કેન્દ્ર સરકારે ગુજરાતને માર્યો તમાચો, શિક્ષણ માટે કાપ મૂક્યો

કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા ગુજરાતની ભાજપ સરકારને શિક્ષણ માટે ઓછું ફંડ આપવામાં આવી રહ્યું હોવાનું RTI હેઠળ બહાર આવ્યું છે. જે ગુજરાત માટે તમાચો માર્યા બરાબર છે. સર્વ શિક્ષા અભિયાન હેઠળ આપવામાં આવેલા ફંડમાં હાલની ભાજપ એનડીએ સરકારની સરખામણીમાં પૂર્વ કોંગ્રેસ-યુપીએ સરકારે ગુજરાત રાજયને વધુ ફંડ આપ્યું હતું. આમ રૂ.320.45 કરોડનો તમાચો કેન્દ્ર સરકારે ગુજરાતના હીત માટે માર્યો છે. આમ શિક્ષણમાં કેન્દ્રમાં બેઠેલી ભાજપ સરકાર દ્વારા ઓછું ફંડ આપવામાં આવ્યું છે.

કોંગ્રેસ સરકાર

ઈ.સી. 2010-2011 થી 2013-2014 દરમિયાન 4 વર્ષમાં કેન્દ્રની યુપીએ- કોંગ્રેસની મોનમોહનસીંહની સરકાર દ્વારા ગુજરાત સરકારને રૂા.3265.70 કરોડનું ફંડ આપવામાં આવ્યું હતું.

ભાજપ સરકાર

2014-2015 થી 2017-2018 દરમિયાન 4 વર્ષમાં કેન્દ્રની એનડીએ ભાજપ સરકાર દ્વારા ગુજરાત સરકારને રૂા.2945.25 કરોડનું ફંડ આપવામાં આવ્યું છે.

ક્લાસ રૂમ ન બન્યા

સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત ગુજરાત રાજયને વર્ષ 2007-08થી વર્ષ 2016-17 સુધીમાં કેનદ્ર સરકાર દ્વારા રૂ.6240 કરોડ આપવામાં આવ્યા હતા. પણ તે ઓછા મળવાના કારણે નવા ક્લાસ રૂમ બનાવી શકાયા નથી. તેથી વિદ્યાર્થી એક ક્લાકમાં બેસે છે અથવા વૃક્ષ નીચે બેસીને ભણે છે. રૂ.300 કરોડ ઓછા મળવાના કારણે એક ક્લાસ રૂમ દીઠ રૂ.1,82,448 બંધકામ ખર્ચ થયું હોત તો તમામ વર્ગ ખંડો બાંધી શકાયા હોત. પણ કેન્દ્ર સરકારે કરેલાં અન્યાયના કારણે ગુજરાતના શિક્ષણને માઠી અસર થઈ છે. જેના માટે કેન્દ્ર સરકાર જવાબદાર છે.

16 હજાર વર્ગ ખંડ જ નથી

આરટીઆઈ હેઠળ સર્વ શિક્ષા અભિયાન, પ્રોજેકટ ડાયરેકટરની કચેરી આપવામાં આવેલી માહિતી અનુસાર રાજયમાં પ્રાથમિક શાળાઓમાં 16,443 વર્ગ ખંડો ઓછા છે. 32776 શાળામાં 2,22,863 કલાસરૂમ છે. જે ખરેખર ઓછા છે.

સૌથી વધું ખરાબ સ્થિતી

દાહોદ, બનાસકાંઠા, પંચમહાલ, સાબરકાંઠા, ભરૂચ, ભાવનગર, ખેડા, આણંદ, મહેસાણા જિલ્લાઓમાં ખુબ મોટી સંખ્યામાં સ્કુલ કલાસરૂમની જરૂરીયાત છે.