કેમ evm કાઢી નાખવું? અને કઈ રીતે નાગરીકો evm કાઢી શકે? અને કેમ vvpat નક્કામું છે? લેખક : રાહુલ મહેતા

કેમ evm કાઢી નાખવું? અને કઈ રીતે નાગરીકો evm કાઢી શકે? અને કેમ vvpat નક્કામું છે?
લેખક : રાહુલ ચીમનભાઈ મહેતા , બી.ટેક. કમ્પ્યુટર સાયન્સ, આઇઆઇટી દિલ્હી ; એમ.એસ. ન્યુ જરસી યુનિવ, usa
.
*ભારતના દરેક નાગરીકે જાતે નક્કી કરવું જોઈએ કે ભારતમાં evm વપરાવું જોઈએ કે બેલેટ પેપર?*
.
 આ પત્રિકામાં મેં બતાવ્યું છે, કે કઈ રીતે માત્ર ૧૦૦ માણસોની મદદથી લાખો evmમાં પડેલ કરોડો મતો કલાકોમાં રીમોટ કંટ્રોલથી બદલી શકાય છે !! આ માહિતી મેળવ્યા બાદ, મારી વિનંતી છે, કે દરેક નાગરીકે નક્કી કરવું કે ભારતમાં EVM વપરાવું જોઈએ કે બેલેટ પેપર.
જો આપ બેલેટ પેપર પાછું લાવવા માંગતા હોય, તો આપને નીચે મુજબ સાદા પગલાઓ લેવા વિનંતી
.
(૧) twitter પર લખવું – “ @PmoIndia #CancelEVM “
(૨) twitter પરનું ઉપરનું લખાણ ફેસબુક પર શેયર કરવું
(૩) ‘પ્રધાનમંત્રીશ્રી , દિલ્હી’ અને  ‘ચૂંટણી કમિશ્નર , દિલ્હી’ ના નામ સરનામે પોસ્ટકાર્ડ મોકલવું – જેમાં આપનું નામ અને  વોટરનંબર લખવુ, અને સાથે લખવુ – “ #CancelEvm , evm બંધ કરી બેલેટપેપેર ફરી શરુ કરો “
(૪) evm વિષે માહિતીઓ આપતી પત્રિકાઓ નાગરીકોમાં વહેચવી, WhatsApp પર મેસેજ મોકલાવા વગેરે
(૫) છાપાઓમાં evm વિષે જાહેરાત આપવી
.
હવે શુ કરોડો નાગરીકોના tweet કે પોસ્ટકાર્ડ મોકલવાથી evm રદ્દ થશે? આવી કોઈ ખાતરી હું નથી આપતો. મોટા ભાગના કિસ્સામાં પ્રજાનું કશું ઉપજતું નથી – તે વાસ્તવિકતા છે. પણ ક્યારેક પ્રજાના પ્રયત્નોથી ફેર પડે છે. દાખલા તરીકે, GSTમાં RCM યાને ‘રીવર્સ ચાર્જે મીકેનીસમ’ સામે ઘણા નાના વેપારીઓ લડત શરુ કરી. અને તેને કારણે સરકારે RCM યાને ‘રીવર્સ ચાર્જે મીકેનીસમ’ એપ્રીલ-૨૦૧૮ સુધી દુર કરવો પડયો. આમ ક્યારેક ક્યારેક પ્રજાના અવાજની અસર થાય છે.
.
*(૧) VVPAT કેમ નક્કામું છે?*
.
(૧.૧) ચુંટણીપંચે VVPATમાં પડેલ મતદાનની પહોંચો ગણવાનો કોઈ નિયમ નથી બનાવ્યો !! એટલે ચુંટણીપંચ VVPATમાં પડેલ મતદાનની પહોંચો ગણાવાનું નથી. સિવાયકે ન્યાયાધીશો મતદાનની પહોંચો ગણવાનો હુકમ આપે. અને આજ દિન સુધી ન્યાયાધીશોએ VVPATમાં પડેલ મતદાનની પહોંચો ગણવાનો હુકમ આપ્યો નથી કે તેના વિષે કોઈ નિયમ બનાવ્યો નથી.
