જૂનાગઢ શહેરની આસપાસ તથાતાલાળા ગીરમાં મોટા પ્રમાણમાં જાણાતીકેસર કેરી પાકે છે. 1,62,767 હેક્ટર વિસ્તારમાં ગુજરાતમાં કેરીના બગીચામાં 12 લાખ ટન કેરી પાકે છે. સૌથી વધું કેરીનું વાવેતર વલસાડમાં 35541 હેક્ટરમાં થયું છે. બીજા નંબર પર નવસારી છે. ગયા વર્ષે નવસારીમાં 32665 હેક્ટરમાં ગુજરાતનું સૌથી વધું કેરીનું ઉત્પાદન 3 લાખ મેટ્રિક ટન થયું હતું. આમ દક્ષિણ ગુજરાતમાં સૌથી વધું કેરી આફૂસ પાકે છે. 12 લાખ ટન માંથી 7થી 8 લાખ ટન કેરી થાય છે. પણ કેસર કેરીનું લગભગ 45થી 50 હજાર હેક્ટર વિસ્તારમાં કેસર કેરી થાય છે. 3.50 લાખ ટન કેસર કેરીનું ઉત્પાદન થાય છે. કેસર કેરીના સૌથી વધું બગીચા ગીરસોમનાથ 15 હજાર હેક્ટર, જૂનાગઢ 8500 હેક્ટર, કચ્છ 10 હજાર હેક્ટર, અમરેલી, ભાવનગર મળીને છે. ખેડૂતોને સરેરાશ એક કિલોનો ભાવ રૂ.50 ગયા વર્ષે મળ્યો હતો. રૂ.6થી 7 હજાર કરોડનું ઉત્પાદન મળે છે. આ વર્ષે કેસર કેરીની આવક વહેલી શરૂ થઈ છે. જૂનાગઢના ડુંગરપૂર કૃષિ બજાર ઉત્પાદન સમિતિમાં કેસર કેરીનું આગમન આજથી થયું છે. પહેલા દિવસે 110 બોક્સ આવ્યા છે. રૂ.1000થી રૂ.1500 સુધી ખેડૂતોને હરાજીમાં ભાવ મળ્યો છે. ઠંડી પડવાના કારણે આંબાને ભારે નુકસાન છે. તાલાલામાં એક મહિનો કેરી પાછોતરી અને ઓછી થશે. તેથી બજાર તેજ રહેશે. ખેડૂતોને પૂરતો નફો મળી રહેશે. તાલાળા તાલુકાના 51 ગામના ખેડૂતોએ17 હજાર હેક્ટરમાં વાવેતર કર્યું છે. જ્યાં સૌથી વધું કેસર કેરી પાકશે. ભારે ઠંડીના કારણે આંબાનાઝાડના મોર – કુમળા ફૂલ બળી જતા પાક ઓછો થશે. તેથી ખેડૂતોને સારા ભાવ મળશે. કાર્બેટ અને કલ્ટારનો વપરાશ કેસર કેરીમાં થતો હોવાથી ઉત્પાદન વહેલું મેળવીને સારા ભાવ મેળવવા માટે પ્રયાસ થાય છે. આંબે મહોર બેસવાની પ્રક્રિયા મોડે સુધી ચાલી હતી. તેથી એક મહિનો ખેંચાતાચોમાસા પહેલા કેરી ઓછી ખાવા મળશે. વરસાદ આવી જતાં ફરી ભાવ નીચા જઈ શકે છે. કેસર કેરીના વૃક્ષોના પરંપરાગત બગીચા બનાવવાના બદલે ઈઝરાયલનીહાઇડેન્સીટીપદ્ધતિનો ઉપયોગ કરીને એકર દીઠ બે ગણુ ઉત્પાદન મળી શકે છે. આ વર્ષે બદલાતા વાતાવરણને કારણે તાલાળાતાલુકાનાં50 જેટલા ગામોમાં કેરી ઓછી છે. તેથી ખેડૂતોને સારા ભાવ મળશે પણ આવક ઘટશે. કેસર કેરીના સૌથી મોટા તાલાળાખેત બજાર ઉત્પન્ન બજાર સમિતિમાં 2000-01માં 51,550 ક્વીન્ટલ કેરી આવી હતી. ત્યારે 100 કિલોનો રૂ.800 ભાવ સરેરાશ મળ્યો હતો. જે રૂ.4.10 કરોડ જેવું ઉત્પાદન મળ્યું હતું. જે 2004-05ના નાણાકીય વર્ષમાં ખેડૂતોની કેરીની આવક રૂ.16.90 કરોડ અને 2009-10માં રૂ.13.14 કરોડ આવક થઈ હતી. 2013-14માં 1.19 લાખ ક્વીન્ટલ કેરીની આવક હતી. જેનો સરેરાશ રૂ.2500 ભાવ ખેડૂતોને મળ્યો હતો. જેમાં રૂ.29.63 કરોડની આવક થઈ હતી. 2019-20માં આવક 35 કરોડની આસપાસ જળવાઈ રહે એવી ખેડૂતોની ગણતરી છે. આ વખતે વિસ્તાર પ્રમાણે 20થી 50 ટકા ઓછું ઉત્પાદન ખેડૂતો બનાવી રહ્યાં છે. જોકે, અમદાવાદ, સુરત, મુંબઈમાંકોંકણનીહાફૂસ કેરીરોજના 400-500 બોક્સ ડિસેમ્બરથી આવી તો છે પણ તેની માંગ પ્રમાણે ખેડૂતો પૂરવઠો આપી શકતા નથી. મુંબઈ એપીએમસી (એગ્રીકલ્ચરપ્રોડયુસમાર્કેટ કમિટી) દેશભરમાં કેરી માટે મોટી બજાર ગણાય છે. પણ અહીં દેશના અન્ય ખેતરો, કેસર, રત્નાગીરી, દશેરીનીપ્રતિકૂળ અસર જોવા મળે છે. એપ્રિલમાં ભાવ વધશે. સામાન્ય રીતે એપ્રિલ અને મે મહિનાની શરૂઆતમાં કેસર કેરીની આવક વધતી હોય છે. તાલાળાખેત ઉત્પન્ન બજારમાં 22 મેથી કામકાજ શરૂ થયા હતા. પ્રથમ દિવસે ગયા વર્ષે 10,715 પેટી આવી હતી. રોજની સરેરાશ 6 હજાર બોક્સ આવતા હોય છે. જેનો ભાવ રૂ.190થી 590 પેટીના 10 કિલોએબોલાયો હતો. જેમાં આ વખતે 25 ટકાવા વધારાની આશા ખેડૂતો રાખી રહ્યાં છે.