કેબલ અને ડીટીએચ ઓપરેટરો ૧૩૦ રૂપિયામાં ૨૦૦ ચેનલ આપશે

કેબલ ટીવી અને ડીટીએચ ના માસિક ભાડામાં ઘટાડો થવાનો છે. ટેલીકોમ રેગ્યૂલેટર ટ્રાઇએ ફક્ત કેબલ ઓપરેટર અને ડીટીએચ પ્રોવાઇડરોને નવા પ્લાન લાગૂ કરવા માટે કહ્યું છે. ગ્રાહકોની દ્વષ્ટિએ તેને ફાયદાકારક માનવામાં આવે છે. ટ્રાઇના નવા ટેરિફ અનુસાર હવે કેબલ અને ડીટીએચ ઓપરેટરોને ૧૩૦ રૂપિયામાં ૨૦૦ ચેનલ મફત આપવી પડશે.

અત્યાર સુધી ૧૩૦ રૂપિયા ફક્ત ૧૦૦ ચેનલ જ ફ્રી મળતી હતી. સાથે જ ૧૬૦ રૂપિયામાં ઓપરેટર તમને ૫૦૦ ફ્રી ટૂ એર ચેનલ પુરી પાડશે. ઓથોરિટીએ એ પણ સ્પષ્ટ કર્યું છે કે ઘરમાં બીજા ટીવી કનેક્શન માટે ફી ઓછી લેવી પડશે.

બીજા ટીવી માટે ૫૨ રૂપિયાની ફી વસૂલવામાં આવશે. જાણકારી અનુસાર બ્રોડકાસ્ટર ૧૫ જાન્યુઆરી સુધી પોતાની ચેનલના ભાવમાં ફેરફાર કરી દેશે. ૩૦ જાન્યુઆરી સુધી ફરીથી તમામ ચેનલ રેટ પલ્બિશ થશે. બ્રોડકાસ્તરને ૧ માર્ચથી નવા દર લાગૂ કરવા પડશે. ટ્રાઇએ ચેનલ માટે કેરિજ ફી ૪ લાખ રૂપિયા નક્કી કરી છે. ઓથોરિટીએ સ્પષ્ટ કર્યું છે કે બ્રોડકાસ્ટૅર ૧૯ રૂપિયાવાળા ચેનલ બુકેમાં નહી આપી શકે.

ઉલ્લેખનીય છે કે ગત કેટલાક મહિનાથી ટ્રાઇને કેબલ અને ડીટીએચની કિંમતોને લઇને ફરિયાદો મળી રહી હતી. તેના પર ગંભીરતા જોતાં ગત ઓગસ્ટ મહિનામાં ટ્રાઇએ બ્રોડકાસ્ટીંગ અને કેબલ સેવાઓના કાર્ડ પર ટેરિફ ઓર્ડરની સમીક્ષાનો નિર્ણય કર્યો હતો. લોકોની સલાહ લેવા માટે કંસલટેન્ટ પેપર (પરામર્શ પત્ર) જાહેર કરવામાં આવ્યો. વિભિન્ન ઘટકો અને સામાન્ય ગ્રાહકો પાસેથી મળી રહેલી સલાહોના આધારે નવો નિર્ણય લેવામાં આવ્યો છે.