.
(૧.૨) ઉપરાંત, VVPAT મશીન પુરતી સંખ્યામાં ના હોય, તો પેપર બેલેટ વાપરવું, તેવો કોઈ હુકમ ન્યાયાધીશોએ આપ્યો નથી. હવે ડીસેમ્બર-૨૦૧૭માં થઇ રહેલ ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં આશરે ૫૧૦૦૦ મતદાન મથક યાને બુથ છે. દર બુથે  ૧ VVPAT જોઈએ. હવે  માનો ચુંટણીપંચ પાસે માત્ર ૧૦૦૦૦ vvpat છે. તો ન્યાયમૂર્તિઓએ એવો કોઈ ચુકાદો નથી આપ્યો કે બાકીના ૪૧૦૦૦ બુથમાં પેપર બેલેટ વાપરવો. આમ ચુંટણીપંચ, અન્ય બુથોમાં સાદું evm વાપરશે. હવે એપ્રિલ-૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં આશરે ૧૨ લાખ બુથો હશે, અને અમુક રાજ્યો જેમકે આંધ્રપ્રદેશની વિધાનસભાની ચુંટણી પર સાથે થશે. આમ કુલ ૧૬ લાખ બુથો થઇ શકે. તો ૧૬ લાખ vvpatની જરૂર પડશે. હવે આજની તારીખે (સપ્ટેમ્બર-૨૦૧૭) ચુંટણીપંચ પાસે માત્ર ૪૦૦૦૦ vvpat છે. તેમાંથી અનેક vvpat બગડી ગયેલ છે. આમ એપ્રિલ-૨૦૧૯માં ચુંટણીપંચ પાસે જો ૧૬ લાખ vvpat નહીં હોય, તો સાદા evm વાપરશે. અને જ્યાં-જ્યાં વ્વ્પાત વપરાશે, અને ત્યાં પણ મતદાનની છપાયેલી પહોચોની ગણતરી કરવાની કોઈ ખાતરી નથી.
આમ, મારી માન્યતા મુજબ, નાગરિકોએ vvpatના ખોટા વાયદામાં ના આવવુ. મારા મત પ્રમાણે vvpat નક્કામું છે.
.
.
*(૨) કઈ રીતે માત્ર ૧૦૦ માણસોથી લાખો evmમાં પડેલ કરોડો મત બદલી છે?*
.
હું આપને નીચેની યુટ્યુબ વીડિઓ જોવા વિનંતી કરીશ, જેમાં evmમાં ચેડા કરવાની રીત બતાવી છે :-
.
(૧) http://tinyurl.com/evmindia – માત્ર ૭ મિનીટ , અંગ્રેજી
(૨) http://tinyurl.com/evmindia1 – માત્ર ૭ મિનીટ , હિન્દી સબટાઇટલ , અંગ્રેજી
(૩) http://tinyurl.com/evmindia3 – માત્ર ૨ મિનીટ , ( મૌન , કોઈ ભાષા નથી )
(૪) http://tinyurl.com/evmindia2 – માત્ર ૭ મિનીટ , અંગ્રેજી
(૫) http://tinyurl.com/evmindia4 – લાંબી, ૫૫ મિનીટ , હિન્દી
(૬) http://tinyurl.com/evmindia5 – માત્ર ૫ મિનીટ , હિન્દી
(૭) http://tinyurl.com/evmindia6 – માત્ર 7 મિનીટ , હિન્દી
.
પ્રથમ ત્રણ વિડીયો ખુબજ અગત્યની છે. તે અંગ્રેજીમાં છે, પણ અવાજ વિના પણ સમજી શકાય તેવી છે. અને એક વિડીયો સિવાય તમામ વિડીયો માત્ર ૫-૭ મિનીટની છે. આપણે આ તમામ વિડીયો જોવા વિનંતી છે.
