ગુજરાતમાં માવઠાથી ખરીફ અને રવી પાકને અસર થઈ : ગુજરાતમાં માવઠાએ માત્ર કેરીના પાકને અસર પહોંચાડી નથી, પરંતુ રવી અને ખરીફ પાકને પણ અસર થઇ છે. ખરીફમાં માવઠાથી કપાસ અને મગફળીના પાકને સીધી અસર પહોંચી છે. હવામાનમાં ફેરફારને પગલે ઠંડી જ ન જામતાં અને માવઠાથી રવી પાકમાં ઘઉંના વાવેતર કરાયેલા પાકમાં પણ ઉગાવાની સમસ્યા સામે આવી છે. રાજ્યમાં માવઠાની સૌથી વધુ અસર સૌરાષ્ટ્રમાં જોવા મળી છે.
રાજ્યમાં કેરીનું ઉત્પાદન અને ઉત્પાદકતા
વર્ષ વાવેતર ઉત્પાદન ઉત્પાદકતા
૨૦૦૯-૧૦ ૧.૧૫ ૨.૯૯ ૨.૬
૨૦૧૦-૧૧ ૧.૨૧ ૮.૫૬ ૭.૦
૨૦૧૧-૧૨ ૧.૩૦ ૯.૧૧ ૭.૦
૨૦૧૨-૧૩ ૧.૩૬ ૯.૬૬ ૭.૯
૨૦૧૩-૧૪ ૧.૪૧ ૧૦.૦૩ ૭.૧૧
નોંધઃ વાવેતરના આંક લાખ હેક્ટરમાં અને ઉત્પાદન લાખ ટનમાં ઉપરાંત ઉત્પાદકતા હેક્ટર દીઠ ટનમાં છે.
દેશમાં ઉત્પાદિત કેરીના પાકનું સરવૈયું
વર્ષ વાવેતર ઉત્પાદન ઉત્પાદકતા
૨૦૦૭-૦૮ ૨૧.૫૩ ૧૩૭ ૬.૩૮
૨૦૦૮-૦૯ ૨૨.૦૧ ૧૩૯ ૬.૩૬
૨૦૦૯-૧૦ ૨૩.૦૮ ૧૨૭ ૫.૫૨
૨૦૧૦-૧૧ ૨૩.૧૨ ૧૫૦ ૬.૫૦
૨૦૧૧-૧૨ ૨૨.૯૬ ૧૫૧ ૬.૬૧
૨૦૧૨-૧૩ ૨૩. ૭૮ ૧૬૧ ૬.૮૦
૨૦૧૩-૧૪ ૨૫.૫૦ ૧૮૬ ૭.૨૦
નોંધ : વાવેતરના આંક લાખ હેક્ટરમાં અને ઉત્પાદન લાખ ટનમાં ઉપરાંત ઉત્પાદકતા હેક્ટર દીઠ ટનમાં છે.