મહેસૂલ પ્રધાન કૌશિકભાઈ પટેલે કેરળના પુર અસરગ્રસ્તો માટે કેરળના મુખ્ય પ્રધાન પીનારાયી વિજયનની તિરૂવનંતપુરમમાં મુલાકાત લઈ, ગુજરાત રાજ્ય તરફથી મુખ્ચ પ્રધાનના રાહત અનુદાનમાંથી કેરળમાં આવેલ કુદરતી આફત સામે સહાયરૂપ રૂ.10 કરોડનો બેંક ડીમાન્ડીડ ડ્રાફ્ટ આપવામાં આવ્યો હતો. કેરળના પુર અસરગ્રસ્તો માટે ગુજરાતની વિવિધ સંસ્થાઓ અને સંગઠનો પણ અનાજની કિટ, બ્લૅન્કેટ્સ અને દવાઓ તથા અન્ય વસ્તુઓ રાહત સામગ્રી તરીકે ઉદાર હાથે મદદ કરી રહ્યા છે. તેમણે કુદરતી હોનારત સમયે ગુજરાતે કરેલી કામગીરી અંગે ચર્ચા કરી હતી. પણ ગંભીર બાબત એ છે કે આજ સુધી ગુજરાત એક સમૃદ્ધ રાજ્ય હોવાથી દેશમાં જ્યાં પણ કુદરતી આફત આવે ત્યારે ગુજરાત સરકાર અને ગુજરાતના લોકો હંમેશ આગળ રહીને મોટો ફંડ ફાળો આપતાં હોય છે. પણ કેરળમાં આ વખતે જોવા મળ્યું નથી. રિલાયંસ કંપની અને અબુધાબી કરતાં પણ બહું ઓછી રકમ કેરળને ગુજરાતે આપી છે. જે ગુજરાતની ગૌરવશાળી પરંપરા હતી તેને ઝાંખી પાડી છે. રૂ.10 કરોડ જેવી મામુલી રકમ આપી છે.