આ વિડીયોમાં બતાવ્યું છે કે કઈ રીતે લાખો evmમાં માત્ર ૧૦૦ માણસોની દ્વારા, ૧૨ લાખ evmમાં પડેલ ૬૦ કરોડ વોટોમાંથી ૧૦ કરોડ કે ૧૨ કરોડ મતો બદલી શકાય છે !!
.
એટલે હું આપને ઉપરના વિડીઓ ફરી એકવાર જોવા વિનંતી કરીશ.
હવે નીચે મુજબના પગલાઓથી મોટા માથા માત્ર ૧૦૦ માણસોની મદદથી લાખો evmના કરોડો મત બદલી શકે :-
.
(૧) તમામ લાખો evmનું  ઉત્પાદન બેંગ્લોર (અને હેદરાબાદ)માં થાય છે
(૨) એક સરેરાશ જીલ્લામાં ૨૦૦૯માં કલેકટર પાસે ૧૭૦૦ evm હતા. evmનું આયુષ્ય ૧૦ વર્ષ છે. એટલે પાંચ વર્ષે તેમાંથી આશરે ૭૦૦ evmને ફેંકી દેવા પડે. ઉપરાંત, દર પાંચ વર્ષે એક જીલ્લામાં બુથોની સંખ્યામાં આશરે ૩૦૦નો વધારો થતો હોય છે. આમ દરેક જીલ્લા કલેકટરને દર પાંચ વર્ષે આશરે સરેરાશ ૧૦૦૦ નવા evmની જરૂર હોય છે.
(૩) હવે માનોકે અમદાવાદ (કે મુંબઈ કે કોઈપણ) કલેકટર કહે કે – તેને માનો ૧૦૦૦ નવા evmની જરૂ છે
(૪) તો બેંગલોરથી ૧ ટ્રક ૧૦૦૦ નવા evm લઇ અમદાવાદ મોકલવાનો નિર્ણય લેવાશે
(૫) માનોકે અમદાવાદથી બેંગલોર ટ્રક લઇ જવાનો ખર્ચો રૂ. ૩૦૦૦૦ છે. તો જેન્યુઇન ટ્રાન્સપોર્ટરો રૂ. ૩૫૦૦૦ થી રૂ. ૪૦૦૦૦નું ટેન્ડર ભરશે. પણ જેને evmમાં ચેડા કરવા છે, તે રૂ. ૩૦૦૦૦ કે રૂ ૨૫૦૦૦નું ટેન્ડર ભરી, evm બેંગ્લોરથી અમદાવાદ મોકવાનો કોન્ટ્રાક્ટ મેળવી લેશે.
(૬) હવે આશરે ૪ દિવસ તે ૧૦૦૦ evm તેના માણસો પાસે છે.
(૭) એક evm ખોલી, તેનો ડિસ્પ્લે કાઢી, નવી રિમોટ કન્ટ્રોલથી મત બદલી શકે, તેવો ડિસ્પ્લે નાખવામાં ૧૦ મિનીટ લાગે. આમ બે માણસ ટ્રક અંદર બેસી, આશરે માત્ર ૨-૩ દિવસમાં, તમામ ૧૦૦૦ evm ખોલી તેની અંદર evm કોઈ એક ભાગ, જેમકે evmનું ડિસ્પ્લે (અથવા બેલેટ યુનિટનો કે કેબલ) બદલી શકે છે.
(૮) નવા ડુપ્લીકેટ ડિસ્પ્લે એવા હોયકે તે રિમોટ  કંટ્રોલથી ૧ કી.મી. દુરથી ઉમેદવારનો નંબર લઇ શાકે, તે ઉમેદવારને ૧૫% થી ૨૦% બધું મત આપી, અન્ય ઉમેદવારોને મળેલ મત ઘટાડી નાખે (જેથી કુલ મતતો સરવાળોના સરખો રહે).
