ગુજરાતમાં દર ૧૦૦૦એ ૩૦ બાળકોના મૃત્યુ થઈ રહ્યા છે. કેરળમાં આ રેશિયો માત્ર છે. ૧૦ બાળકો પુરતો મર્યાદિત છે. દિલ્હી, તમિલનાડુમાં ૧૬-૧૬ અને જમ્મુ કાશ્મિરમાં ૨૩ રહ્યો છે. જ્યારે આર્થિક ક્ષેત્રે પછાત એવા પશ્ચિમ બંગાળ જેવા રાજ્યમાં આ પ્રમાણ ૨૪નું છે. ોમ્પલ રજિસ્ટ્રેશન સિસ્ટમ- ૨૦૧૯ રિપોર્ટમાં ભારતમાં બાળ મૃત્યુ દર ઈન્ડેક્ષમાં ગુજરાત ૧૧માં ક્રમે હોવાનું ઉજાગર થયુ છે. દેશમાં સૌથી ઓછો બાળ મૃત્યુ દર કેરળ અને ત્યાર બાદ દિલ્હીમાં છે.
બાળ મૃત્યુદર એ માનવ વિકાસનુ અગત્યનું પાસુ છે. ભારત સરકારના આર્થિક સર્વે ૧૮-૧૯ના રિપોર્ટમાં રાષ્ટ્રીય સ્તરે ગુજરાત હ્યુમન ઈન્ડેક્ષમાં ૧૧માં ક્રમે છે. ઉપરોક્ત રાજ્યોમાં ભાજપની સરકારો નથી ત્યાં આ ઈન્ડેક્ષ ઊંચો રહ્યો છે. બજેટ સંશોધન કેન્દ્ર પાથેયના વિશ્લેષણ અહેવાલમાં કહેવાયુ છે કે, ગુજરાતમાં બાળ મૃત્યુ દર ઘટયો છે પણ શહેરો કરતા ગામડાંમાં તેનું પ્રમાણ ઊંચુ છે.
ગ્રામ્યક્ષેત્રોમાં આ દર ૩૬ અને શહેરો ૨૨ છે. ગુજરાત બુનિયાદી સરકારી સેવાઓનું ખાનગીકરણ પુરબહારમાં છે. વર્ષ ૧૬-૧૭માં કુલ બજેટના ૪૦.૨ ટકા ખર્ચ કરનાર સરકારે ૧૭-૧૮માં કાપ મુકીને ૩૭.૭ ટકા જ ખર્ચ કર્યાનું બહાર આવ્યુ છે.
ગુજરાત અને ભારતમાં આરોગ્યની સ્થિતિ
આરોગ્યની સ્થિતિના નિર્દેશકો
ગુજરાત – 2001 – 2011
(1) કુલ જન્મદર (1,000ની વસ્તીએ) 24.9 – 22.6
(2) કુલ મૃત્યુદર (1,000ની વસ્તીએ) 7.8 – 6.9
(3) માતૃત્વ મૃત્યુદર (1,000ની વસ્તીએ) 3.89 (in1992-93) – 14.8
(4) બાળ મૃત્યુદર (1,000ની વસ્તીએ) 60 – 50
(5) શિશુ મૃત્યુદર (1,000) (5 વર્ષથી ઓછી વયના) 85.1 (in 1998) – 44
(6) સરેરાશ અપેક્ષિત આયુષ્ય (LEB) 62.15 – 64
(7) કુલ પ્રજોત્પત્તિ દર 3.0 – 2.5