સાદગી માટે રાજ્યના પૂર્વ મુખ્ય પ્રધાન કેશુભાઈ પટેલ જાણીતા છે. તેઓ રાજકારણમાં અનેક દાયકાથી સક્રિય છે. તેમનો મોટો ચાહક વર્ગ રહ્યો છે. તેમનો આજે 91મો જન્મ દિવસ છે. ગાંધીનગર ખાતેના સર્કિટ હાઉસ સામે સરકારી બંગલામાં નિવૃત્તિ જીવન જીવતાં કેશુભાઈ પટેલે તેમનો જન્મ દિવસ સાદગીથી મનાવ્યો હતો. 24 જૂલાઈ 2018ના દિવસે તેઓ પોતાના નિવાસ સ્થાને જ હતા અને તેમના ચાહકો મળીને અભિનંદન સ્વિકારતાં હતા. સાંજે તેઓ પોતાના પરિવાર સાથે જન્મ દિવસ ઉજવશે.
ઉપરાંત તેઓ સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ તરીકે પણ તેઓ છે. કેશુભાઇ પટેલનો 91 વર્ષમાં પ્રવેશ હોવાથી તેમના જન્મદિવસની ઉજવણી સોમનાથ મંદિર ખાતે કરવામાં આવી હતી. સોમનાથ મંદિર ખાતે સોમનાથ મહાદેવને માનનીય અધ્યક્ષ કેશુભાઇ પટેલના નિરામય આરોગ્ય અને દીર્ઘાયુષ્ય માટે તીર્થ પુરોહિતો દ્વારા સમુહ મહામ્રુત્યુંજય જાપ, આયુષ્યમંત્ર જાપ કરવામાં આવેલા હતા. તેમજ મહાપૂજન અને માર્કંડેય પૂજા કરવામાં આવેલી હતી. તેમજ સાંજે આરતી સમયે દીપમાળાનું આયોજન કરવામાં આવશે. સોમનાથ ટ્રસ્ટના તમામ ટ્રસ્ટીઓ, સમગ્ર ટ્રસ્ટ પરિવાર તરફથી જન્મદિવસની શુભેચ્છા પાઠવવામાં આવેલી હતી. તેઓના નિરામય આરોગ્ય માટે સોમનાથ મહાદેવને પ્રાર્થના કરવામાં આવેલી હતી.