(૯) હવે તે evm કલેકટરની કચેરીએ મતદાન ના મહિનાઓ વર્ષો પહેલા પહોંચી ગયા
(૧૦) હવે માનો લોકસભા મતદાન પૂરું થયું. અને લોકસભાના તમમાં ૧૫૦૦ – ૨૦૦૦ evm એક કલેકટરની કચેરીમાં છે.
(૧૧) ત્યારે રિમોટ કંટ્રોલથી ૧ – ૨ કીલોમીટર દુરથી, તમામ ૧૫૦૦-૨૦૦૦ evmને કોઈ એક ઉમેદવારનો નંબર મોકલી શકાય. આથી તમામ ૨૦૦૦ evmમાં, માત્ર એકજ સેકન્ડમાં, તે ઉમેદવારને મળેલ મતની સંખ્યામાં ૧૫ ટકાનો વધારો થશે અને અન્ય ઉમેદવારોના વોટો ૧૫ ટકા ઘટી જશે !!!
(૧૧) તો હવે ટ્રકની અંદર ૧૦૦૦ evmની સર્કીટ બદલવા માત્ર બે માણસ જોઈએ. ટ્રક ચલાવા બે માંસ જોઈએ. અને એક ટ્રક એક જીલ્લાને ૧૦૦૦ evm આપી સરેરાશ ૮ દિવસમાં પાછુ આવી શકે. આમ, એક ટ્રક અને ચાર માણસો એક વર્ષમાં ૩૦ જીલ્લાઓને evm પહોચાડી શકે, અને રસ્તામાં સર્કીટ બદલી શકે.
(૧૨) એટલે, આશરે પ૪૩ જીલ્લાઓને , દરેક જિલ્લાને ૮૦૦-૧૨૦૦ evm મોકલવા માટે, અને રસ્તામાં સર્કીટ બદલવા માટે, માત્ર આશરે ૨૦ ટ્રક અને માત્ર ૮૦ માણસોની જરૂર પડે !!
(૧૩) મતદાન પછી, કલેકટરની કચેરીમાં પડેલ ૧૫૦૦-૨૦૦૦ evmને સિગ્નલ મોકલાવા એક ટ્રક કે વાન જોઈએ. આ વાન એક કલેકટરની કચેરી બહાર ઉભી રહી, સિગ્નલ મોકલી, બીજા કલેકટરની કચેરીએ જઈ શકે. એક વાન દિવસના ૩-૪  કલેકટરની કચેરીઓ કવર કરી શકે. ચુંટણી ૪૦  દિવસ ચાલે છે. આમ, આખા ભારતના ૫૪૩ લોકસભા મતવિસ્તારોને કવર કરવા ૪૦ દિવસનો સમય છે.  એટલે ૫૪૩ લોકસભા મતવિસ્તારોને કવર કરવા માત્ર ૧૫  વાન પુરતી છે.
(૧૪) આમ મોટા માથાઓ, માત્ર ૧૦૦ માણસોથી, લાખો evmની સર્કીટ બદલી, અને પછી રિમોટથી કરોડો વોટો બદલી શકે.
(૧૫) આ કામ ભારતમાં કોંગ્રેસ કે ભાજપ વગેરે કરી શકે તેમ નથી. તેમના ગજા બહારની વાત છે. આ કામ ભારતમાં માત્ર CIA (અમેરિકાની સંસ્થા) કરી શકે તેમ છે. તો CIA આ કામ કેમ કરે? જેથી ભારતના મોટા નેતાઓને દબાવી શકાય, કે નેતાઓ FDIને ટેકો આપે, જેથી અમેરિકાની કંપનીઓ ભારતમાં પોતાનું વર્ચસ્વ વધારી શકે.
હવે ઉપરની વિડીયોમાં જે evm બતાવ્યું છે, વાસ્તવમાં પુના કલેકટરની કચેરીમાંથી લીધેલ evm છે. અને તેમાં સર્કીટ બદલી, તે પછી રિમોટ કન્ટ્રોલથી ઉમેદવારોને મળેલ મત બદલી બતાવ્યું હતું.
