લોકોમાં કેન્સર પ્રત્યે જાગૃતિ લાવવાના મુખ્ય ઉદ્દેશથી જનકલ્યાણ મેડીકલ સોસાયટીની સ્થાપના વર્ષ ૧૯૯૩માં કરવામાં આવી હતી. શ્રીમતી સરોજબેન રાણા, ભાવનાબેન ઉદેશી તેમજ માલતીબેન બારોટના આ સ્વપ્નને સંસ્થાના ૨૫ વર્ષ સુધી પ્રમુખ તરીકે રહેલ ડૉ. મધુકર રાણા સાહેબએ ૧૯૯૩માં જનકલ્યાણ મેડીકલ સોસાયટીની અન્ય ટ્રસ્ટીઓના સહકારથી શરૂઆત કરી અને આજે સંસ્થા વટવૃક્ષ બનવા જઈ રહી છે.
જનકલ્યાણ મેડીકલ સોસાયટીનું સંકુલ વિશાળ સ્વાસ્થ્ય સેવા સંકુલ તરીકે અધ્યતન સુવિધાઓ ધરાવે છે. આ નૂતન સંકુલ માટે જમીનનું દાન વિમળાબેન ઈન્દુભાઈ જાની (થાન) હાલે માંડવીવાળા તરફથી આપવામાં આવેલ. તા. ૧૫ ફેબ્રુઆરી ૨૦૦૯ના રોજ આ નૂતન સંકુલનું ઉદ્દઘાટન ગુજરાત વિધાન સભાના તે સમયના આરોગ્ય મંત્રી શ્રી અશોકભાઈ ભટ્ટના વરદ્ હસ્તે કરવામાં આવેલ. તા. ૨૦ નવેમ્બર ૨૦૧૬ના આ સેન્ટરને સમગ્ર કચ્છ – ગુજરાત – મહારાષ્ટ્રના ગરીબ દદર્ીઓના બેલી એવા નવનીત ફાઉન્ડેશન તેમજ નવનીત પરિવાર દ્વારા માતબર દાન મળતાં જનકલ્યાણ મેડીકલ સોસાયટી સંચાલિત નવનીત કેન્સર રીસર્ચ હોસપિસ અને ડાયાલીસીસ સેન્ટરનું નામકરણ કરવામાં આવ્યું.
કચ્છમાં દર વર્ષે ૪થી ૫ હજાર કેન્સરના નવા દર્દીઓ ઉમેરાય છે. આવા સંજોગોમાં છેલ્લા દસ વર્ષથી સમગ્ર કચ્છના દર્દી ઓ તેમજ પરિવારજનોનાં આંસુ લુંછવાનું કાર્યસંસ્થા કરે છે. સંસ્થાનો મુખ્ય હેતુ કેન્સર પ્રત્યે લોકોમાં જાગૃતિ તેમજ કેન્સરનું વહેલામાં વહેલી તકે નિદાન થાય એ જ છે. અત્યાર સુધી સંસ્થામાં હજારો લોકોનું કેન્સરનું વહેલું નિદાન થયેલ છે. વહેલું નિદાન આપે જીવતદાન. સંસ્થાના પ્રયત્નોથી સૌ લોકોમાંથી ૨-૫ લોકોનું કેન્સરનું વહેલું નિદાન થવાના કારણે દદર્ીઓની સમયસર સારવારથી નવી જિંદગી મળે છે ત્યારે સંસ્થાના પ્રયત્નો સાર્થક થતાં હોય તેવું લાગે છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનનું ૨૦૧૮ના તારણ મુજબ હાલમાં ભારતમાં અંદાજે ૨૫ લાખથી પણ વધારે લોકો કેન્સરથી પીડાય છે. જેમાંથી ૭ લાખ લોકો કેન્સરના કારણે મૃત્યુ પામશે. દર વર્ષે ૧૦ લાખ નવા લોકોને કેન્સર થાય છે જેમાંથી ૭૦% લોકો મૃત્યુ પામે છે જેનું મુખ્ય કારણ વહેલું નિદાન થતું નથી. આ માટે આપણી સંસ્થા દ્વારા ખાસ વહેલા નિદાન તથા જન જાગૃતિ માટેના કેમ્પો ગ્રામ્ય તથા શહેરી વિસ્તારોમાં યોજવામાં આવે છે. જેમાં ધુમ્રપાન કરતાં પુરુષોમાં મોંની જાત તપાસ, સ્તનની જાત તપાસ તથા ગર્ભાશયના કેન્સરનું વહેલું નિદાન થઈ શકે તે માટે દ્રશ્યશ્રાવ્ય માધ્યમો જેવા કે કેન્સર પ્રદર્શન, સ્લાઈડ શૉ, કેન્સર અંગેના વિડીયો વગેરે દ્વારા લોકજાગૃતિ માટે પ્રયત્નો કરવામાં આવે છે. ગર્ભાશયના મુખનું કેન્સર ૨૫થી ૫૫ વર્ષની ઉંમરની બહેનોમાં વધારે