કોંગ્રેસથી નારાજ નેતાઓ મારા સંપર્ક માં છે, કુંવરજી

આવી રહેલી લોકસભાની ચૂંટણીમાં ભાજપ પૂર્ણ બહુમત મેળવશે એટલુંજ નહીં વિપક્ષ કોંગ્રેસ થી નારાજ બનેલા મોટાભાગના ધારાસભ્યો અને અગ્રણી નેતાઓ ભાજપ માં જોડાઈ જશે.અને ચૂંટણી ટાણેજ મોટી નવા જૂની થશે તેવું સૂચક વિધાન કુંવરજી બાવળિયા એ શપથ લીધા બાદ કરતાં. રાજકારણ માં નવા ગણિત ના મંડાણ થયા છે.
લીટમસ ટેસ્ટ એવા જસદણની પેટ ચૂંટણી માં જંગી મત પ્રાપ્ત કરનારા કુંવરજી બાવળિયા એ આજે ધારાસભ્ય પદ ના શપથ અદયક્ષ સમક્ષ લીધા હતા. અને ત્યાર બાદ મીડિયા સમક્ષ જસદણ એ જંગની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું. કે
જસદણની જનતા એ મને સતત 6ઠ્ઠી વખત સેવા કરવાની જે તક આપી છે જેને હું પૂરી કરીશ.
આ પેટા ચૂંટણીમાં મુખ્યમંત્રી વિજય ભાઈ સહિત ભાજપના તમામ નેતાઓ અને કાર્યકરોના સહિયારા પ્રયાસ થી મને જે મદદ મળી તેનુંઆ પરિણામ છે .
આ ચૂંટણીમાં અમે નિષ્ઠાથી એજન્ડા સાથે મતદારો સમક્ષ ગયા હતા. ત્યારે જસદણના મતદારોનો વિશ્વાસ અમે જીત્યા છીએ.અને જસદણ ના મતદારો નો આભાર વ્યક્ત કર્યો હતો.
જસદણ માટે તમારો શુ એજન્ડા છે?
જેના ઉત્તરમાં કુંવરજી બાવળિયાએ સ્પષ્ટ જણાવ્યું હતું કે જસદણના જુના પાયાના તમામ પ્રશ્નો પુરા કરીશું અને વહેલામાં વહેલી તકે તેનો ઉકેલ લાવીશું.અને આ અંગે કેન્દ્ર
સરકાર સમક્ષ રજૂઆત કરી હોવાનો સ્વીકાર કર્યો હતો.
2019માં તમારો રોલ કેવા પ્રકારનો હશે ? તેવા પ્રશ્નના ઉત્તરમાં કુંવરજીએ જણાવ્યું હતું કે લોક સભા ચૂંટણીઓ માં ભાજપ હાઈ કમાન્ડ જે જવાબદારી સોંપશે તેહું નિષ્ઠાથી નિભાવીશ.
કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો તમારા સંપર્કમાં છે? તેવા પૂછેલા પ્રશ્નનો ઉત્તર આપતા કુંવરજી એ સ્પષ્ટતા કરી હતી કે છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસ પક્ષ થી નારાઝ બનેલા ધારાસભ્યો અને અગ્રણી નેતાઓ મારા સંપર્કમાં છે.જો કે આવી રહેલી લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસમાં મોટા પાયે નવા જૂની થવાનો સૂચક સ્વિકાર કર્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે કુંવરજી બાવળિયા એ કોંગ્રેસના નેતાઓ સંપર્કમાં હોવાનો સુર વ્યક્ત કરતાં રાજકીય પરિબળો દ્વારા નવા ગણિતના મંડાણ થયા છે. અને ગાંધીનગરમાં એક નવી ચર્ચાનો ઉદય થયો છે.