આ વિડીયો જે બતાવી છે, તેમાં બતાવ્યું છે કે કઈ રીતે ડિસ્પ્લે બદલવાથી evmમાં પડેલ વોટ બદલી શકાય. આ ઉપરાંત અનેક રીતો છે – જેમકે
(૧) બેલેટ યુનિટનું કેબલ બદલવું, અને કેબલમાં એવી સર્કીટ મુકવી જે રિમોટ કન્ટ્રોલ થી ઉમેદવારની નંબર કઈ શકે
(૨) જો evmની ફેક્ટરીના ઇજનેરો અને ત્યાના મોટા અધિકારીઓ ફૂટી ગયા હોય, તો સર્કીટમાં ઘણા પોઈન્ટ મૂકી શકાય , જે ઉમેદવારનો નંબર લઇ શકે
(૩) evmની ચીપ અમેરિકામાં બને છે. ચીપ ચુંટણીના વર્ષો પહેલા બને છે, જ્યારે ઉમેદવારને નંબર ચુંટણીના માત્ર ૨૦ દિવસ પહેલા મળે છે. પણ, ચીપમાં એક એવો પ્રોગ્રામ મૂકી શકાય, કે જે કુલ ઉમેદવારના આધારે પસંદ કરેલા ઉમેદવારને વધારે હોત અપાવી શકે.
આમ , evmમાં મતો બદલવાની અનેક શક્ય રીતો છે.
પેપર બેલેટમાં બુથ કેપ્ચરીંગ કરવું હોય, તો બુથ દ્દીઠ બે-ત્રણ ગુંડા જોઈએ. આમ ૧ લાખમાં બુથમાં બુથ કેપ્ચરીંગ કરવા બે લાખ ગુંડા જોઈએ. આ અશક્ય છે. અને હવે બુથમાં CCTV કેમેરા મૂકી શકાય છે. આમ, હવે મોટે પાયે બુથ કેપ્ચરીંગ અશક્ય છે.
*(૩) વિદેશમાં evm *
.
અમેરિકામાં ૬૫ ટકા જીલ્લાઓએ evm કાઢી પેપર બેલેટ ફરી શરુ કર્યું. જર્મનીમાં નાગરીકો evm બંધ કરાવી પેપર બેલેટ ફરી શરુ કરાવ્યું. આયર્લેન્ડમાં પણ નાગરીકો evm બંધ કરાવી પેપર બેલેટ ફરી શરુ કરાવ્યું. ઇંગ્લેન્ડ અને જાપાનમાં evmનો પ્રોજેક્ટ કેન્સલ થયું અને evm આવ્યાજ નહિ. ભાર સિવાય, માત્ર પાકિસ્તાન જેવા દેશોજ evm વાપરે છે !!
.
ભારતમાં ચુંટણીપચે હેકારોને evm ખોલીને જોવાજ ના દ્દીધું. અને પાછી જાહેર કરી દીધું કે હેકરો evm હેક નથી કરી શક્યા
.
.