જોવા મળે છે. ગર્ભાશરના મુખના કેન્સરના વહેલા નિદાન માટે કચ્છમાં સૌપ્રથમ કોલ્પોસ્કોપીની મદદથી વહેલા નિદાન દ્વારા તથા ક્રાયોસજર્રીની મદદથી ગર્ભાશયના મુખના ચાંદાની સારવાર કરીને અનેક બહેનોને ગર્ભાશયના મુખના કેન્સરમાંથી બચાવી શક્યા છીએ. કચ્છમાં પ્રથમવાર હ્યુમન પેપીલોમાં વાયરસ સામે રસીકરણની શરૂઆત આ સંસ્થાએ કરી છે જેના કારણે ૧૦થી ૪૫ વર્ષની બહેનોને વેક્સીન આપી ગર્ભાશયના મુખના કેન્સરથી બચાવી શકાય છે. ભારતમાં એક અંદાજ મુજબ દર વર્ષે ૭૦૦૦૦ સ્ત્રીઓ ગર્ભાશયના મુખના કેન્સરના કારણે મૃત્યુ પામે છે.
૫૦% કેન્સર માટે જ્યારે તમાકુ જવાબદાર છે ત્યારે ગુટકા પર પ્રતિબંધ કે જાહેરમાં ધુમ્રપાન ન કરવાના કાયદાથી કોઈ ફરક નહિ પડે. તમાકુની ખેતી પર પ્રતિબંધ મુકવામાં આવશે ત્યારે જ કેન્સરનું પ્રમાણ ઘટાડી શકાશે. દર વર્ષે ૩૧મી મેના રોજ વિશ્વ તમાકુ નિષેધ દિન નિમિત્તે સંસ્થા દ્વારા શહેરની તેમજ ગ્રામ્ય વિસ્તારોની શાળાઓ તેમજ મહાશાળાઓમાં વિદ્યાર્થીઓને જનજાગૃતિ માટે રેલી કાઢવી, પ્રચારાત્મક સાહિત્ય પત્રિકાઓનું વિતરણ કરી તથા ગુટખા તેમજ તમાકુના વપરાશ ન કરવા માટેની પ્રતિજ્ઞા લેવડાવી તથા લોક જાગૃતિનો પ્રચાર સંસ્થા દ્વારા કરવામાં આવે છે. સંસ્થાના ટ્રસ્ટી ડૉ. આદિત્ય ચંદારાણા દ્વારા કચ્છના અગ્રગણ્ય દૈનિક વર્તમાન પત્રોમાં પ્રાસંગિક લેખ મારફતે વાચક સમુદાયને પણ તમાકુ વિરોધી ઝુંબેશનો સંદેશ પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવે છે.
સ્તન કેન્સરનું પ્રમાણ પણ ભારતભરમાં વધતું જાય છે. શહેરી વિસ્તારમાં આ પ્રમાણ દર ૨૨ સ્ત્રીઓએ ૧ને છે. સંસ્થા દ્વારા સ્તનની જાત તપાસ કેમ કરવી તે માટેના પેમ્ફલેટ આપવામાં આવે છે. ૨૦ વર્ષ પછી સ્તનની જાત તપાસ દરેક સ્ત્રીઓ કરવી જોઈએ. સ્તન કેન્સર થવાના મુખ્ય કારણોમાં આનુવંશિક એટલે કે મા તથા બહેનને થયું હોય, અપરિણિત સ્ત્રીઓમાં, મોટી ઉંમરે માસિક બંધ થયું હોય કે નાની ઉંમરે શરૂ થયું હોય વગેરે જેવા ઘણા બધા પરિબળો જવાબદાર છે. માટે સ્ત્રીઓએ પોતે જાતે સ્તન કેન્સરનું નિદાન થાય તથા વહેલી તકે તેની સારવાર થાય તો સ્તન કેન્સરને સંપૂર્ણપણે નાથી શકાય છે. આજે કેટલીય સ્ત્રીઓ સ્તન કેન્સરના વહેલા નિદાન તેમજ સારવારને કારણે લાંબા સમયથી કેન્સરમુક્ત છે જેના અનેક ઉદાહરણો સંસ્થામાં થયેલ ઓપરેશનો છે. ૪૦ વર્ષ પછી દરેક સ્ત્રીઓ દર વર્ષે સ્તનની મેમો-સોનોગ્રાફી કરાવવી અત્યંત જરૂરી છે. સંસ્થા દ્વારા અત્યાર સુધી ૧૨૦૦૦થી પણ વધારે બહેનોનું સ્તન કેન્સરના વહેલા નિદાન માટે સ્ક્રીનીંગ કરવામાં આવ્યું છે તથા ૫૦૦૦થી પણ વધારે બહેનોનું ગર્ભાશયનાં મુખના કેન્સરના વહેલા નિદાન માટે પેપ ટેસ્ટ દ્વારા સ્ક્રીનીંગ કરવામાં આવ્યું.
