કેશુભાઈ પટેલ અને અડવાણીને ઈતિહાસ માફ નહીં કરે

લે. ડોક્ટર કુણાલ પટેલ
આજે આપણા દેશ નો દરેક નાગરીક પરીવતન ની ઝંખના કરી રહ્યો છે. દરેક ને એવું હતું કે અચ્છે દીન આવશે. પણ એના થી સાવ ઉલટું પરીણામ મળ્યું છે. ત્યારે હવે કોઈ નવા પક્ષ ની રચના થાય. અને આ પક્ષ મા બઘાજ યુવાન હોય. અને એ પણ ભણેલા ગણેલા. કોઈ પણ ક્રિમીનલ રેકોર્ડ ઘરાવતા ના હોય અને રાષ્ટ્ર ને દિલ થી પેમ કરતા હોય. એવો કોઇ એક પક્ષ તૈયાર થાય તો જ આપણે આ કપરાં સમય મા થી બહાર નીકળી શુ.!

લોકોની માનસિકતા સાવ તળીયે જઈને બેસી ગઈ છે… 2001 માં નરેન્દ્રભાઈએ શપથ ગ્રહણ કર્યા ત્યારથી જ હું કહેતો આવ્યો છું. કે આ માણસ શબ્દોનો કલાકાર છે. અને એલ. કે. અડવાણીને ઇતિહાસ ક્યારેય માફ નહીં કરે જ્યારે અટલજી 2003 માં ગુજરાત સરકારનું નેતૃત્વ બદલવા ઇચ્છતા હતા, ઇતિહાસ કેશુભાઈ પટેલ અને શંકરસિંહને પણ માફ નહીં કરે. જે જાણતા હતા કે સત્તા માટે તેમનો સાથી નરેન્દ્રે મોદી કેવા કેવા ખેલ રચી શકે છે..

એક જાતની અરાજક સ્થિતિમાંથી ભારતના નાગરીકો પસાર થઈ રહ્યા છે. અને રાજકીય રીતે અનેક દ્રષ્ટિકોણ છે. તેમ આધ્યાત્મિક રીતે પણ ભારત શનિ ખંડમાં છે. અને મને તો આઇડીઆ નથી. પણ શનિ પ્રકોપમાં ભારત હોય શકે, વાત કોઈ રાજકીય પક્ષોની નથી. પણ વાત છે ભ્રામક્તા ફેલાવવાની અને એ ભ્રમમાં રાચનાર કેટલાક શખ્સો એ આજે પુરા ભારતને બાનમાં લઇ લીધું છે, આવો અત્યાચાર અગાઉની પૂર્ણ બહુમત સરકારોએ પણ આચર્યો છે, એટલે રાજકીય માર્ગ એક છે. ભારતનો કે જે પ્રધાનમંત્રી તે રાજાશાહી શાશન ચલાવવા માંગે છે. ને તેની આ મુરાદ પુરી ના થાય તો રાજકીય ષડયંત્રો યોજીને પણ કક્કો પોતાનો સાચો કરાવે છે.

આવા સંજોગોમાં જે દબાવે છે. ને શોષણ કરે છે.એને લોકો સલામો ઠોકે છે. ને જે સાચી વાત કરે છે.એને લોકો અનેક સવાલો કરે છે..ખરેખર તો સવાલ પ્રધાનમંત્રી ને કરવા નો હોય.