*(૪) આપ કઈ રીતે evm બંધ કરાવી શકો?*
જો આપ બેલેટ પેપર પાછું લાવવા માંગતા હોય, તો આપને નીચે મુજબ સાદા પગલાઓ લેવા વિનંતી
(૧) twitter પર લખવું – “ @PmoIndia #CancelEVM “
(૨) twitter પરનું ઉપરનું લખાણ ફેસબુક પર શેયર કરવું
(૩) ‘પ્રધાનમંત્રીશ્રી , દિલ્હી’ અને  ‘ચૂંટણી કમિશ્નર , દિલ્હી’ ના નામ સરનામે પોસ્ટકાર્ડ મોકલવું – જેમાં આપનું નામ અને  વોટરનંબર લખવું, અને સાથે લખવું – “ #CancelEvm , evm બંધ કરી બેલેટપેપેર ફરી શરુ કરો “
(૪) evm વિષે માહિતીઓ આપતી પત્રિકાઓ નાગરીકોમાં વહેચવી, WhatsApp પર મેસેજ મોકલાવા વગેરે
(૫) છાપાઓમાં evm વિષે જાહેરાત આપવી
હવે શુ કરોડો નાગરીકોના tweet કે પોસ્ટકાર્ડ મોકલવાથી evm રદ્દ થશે? આવી કોઈ ખાતરી હું નથી આપતો. મોટા ભાગના કિસ્સામાં પ્રજાનું કશું ઉપજતું નથી – તે વાસ્તવિકતા છે. પણ ક્યારેક પ્રજાના પ્રયત્નોથી ફેર પડે છે. દાખલા તરીકે, GSTમાં RCM યાને ‘રીવર્સ ચાર્જે મીકેનીસમ’ સામે ઘણા નાના વેપારીઓ લડત શરુ કરી. અને તેને કારણે સરકારે RCM યાને ‘રીવર્સ ચાર્જે મીકેનીસમ’ એપ્રીલ-૨૦૧૮ સુધી દુર કરવો પડયો. આમ ક્યારેક ક્યારેક પ્રજાના અવાજની અસર થાય છે.
.
મારો લેખકનો પરિચય – મેં , રાહુલ ચીમનભાઈ મહેતાએ, ૧૯૮૬માં આઇઆઇટી દિલ્હીમાંથી કમ્પ્યુટર સાયન્સમાં બી.ટેક. કર્યું, અને પછી ન્યુ જરસી સ્ટેટ યુનીવરસીટી, usaમાંથી કમ્પ્યુટર સાયન્સમાં એમ.એસ. કર્યું, પછી ૧૯૯૯ સુધી અમેરિકામાં હાર્ડવેર અને સોફ્ટવેરના કામ કર્યા. અને ૧૯૯૯માં ભારત પાછો આવ્યો. ત્યારથી હું ભારતમાંજ છું.
.
અમેરિકામાં મેં ત્યાના કાયદાઓનો અભ્યાસ કર્યો. અને જોયું કે અમેરીકા ભારત અને વિશ્વથી આગળ છે, તેનું સૌંથી મહત્વનું મુખ્ય કારણ ત્યાંના પાચ કાયદાઓ છે – (૧) રાઈટ ટુ રિકોલ (૨) જ્યુરી-પ્રથા (૩) રેફેરેન્ડમ (૪) મલ્ટી-ઇલેકશન (૫) ત્યાં મિલકતવેરો છે અને ત્યાં એક્સાઈસ, સર્વિસટેક્ષ,વેટ, સેલ્સટેક્ષ, cst, GST વગેરે નથી !! ભારતમાં આ પાંચ, અને અનેક કાયદાઓ લાવવા હું છેલ્લા ૧૮ વર્ષોથી પ્રયત્ન કરી રહ્યો છું !! આ કાયદાઓને પ્રસિદ્ધિ મળે, તે માટે હું ચાર ચુંટણીઓ લડ્યો છું – જેમાં છેલ્લી ચુંટણી, એપ્રીલ-૨૦૧૪માં ગાંધીનગર લોકસભામાં મને ૯૬૦૦ મત મળ્યા હતા. અને આ કાયદાઓનો પ્રચાર માટે હું ડીસેમ્બર-૨૦૧૭માં ઘાટલોડિયા , નારણપુરા અને ઠકકર-બાપાનગર મત વિસ્તારમાંથી વિધાનસભા ચુંટણી લડીશ. અને અપ્રિલ-૨૦૧૯માં અમદાવાદ (પુર્વ) અને ગાંધીનગર બંને લોકસભામાંથી ચુંટણી લડીશ. હું ૧૯૮૯થી evm વિરુદ્ધ પ્રચાર કરું છું , અને ૧૯૯૯થી પેપર બેલેટ પાછો લાવવા પ્રયત્ન કરી રહ્યો છું !!  આ વિષયો પર વધુ વિગત આપને https://facebook.com/MehtaRahulC પર મળશે.