કોંગ્રેસના ધારાસભ્ય રહે સુરત બહાર કેમ નિકળતા નથી ?

સુરતમાં રહીને સૌરાષ્ટ્રના ગામડાંની ચૂંટણી જીતીને ધારાસભ્ય બનવાની અનેક ઘટનાઓ બની છે. આમ સુરત રાજકારણીઓની નિકાસ પણ કરે છે. આવા એક ધારાસભ્ય પ્રતાપ દુધાત છે. જેઓ રહે છે વૈભવી શહેર સુરતમાં પણ મતક્ષેત્ર સાવરકુંડલા છે. તેઓ લોકોને ભરમાવીને અને ઉપરથી ટિકિટ લાવીને ડિસેમ્બર 2017માં ચૂંટાઈ તો ગયા છે પણ હવે લોકો તેમની શોધી રહ્યાં છે કે, દુધાત વિદેશ જ ફરે છે અને સુરતમાં રહે છે પણ તેમના પ્રશ્નો ઉકેલવા તે આંસુ લૂછવા આવતાં નથી. બીજા રાજકારણીઓને જેમ દૂધાત પોતે દૂધે ધોયેલા નથી.

ચૂંટણીમાં પ્રજાને આપેલા વાયદા 10 મહિના થવા છતાં કોંગ્રેસના આધારાસભ્યએ પુરા કરેલા નથી. પ્રચારમાં ખેડૂતો પાસેથી મત માંગનાર દૂધાત હવે ખેડૂતોની હાલત શું છે તે જોવા પણ આવતાં નથી. સુરત, મુંબઈ, વિદેશોમાં સહેલગાહે ફરી રહ્યાં છે. જેની તસવીરો અને વિડિયો ફેસબુક પર મૂકે છે. સાવરકુંડલામાં તેમની હાજરી  હોડીંગ્‍સમાં દેખાય છે. .

10 મહિનાનાં સમયકાળ દરમ્‍યાન પોતાના વિસ્‍તારમાં કોઈ રસ્‍તાનો જોબ નંબર લાવેલાં નથી. લોકોને ગમે તેવું એક પણ કામ કરેલું નથી. સાવરકુંડલા તાલુકા પંચાયતની આયોજનનું અનુદાન પ્રતાપ દુધાત ઘ્‍વારા લેખીતમાં વિરોધી કરીને અટકાવેલી છે.

લોકો દૂધાતને પડકાર ફેંકી રહ્યાં છે કે, તેઓ રાજીનામું આપીને ફરીથી ચૂંટણી લડી બતાવે. જો તેમ ન કરવું હોય તો સુરત છોડી અહીં પોતાનું ઘર વસાવે.