કેટલાક ઠોસ કદમ હોવા જોઈએ જેમ કે ભારત અત્યારે આર્થીક પાયમાલીના માર્ગે એક એવા શિખર પર ઉભું છે કે જેને ચડવું અઘરું પડી રહ્યું છે. ને ટકવું એનાથી પણ અઘરું છે. ત્યારે જો લપસાઈ ગયું તો ઠેક નીચે શોધ્યું પણ હાથ નહીં લાગે. (હું નોટબંદીનો ઉલ્લેખ કરું છું એ જેટલું જરૂરી હતું. એનાથી વધુ જરૂરી હતું એ થાશે કેમ ? એ કરાય કે ન કરાય ? એનું મેકેનીઝમ આપણાં કંટ્રોલમાં રહી શકશે કે કેમ ?) ને એવું બન્યું પણ છે. ભારતના લોકપ્રીય પ્રધાનમંત્રીની પીઠ પાછળ બધું કાળું નાણું સફેદ થઈ ગયું, મોદીજી જ્યારે કહેતા હતા કે 50 દિવસમાં પરીણામ ના આવે તો મને એક ચોકમાં ઉભો રાખીને પ્રશ્નો પૂછજો.અહીં સુધી એનો આત્મવિશ્વાસ છલકતો હતો. પણ એ કહ્યા પછી એણે જે સાંભળ્યું ને જોયું એ બધા જ કરતૂતો એના જ પોતાના કે આસપાસના લોકોના જોવા મળ્યા, હવે શું ? કાચું તો કપાઈ ગયું ? કરશું શું ? તો કે ધ્યાન ભટકાવો અને આજ ચાલી રહ્યું છે. ભારતમાં અત્યારે…કોઈ પણ ભોગે ભાજપના ઠેકેદારો સામે કડક પગલા ભરવા તૈયાર નથીં.

નેતૃત્વ એ આમ પણ ઈમાનદાર લોકોના હાથમાં જ હોય.પણ એની ઇમાનદારીના ગુણગાન ગાઈ ગાઈ ને જે કામો થાય છે. એ બધા પ્રધાનમંત્રીઓ એ અનુભવ્યા અને નરેન્દ્રભાઈને પણ અવિશ્વાસ પ્રસ્તાવમાં એ અનુભવવા મળ્યું, મોદીજી માટે અવિશ્વસ પ્રસ્તાવ એટલે એમણે અત્યાર સુધી કરેલા શાશનમાં એનો આ પહેલો અનુભવ રહ્યો હશે, બરાબરનું અભિમાન ઘવાયું હશે ? મોદીજીનું. અને એમ જ સંસાર ચક્ર ચાલે છે.

ભારત દેશમાં આઠ મોટા ધર્મ પાળવામાં આવે છે, 170 થી વધુ સ્થાનીક ભાષા બોલાય છે જેમાંથી લગભગ 20 ભાષાને માન્યતા પણ મળી છે, બસ્સોથી વધુ જાતીયતા ભારતમાં છે, 1800 થી વધુ જ્ઞાતિઓ છે અને 29 જેટલા રાજ્યો છે. ત્યારે કોઈ નિર્ણયને એક શહેનશાહની જેમ ભારતમાં થોપી દેવો એ ભારતના વિકાસની પાંખો પોતાની મેળે જ કાપ્યા બરાબર છે,

તાજેતરમાં અવિશ્વાસ પ્રસ્તાવ પર રોજગારીના મુદ્દે મોદીજીએ વાહનો પર પોતાનું અનુમાન દર્શાવીને ઓટો રીક્ષા જેવા વાહનથી ત્રણ લોકોને રોજગાર મળે છે.એવું બોલીને 125 કરોડ લોકોને નિરાશ કર્યા છે. આટલાં મોંઘા પેટ્રોલ અને ડીઝલમાં લોકો પોતાના વાહન ને છોડીને મજૂરી જેવા કામ કરવા લાગ્યા. ને મોદીજી માની રહ્યા છે. કે ભારતમાં કોઈ દુઃખી નથી…

એકંદરે ભારતની જનતા ઢોળાવ ઉપર છે. આગળ ચડવા ફ્લેકસીબલ નહીં. પણ ઠોસ નેતૃત્વની જરૂર છે, હાલની સ્થિતિમાં અટકી જવાયું છે. ને જો લપસી જવાયું તો ? મોદીજી તો ફકીર હે ચોલા ઉઠાયેંગે ઓર ચલ દેગે…અને આ મોદી ની મંછા જાણો. આ ફક્ત સપનાઓ વેચે છે. વાસ્તવિકતા મા કોઇ નથીં.
✍🏻
કૂણાલ પટેલ
ભાર્વગ જોશી