કેન્સરના લાસ્ટ સ્ટેજની પીડાથી કણસતા તેમજ અસહ્ય વેદના ઝીલતા લાચાર અવસ્થામાં કે જ્યાં તેમના માટે કેન્સરની કોઈપણ દવા લાગુ પડતી નથી. આવા અંતિમ તબક્કાના દર્દીઓને સાંત્વના, સંવેદના અને સહાનુભૂતિનો સહારો આપી મૃત્યુ સુધી પીડા મુક્ત જીવન લંબાવવાની સારવાર એટલે કે‘હોસપિસ’સેન્ટર દ્વારા મદદરૂપ બનવાનો એક નમ્ર પ્રયાસ આપણી આ સેવાલક્ષી સંસ્થા દ્વારા ૨૦૦૯થી અવિરતપણે થઈ રહ્યો છે. આ હોસપિસ સેન્ટરની સુવિધા ગુજરાતની જવલેજ હોસ્પિટલોમાં ઉપલબ્ધ હશે.
અમદાવાદ, મુંબઈ કે રાજકોટમાં જે દરે કિમોથેરાપી આપવામાં આવે છે તેના કરતાં ખૂબ જ ઓછા ચાજર્માં ક્રિમોથેરાપી અહીં આપવામાં આવે છે. મોટા શહેરોમાં કેન્સર માટેના ઓપરેશનો જે ૨થી ૩ લાખમાં કરવામાં આવે છે તે જ ઓપરેશનો કાબેલ ઓન્કોસજર્ન દ્વારા સંસ્થાના સહયોગથી માત્ર ૭૦ હજારની આસપાસ નજીવા ચાર્જથી કરી આપવામાં આવે છે. જરૂરિયાત મુજબ ૨૫% કે ૫૦% કે તેથી પણ વધારે કે જરૂર જણાય તો સંપૂર્ણ ફીમાં પણ સારવાર કરવામાં આવે છે. ગરીબ દર્દીઓને હોસ્પિટલમાં રહેવાનું બપોરે બે વ્યક્તિઓને જમવાનું, ડૉકટર ચાર્જ, નર્સિંગ ચાર્જ વગેરે રૂા. ૫૦/-ના ટોકન ચાર્જમાં કેન્સર તેમજ કેન્સર સિવાયના અન્ય રોગોની સારવાર કરવામાં આવે છે. તેમજ મોટા શહેરોમાં જે ઉચ્ચ કક્ષાની સારવાર આપવામાં આવે છે તેવી જ સારવાર આપણે ત્યાં આવનાર દદર્ીઓને ખૂબ જ નજીવા ચાજર્માં પૂરી પાડવામાં આવે છે.
સંસ્થા દ્વારા ડાયાલીસીસ સેન્ટર ચલાવવામાં આવે છે તથા હાલ સંસ્થાના ડાયાલીસીસ સેન્ટરમાં અદ્યતન સુવિધાવાળા ડાયાલીસીસ મશીન ઉપલબ્ધ છે. સંસ્થાના પ્રમુખશ્રી કિરણભાઈ વાડીલાલ સંઘવીના અથાગ પ્રયત્નોથી તથા દાતાઓના સહયોગથી ડાયાલીસીસ સેન્ટરમાં સંપૂર્ણ ફ્રીમા ડાયાલીસીસ કરી આપવામાં આવે છે જે ભારતભરમાં કદાચ એવું એક માત્ર સેન્ટર હશે.
