કોંગ્રેસના જૂથવાદથી ભ્રષ્ટાચાર બહાર આવ્યો, 71 હેક્ટર જમીનનો વિવાદમાં

રાજકોટ જિલ્લા પંચાયતનો સત્તાધારી પક્ષ કોંગ્રેસમાં જૂથવાદ સાથે હવે ભ્રષ્ટાચાર પણ માઝા મૂકી રહ્યો છે. રાજકોટ જિલ્લા કોંગ્રેસની કે જિલ્લા પંચાયતની કારોબારીની બેઠક મળે ત્યારે વિવાદ બહાર આવે છે, પક્ષના બે ભાગલા પડી ગયા છે. જે બન્ને ભાગ હવે પૈસા કમાવા માટે આગળ આવી રહ્યાં છે. રાજકોટ જિલ્લા પંચાયતની કારોબારીની બેઠક મળી હતી તેમાં શાસક કોંગ્રેસ જૂથના સભ્ય ચંદુ શીંગાળાએ મોટા પાયે કાળો કારોબાર થયાના આક્ષેપો કરતાં તેની ગંભીર નોંધ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ લીધી છે. શીંગાળાએ પ્રદેશ નેતાઓને પણ આ અહેવાલ મોકલી આપ્યો છે. કારોબારીમાં બિનખેતીની 50 કામોને તુરંત મંજૂરી આપી દેવામાં આવી હતી. જે કામોમાં ભ્રષ્ટાચારનો કાળો કારોબાર થયો હોવાની તેમણે શંકા વ્યક્ત કરી છે. ડીડીઓને આ અંગે ધ્યાન દોરવામાં આવ્યું છે. તેમ છતાં જમીનોના કામ મંજૂર કરી દેવામાં આવ્યા હતા.

રાજકોટના ઔદ્યોગિક વિસ્તાર શાપરની મોકાની જમીન કે જે રાજુભાઇ દોશીની છે તેમણે જમીનને બિનખેતી કરવા માટે દરખાસ્ત કરી હતી. પહેલાં તે મંજૂર ન કરી પણ પછી એકાએક 71 એકર જમીનને બિન ખેતી કરી દેવાની મંજૂર આપવામાં આવી હતી. સરકારને તેની રૂ.5 કરોડની આવક થવી જોઈતી હતી પણ હવે તે માત્ર રૂ.25 લાખમાં કામ પતી ગયું છે.

એક મીટર જમીનનો બિનખેતી કરવાનો ભાવ રૂ.200 ચાલે છે તે પ્રમાણે અહીં વ્યાપર ભ્રષ્ટાચાર થયો  હોવાની કોંગ્રેસમાં ચર્ચા થઈ રહી છે. સામાન્ય રીતે 20 જેટલી જમીનને બિનખેતી કરવા માટે કામ જિલ્લા પંચાયતમાં આવતી હોય છે પણ આ વખતે એકી સાથે 45 જેટલી જમીનને બિન ખેતી કરી દેવામાં આવી છે. એક જ બેઠકમાં આટલા મોટા પ્રમાણમાં જમીન ખેતી માંથી બિન ખેતીની બનાવી દેવામાં આવી છે. જેમાં કરોડો રૂપિયાનો કાળો કારોબાર થયો હોવાનો આરોપ કોંગ્રેસ પર લગાવવામાં આવ્યો છે.