૯ મી ઓગસ્ટ ૧૯૪૨ના રોજ અંગ્રેજોને ભારત છોડોના નારા હેઠળ આઝાદીના સત્યાગ્રહીઓ દ્વારા અલ્ટીમેટમ અપાયું હતું. આ ઐતિહાસિક દિને અખિલ ભારતીય કિસાન સભા દ્વારા દેશભરમાં જેલભરો કાર્યક્રમ યોજાયો હતો. કેન્દ્ર સરકારની ખેડૂત વિરોધી નીતી બદલ મોડાસાના ચાર રસ્તા ખાતે દેખાવો યોજી રહેલા કીસાન સભાના કાર્યક્રરો અને ખેડૂતોની પોલીસે અટકાયત કરી હતી. કીસાન સભા દ્વારા જુદી જુદી માંગણીઓ સંદર્ભે જિલ્લા કલેકટરને આવેદનપત્ર અપાયું હતું. કાર્યકરો માર્ગ ઉપર બેસી કે સૂઈ જતાં એક ઘડીએ વાહનચાલકો અટવાયા હતા. ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ હતી. દેખાવો કરા રહોલાં ૩૨ કાર્યકરોની અટકાયત કરી હતી. મોડાસા ટાઉન પોલીસ સ્ટેશને અટકાયત હેઠળ રખાયેલા આ કીસાનો અને કાર્યકરોને બે કલાક બાદ છોડી મૂકાયા હતા. જયારે કીસાન સભા દ્વારા મોટી સંખ્યામાં ખેડૂતોની સહી વાળું આવેદનપત્ર આ દિવસે જિલ્લા કલેકટરને અપાયું હતું. આ આવેદનપત્રમાં સ્વામીનાથ કમિશનની ભલામણો સ્વીકારવા, ખેડૂતોને ઉત્પાદન ખર્ચના દોઢા ભાવ આપવા, ખેડૂતોના દેવા માફ કરવા સહિતની માગણીઓ કરાઈ હતી.