રાજ્યમાં 52 ઉમેદવારોમાં 70 વર્ષ કરતાં વધું ઊંમર ધરાવતાં કોંગ્રેસના 3 – ભાજપના 2 છે. 60 વર્ષની ઉંમર કરતાં વધું ઉંમર હોય એવા ભાજપના 8 અને કોંગ્રેસના 7 ઉમેદવાર છે. 50 વર્ષથી વધું ઉંમરના ભાજપના 12 અને કોંગ્રેસના 8 છે. 40 વર્ષથી વધું ઉંમર હોય એવા કોંગ્રેસના 5 અને ભાજપના 4 ઉમેદવાર છે. આમ કોંગ્રેસના ઉમેદવારો વધું યુવાન છે. ગુજરાત લોકસભાની ચૂંટણીમાં ઝંપલાવનાર જૂનાગઢ ભાજપના 36 વર્ષના ઉમેદવાર રાજ્યમાં સૌથી જુવાન છે. ભાજપ કોંગ્રેસમાં સૌથી વધુ ઉંમરના સુરેન્દ્રનગર બેઠકના કોંગ્રેસના ઉમેદવાર સોમા પટેલ છે, જેમની ઉંમર 79 વર્ષની છે.
કોંગ્રેસના 8 ઉમેદવારો અને ભાજપના 6 ઉમેદવારો સૌથી ઓછું ભણેલા છે. ભાજપના 6 ઉમેદવારો ડોક્ટર, જ્યારે કોંગ્રેસના ગાંધીનગરના 1 ઉમેદવાર ડોક્ટર છે. કોંગ્રેસના ભાવનગરા ઉમેદવાર મનહર પટેલ કૃષિ વૈજ્ઞાનિક હતા. એન્જિનિયરમાં ભાજપના 3 અને કોંગ્રેસના 2 ઉમેદવાર છે. કચ્છ અને ભરૂચ બેઠકના ભાજપના ઉમેદવારો પોસ્ટ ગે્રજ્યુએટ, જ્યારે કોંગ્રેસના 9 અને ભાજપના 6 ઉમેદવારો ગ્રેજ્યુએટ છે.
કોંગ્રેસના 6 ઉમેદવારો અને ભાજપના 1 ઉમેદવારે સોશિયલ નેટવર્ક પર નથી. ભાજપ-કોંગ્રેસના સુરેન્દ્રનગર અને પંચમહાલ બેઠકના કોંગ્રેસના અને છોટાઉદેપુરના ભાજપના મહિલા ઉમેદવારે ઈમેઇલ આઈડીનો સોગંદનામામાં ઉલ્લેખ કર્યો નથી. બનાસકાંઠા, સુરેન્દ્રનગર, પંચમહાલ, સુરત, નવસારીમાં કોંગ્રેસના, છોટા ઉદેપુરમાં ભાજપ-કોંગ્રેસના ઉમેદવાર સોશિયલ મીડિયામાં નિષ્ક્રિય છે.
ગુજરાતી
English




