્રમે છે. ગુજરાતમાં ખેડૂતોની આત્મહત્યાના પ્રમાણમાં વર્ષ 2015 કરતાં વર્ષ 2016માં 35.5 ટકા જેટલો વધારો નોંધાયો છે.ગુજરાતમાં વર્ષ 2014માં 555, વર્ષ 2015માં 244 અને વર્ષ 2016માં 378 ખેતમજૂરોએ આત્મહત્યા કરી હતી.
ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રમાં ખેડૂતો અને ખેતમજૂરોની આત્મહત્યાની સંખ્યામાં વર્ષ 2015ની તુલનામાં વર્ષ 2016માં ઘટાડો નોંધાયો છે.
જ્યારે ગુજરાતમાં આસમયગાળા દરમિયાન આત્મહત્યા કરનાર ખેડૂતો અને ખેતમજૂરોની સંખ્યા મહારાષ્ટ્રની તુલનામાં વધારે છે. સૌથી વધારે આત્મહત્યાની સંખ્યા આંધ્ર પ્રદેશમાં નોંધાઈ છે.