કોંગ્રેસને 93.37 લાખ મત મળ્યા છે. ભાજપને 1.81 કરોડ મત મળ્યા છે. 87.54 લાખ મત ભાજપને વધું મળ્યા છે. જે લગભગ ભાજપ કરતાં બે ગણાં છે.
ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોને મળેલા મતોનું અદભુત કેલક્યુલેટર ગણિત ઊભરીને સામે આવે છે. જેમાં કોંગ્રેસના મોટા ભાગના ઉમેદવારોને 3 લાખની આસપાસ જોવા મળે છે. જ્યારે ભાજપના મોટાભાગના ઉમેદવારોને 6 કે 7 લાખ મત મળ્યા છે. જે કોંગ્રેસ કરતાં લગભગ બે ગણાં થાય છે. આવી ગણતરી તો કોઈ કેક્યુલેટર દ્વારા કરવામાં આવી હોય એવું બની શકે છે.
આમ મતોમાં એકસમાનતા વધું છે. એકને સદંતર ઓછા અને એકને સૌથી વધું એવું આ ચૂંટણીમાં જોવા મળયું નથી. વળી 4 લાખ મત નોટામાં પડેલાં છે. ઉપરાંત નોંધપાત્ર બાબાત એ છે કે, આ બે પક્ષો સિવાય બીજા કોઈ પક્ષોને ગણતરીના મત મળેલા છે. નરેન્દ્ર મોદી સામે છેલ્લા શ્વાસ સુધી લડી રહેલાં ડો.પ્રવીણ તોગડિયાના પક્ષને માંડ 20 હજાર મત મળેલા છે. આ પણ કેલક્યુલેટર લઈને કોઈએ ગણતરી કરી હોય એ રીતે મળેલા છે. તેઓ એક સમયે ભાજપને જીતાડવા માટે જાણીતા હતા તેમણે ઊભા રાખેલા 8 ઉમેદવારોને તમામના કૂલ મળીને માંડ 20 હજાર મત મળ્યા છે. તેઓ એક સમયે લાખો મત ભાજપને અપાવી શકતા હતા જે હવે હજારોમાં આવી ગયા છે.
આમ આ ચૂંટણીમાં અંકશાસ્ત્રીઓએ આંકડાનો અભ્યાસ કરવા જેવો છે. જેના આધારે કેટલીક આગાહીઓ અને ગણતરી પણ થઈ શકે તેમ છે. જેમાં એક સ્પષ્ટ થાય છે કે મતદારો પોતે કેલક્યુલેટર લઈને દરેક બેઠકમાં બેઠા હોય અને તેણે ગણતરી કરીને મત આપ્યા હોય એવું એક ચિત્ર ઊભું થઈ રહ્યું છે. જેનો સાચો જવાબ તો આ બન્ને પક્ષ આપી શકે તેમ છે.
ભાજપના ઉમેદવારોને મળેલા મતોનું ગણિત
૬,૩૧,૮૪૪
૬,૩૩,૦૯૭
૬,૩૩,૩૬૮
૬,૩૭,૭૯૫
૬,૩૭,૦૩૪
૬,૪૧,૬૨૨
૬,૫૯,૫૨૫
૬,૬૧,૨૭૩
૬,૭૯,૧૦૮
૫,૨૯,૦૩૫
૫,૪૭,૯૫૨
૫,૬૧,૭૬૦
૫,૬૩,૮૮૧
૫,૯૧,૫૮૮
૭,૦૧,૯૮૪
૭,૧૪,૫૭૨
૭,૩૨,૧૩૬
૭,૪૨,૨૭૩
૭,૪૯,૮૩૪
૭,૫૮,૬૪૫
૭,૬૪,૪૪૫
૭,૭૧,૯૮૦
૭,૯૫,૬૫૧
૮,૮૩,૭૧૯
૮,૯૪,૬૨૪
૯,૭૨,૭૩૯
કોંગ્રેસના ઉમેદવારોને મળેલા મતોનું ગણિત
૨,૪૭,૪૨૧
૨,૮૩,૦૭૧
૨,૯૪,૫૪૨
૩,૦૩,૫૯૫
૩,૦૩,૫૮૧
૩,૧૦,૮૧૨
૩,૧૫,૫૦૪
૩,૨૦,૦૭૬
૩,૨૭,૬૦૪
૩,૩૧,૭૫૪
૩,૩૧,૫૨૧
૩,૩૪,૦૫૮
૩,૩૭,૬૧૦
૩,૪૭,૪૨૭
૩,૫૪,૪૦૭
૩,૫૪,૭૮૪
૩,૭૮,૦૦૬
૩,૮૬,૫૦૨
૩,૯૦,૨૩૮
૩,૯૭,૭૬૭
૪,૧૮,૧૮૩
૪,૩૨,૯૯૭
૪,૩૪,૧૬૪
૪,૩૯,૪૮૯
૪,૩૫,૩૭૯
૫,૨૬,૮૨૬