સંસ્થાના પૂર્વપ્રમુખ શ્રી ડૉ. મધુકર રાણા, ઉપપ્રમુખ શ્રીમતી સરોજબેન રાણા, હાલના પ્રમુખશ્રી કિરણભાઈ સંઘવી, મંત્રીશ્રી સંજયભાઈ મહેતા, ઉપપ્રમુખ ભાવનાબેન ઉદેશી, સહમંત્રી શ્રી અરવિંદભાઈ ગાલા તેમજ ખજાનચી શ્રી ડૉ. હર્ષદભાઈ એલ. ઉદેશી તેમજ સંસ્થાના અન્ય ટ્રસ્ટીઓના સહયોગથી દવાના બીલમાં પણ ૫૦% રાહત આપવામાં આવે છે. જે માટે સંસ્થા તેના દાતાશ્રીઓને આભારી છે. દવાના બીલમાં ૫૦% રાહત મળતી હોય એવું સમગ્ર ભારતમાં કદાચ કોઈ સેન્ટર નહિ હોય.
સંસ્થા દ્વારા વિવિધ સુવિધાઓથી સજ્જ એવી ૧૮ બેડની સંપૂર્ણ સગવડ ધરાવતી હોસ્પિટલ ચલાવવામાં આવે છે. સંસ્થામાં સોનોગ્રાફી, મેમોગ્રાફી, ડીઝીટલ એક્સ-રે મશીન, ગેસ્ટ્રોડીઓડીનોસ્કોપ, કોલોનોસ્કોપ, ગેસ્ટ્રોડીઓડીનો-પેનક્રિયાટોસ્કોપ, બ્રોન્કોસ્કોપ, સીસ્ટોસ્કોપ, લેન્ટીલેટર, લેબોરેટરી વગેરે જેવી અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ છે. વિશાળ તેમજ અદ્યતન ઑપરેશન થીએટર તેમજ રાહત દરે એમ્બ્યુલન્સની સેવા પણ ૨૪ x ૭ ઉપલબ્ધ છે.
સંસ્થામાં ૨૪૭ મેડીકલ ઓફિસરની સેવા ઉપલબ્ધ છે. તેમજ ઓન્કોસજર્ન, ઓન્કોફીઝીસીયન, રેડીયોલોજીસ્ટ, કાર્ડિયો તેમજ ડાયાબીટોલોજીસ્ટ, ડરમેટોલોજીસ્ટ તેમજ ગાયનેકોલોજિસ્ટ, જનરલ સજર્ન ડૉકટરોની સેવા પણ અલગ અલગ દિવસે ઉપલબ્ધ છે.
સંસ્થાના મુખ્ય ઉદ્દેશ હોસ્પિટલમાં આવનાર કોઈપણ ગરીબ દર્દી તેની આર્થિક પરિસ્થિતિને કારણે સારવારથી વંચિત ન રહે તે માટે સંસ્થાના પ્રમુખ કિરણભાઈ વી. સંઘવી પોતાનો સંપૂર્ણ સમય આવા દર્દીઓની સેવા માટે સમર્પિત કરેલ છે. આ બધું ખુલ્લે હાથે દાન આપનાર દાતાઓના સહયોગથી જ શક્ય બનેલ છે.
કેન્સર કીડની ફેલ્યોર તેમજ અન્ય રોગોના દરિદ્રનારાયણોની વહારે આવી એમના દર્દરૂપી આંસુઓને આશાના તોરણોમાં પરિવર્તિત કરવા અને તેમના પરિવારજનોને હૂંફ આપવા સંસ્થાને આપના પ્રેમ, સહકાર અને દાનરૂપી ગંગાની જરૂર છે. આ અનુપમ પરંતુ અતિ ખર્ચાળ સેવા ઉપલબ્ધ કરાવવા એટલે સતત આર્થિક સંકળામણ અનુભવવી જ પડે. આવા સંજોગોમાં અમને આશા છે કે આપની લક્ષ્મીને મહાલક્ષ્મી બનાવી દરિદ્રનારાયણો રૂપી દર્દીઓને જીવતદાન આપી આપના આ યજ્ઞમાં લક્ષ્મીરૂપી દીવેલ પૂરી સેવાદીપને જલતો રાખવા માટે પ્રેરણાસ્રોત બની રહેશો. બસ એ જ પ્રભુ પાસે પ્રાર્થના.
આપે આપેલ દાન ઈન્કમટેક્ષની કલમ ૮૦જી(૫) મુજબ કરમુક્તિને પાત્ર છે તથા આપણી સંસ્થા FCRA રજીસ્ટર્ડ છે જેથી વિદેશોમાં વસતા દાતાઓ પણ ઈચ્છે તો દાન મોકલી શકે છે. દાન મોકલવા તથા સંસ્થાની અન્ય માહિતી માટે સંસ્થાના પ્રમુખશ્રી કિરણ વાડીલાલ સંઘવીના મો. નં. ૯૮૨૫૫ ૬૦૭૦૭ પર સંપર્ક કરવા વિનંતી છે.26 August 2018